SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૨ ધન્ય ધરા પરિસ્થિતિમાં તું મારી સાથે રહેજે.” તેઓ ઉપવાસ, વ્રત, એકટાણાં કરતા નથી. પાખંડ તેમને ગમતાં નથી પણ હૃદયભાવથી પ્રભુની આરાધના કરે છે. સ્વદેશે કન્યાકુમારી સુધી કુદરતના ખોળે સ્વૈરવિહાર કરવા ઉપરાંત વિદેશે મલેશિયા, સિંગાપોર, બેંગકોકની ધરતી પર વિર્યા છે. સોનારા ગોલ્ડ તેમજ ઇનોવા ટોમેટો જેવી કારમાં સફર કરતા આ ગુલાબી શખ્સને કુરૂઢિ જરાય પસંદ નથી. રચનાત્મક પ્રવૃત્તિથી તરતરબતર શ્રી કિરણચંદ આજના યુવાનોને પ્રેરક ઉદાહરણ આપતાં સંબોધે છે કે, “ડર, બીક વિના આગળ વધો. પ્રગતિ હંમેશાં તમારી રાહ જુએ. સારું લાગે તેવું ગ્રહણ કરો. ડુપ્લિસિટીવાળો માણસ હંમેશાં ઉલઝનમાં રહેતો હોય છે. અને તેટલી નિખાલસતા રાખવી.” શ્રી કિરણચંદ સાથે પરિચય કરતાં એમના જીવનમાંથી અનુભવનો નિચોડ નીતરતો હતો. એક સફળ ઉદ્યોગકાર થવા મથતા યુવાનોને તેમનાં પાણીદાર વાક્યો મોતી જેવાં છે. :(૧) પરમાત્માએ જે કર્યું તે બરાબર છે, પછી તેને તમે નેચર કહો કે ભગવાન! (૨) આપણા દેશમાં શિક્ષણ પાછળ ઘણો ખર્ચ થાય છે, પણ વિદ્યાર્થીઓ તેનું વળતર લેતા નથી, આપતા નથી. (૩) આપણને જગતમાંથી મળ્યું છે અને આપણે જગતને આપવું જોઈએ. (૪) મને હંમેશાં બીજાની પ્રગતિમાં રસ રહ્યો છે, મારામાં મદદરૂપ થવાની ભાવના જાગૃત હોય છે. (૫) દરેક માણસે દુનિયામાં નેચરલ ફન્ડામેન્ટલનો અભ્યાસ કરવો જોઈએ, ફન્ડામેન્ટલ જ કામ આવે છે. (૬) સ્વાર્થની દુનિયામાં બને તેટલા તમે તમારા જ બનો. (૭) બે ઘોડાની સવારી ક્યારેય ન થાય, તેમ બે મોઢાની વાત ન થાય. (૮) તમારાં સંતાનોને અતિ ટોર્ચરિંગ કે હેમરિંગ ન કરો, નહીં તો સત્યનાશ નીકળી જશે. (૯) શિક્ષણ મગજની શક્તિને ખોલે છે, સંતાનોને બરાબર પ્રેમથી ભણાવો. તેમનું ઉદ્યોગસંકુલ જામનગરમાં ઉદ્યોગનગર ખાતે આવેલું છે. સદાય ધમધમતું–દેવી એન્ટરપ્રાઇઝ. આ સંકુલમાં હિન્દુ, મુસ્લિમ, સિંધી, સુતાર, બ્રાહ્મણ, વાણિયા બધી જ જ્ઞાતિના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ૧૫૫ વ્યક્તિ કામગીરી કરે છે. સૌ વિશ્વાસથી ફરજ બજાવે છે. પરિણામ પણ ઘણું સારું છે. દરેકને ઘણું સારું વેતન અપાય છે. શ્રી કિરણચંદ માને છે કે, “દેખરેખ કામ પ્રત્યે હોય, માણસ પ્રત્યે ન હોય. તેથી જ અહીંથી ઘણાંએ પ્રગતિની ઉડાન ભરી છે, એમ મને લાગે છે. મારા કારખાનામાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવતાં ઉમેદવાર મને પૂછે છે કે, સાહેબ, મને પગાર કેટલો આપશો?” ત્યારે હું જવાબ આપું છું : “તું મને આપીશ, તેનું હું બમણું આપીશ.” તેઓએ કારખાનાનાં સર્જન વખતે ૨૦ કલાક કામ કર્યું છે. શ્રી કિરણચંદ ખેદ વ્યક્ત કરતાં ઉમેરે છે કે, “આપણે કલ્ચર ભૂલતાં જઈએ છીએ. ભણતર ઓછું છે, જાગવું પડશે–જાગવું જ પડશે. મહેનત કરવામાં પાછી પાની નહીં ચાલે.” તેમના જીવનમાંથી ચૂંટેલા યાદગાર પ્રસંગોમાંથી એક પ્રસંગ આ પ્રમાણે છે : ૧૯૬૮માં ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ ડિપ્લોમાં પ્રથમવર્ગ મળેલો. તરત જ રૂા. ૧૫૦માં ઓવરસિયર તરીકે નોકરી મળી. મોટા બાપુએ ટકોર કરી : “ડિપ્લોમા ફર્સ્ટ પોઝિશન મેળવી પણ રૂા. ૧૫૦નો ઓવરસિયર જ ને?” શ્રી કિરણચંદને લાગી આવ્યું. ઘેરથી ભાગી કારખાનું શરૂ કર્યું. આજે જે પ્રગતિ તેમને મળી છે તેને માટે શ્રી કિરણચંદ તેમના મોટાબાપુનો અંત:કરણપૂર્વક આભાર માને છે. તેઓ પાસે દેષ્ટિ છે, સંશોધન છે. એક સંશોધન મુજબ તેમણે કહ્યું : “પુરુષ બીજા પુરુષ સાથે વાત કરતો હોય છે. ત્યારે બંનેનો જમણો ગાલ સામસામે હોય છે. એ જ રીતે દુનિયાની લગભગ સ્ત્રીઓની લખવાની રીત સરખી હોય છે.” બીજી વાત કરતાં ઉમેર્યું : “મને ભગવાન મળે તો હું તેમને કહ્યું ભગવાન મને દુનિયાના છેડે લઈ જા.” આપણે તો વિશ્વમાનવ છીએ. માનવ માનવને નહીં ચાહે તો? તો આ સૃષ્ટિનું શું થશે? આવા પારદર્શક વ્યક્તિત્વ ધરાવતા હોગકારને ટિ, બદામ ઉદ્યોગકારને હાર્દિક શુભકામનાઓ. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy