SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨. ૯૨૧ હોઈ શકે? રુદન કે ક્રોધ? વિપરીત ઉત્તર આપતાં “પહેલાં ક્રોધ આવે પણ હાલ સમજદારીપૂર્વક મામલો સંભાળતા શીખ્યો એક ટૂંકા અવતરણમાં તેમણે કહ્યું : “ગમે તેવી મુશ્કેલીમાં અડીખમ રહેવું.” “જેમ કે સ્વામી સચ્ચિદાનંદ જેવું બોલે, તેવું લખે. સાચો કર્મ યોગ.” સામાજિક, શૈક્ષણિક કાર્યો વિષે મૂલ્યાંકન કરતાં તેઓ જણાવે છે કે, “મારાં કામોનાં પરિણામો મળે છે.” “આજનો ભૌતિકવાદી સમાજ સારું વાંચે, સારું જુએ, પણ સારું કરે નહીં.” ઔદ્યોગિક તેમજ સામાજિક પ્રદાન અંગે રૂડાભગતને અનેક એવોર્ડ તેમજ સમ્માન પ્રાપ્ત થયાં છે. પરિચય, મુલાકાતના સમાપનમાં તેમણે કહ્યું કે, “જગત મને સારામાં સારું આપવાવાળા તરીકે સ્મરે તો ગમે. કોઈ મને યાદ ન કરે તે મારા માટે મોક્ષ.” તેઓ પોતાની જીવનયાત્રાનું ભાથું સમાજને પોતાના અનુભવના પુસ્તક દ્વારા કરાવવા માંગે છે. અંતરથી અભિનંદન સાથે તેમને નીચે પ્રમાણેના સુભાષિતની ભેટ આપીએ. ચહું થાવા હુંયે મધુર ખીલતું પુષ્ય નવલું; પરંતુ ના ઇચ્છા જીવન જીવવા તાડ તરુંનું.” * જીવનને મધુર ખીલતા પુષ્પની જેમ જીવતા ઉમદા વ્યક્તિત્વના માલિક શ્રી રૂડા ભગતને સલામ. . પ્રકૃતિ ચાહક, ખુલ્લા દિલના માલિક સફળ ઉદ્યોગકાર શ્રી કિરણચંદ ગુલગુલિયા “દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ નથી, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિને સદ્ભાવનાપૂર્વક તેને પ્રેમથી રૂપાંતરિત કરવી જોઈએ.” આ પોઝિટિવ ઉદ્ગાર છે. સ્પષ્ટ વક્તા તેમજ કુશળ ઉદ્યોગકાર શ્રી કિરણચંદ મગનલાલ ગુલગુલિયાના. તા. ૧-૧-૧૯૫૦ના રોજ રાજસ્થાનના દેશનોકમાં (જિલ્લો બિકાનેર) અવતરેલા મજાના માણસના પિતા મગનલાલ અને માતા અનુપદેવી. ૧૯૬૮માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો. ૧૯૬૯માં સંપત દેવી, અરુણાદેવી સાથે લગ્નબંધનથી જોડાયા. ૧૯૭૩થી ૧૯૭૬ આસામથી ફરીદાબાદ, ફરીદાબાદથી રાજકોટ, ૧૯૭૬થી જામનગરમાં દેવી એન્ટરપ્રાઇઝ નામે કારખાનું શરૂ કર્યું. ઘેરથી એક પૈસો લીધા વિના સાહસ કર્યું. મિત્રોના પૈસા દૂધે ધોઈ પરત આપ્યા. સંતાનો અશોક, અરવિંદ, દીપક પોતાની સૂઝથી સ્વતંત્ર રીતે અમદાવાદ ખાતે વ્યવસાય સંભાળે છે. સંયોગોના દબાણમાં શ્રી કિરણચંદ શાંતિથી વિચારે છે, વિચલિત થતા નથી. કમ્યુટર યુગ વિશે તેઓ મંતવ્ય આપે છે કે, “કમ્યુટર યુગ ઘણો જ સારો છે પણ આમ જનતા તેનો અર્થ સમજતી નથી.” શ્રી કિરણચંદનો પરિચય બધી જ રીતે મઘમઘતો ગુલાબનો ગજરો છે. મઘમઘતી સુવાસના માલિક સતત વ્યસ્ત રહે છે, છતાં કર્ણપ્રિય સંગીતમાં અનહદ રુચિ છે. અવાજોના શહેનશાહ રફીસાહેબનાં ગીતો તેઓ ખૂબ જ ભાવપૂર્વક ગાય છે. સંગીતનો ખજાનો ધરાવતા આ આદમીને રીડર્સ ડાયજેસ્ટ વાંચવાનું, ઈશ્વરની સૃષ્ટિમાં રમમાણ રહેવાનું અને ચિત્ર દોરવાનું બહુ ગમે છે. “ટીવી સીરિયલ જુઓ છો?” એવો પ્રશ્ન જ્યારે મેં શ્રી કિરણચંદજીને કર્યો ત્યારે તેમણે હિન્દુસ્તાનનાં બાળકો, યુવાન-યુવતીઓ અને સ્ત્રી-પુરુષો માટે કહ્યું કે, “મોટા ભાગની સીરિયલો, બાળકો, યુવાન-યુવતીઓ અને સ્ત્રી-પુરુષો માટે સમય વેડફવાનું મોટું કારખાનું છે. અતિશય ટીવી જોવાથી બાળમાનસ વિકૃત, સ્વચ્છંદી, ઉદ્ધત, આળસુ બની જાય છે.” ખરેખર ટીવીમાં રજૂ થતા સ્થળ સમાચારો સાવ નકામાં હોય છે. કેટલાક કાર્યક્રમો નરી વિકૃતિ જ છે. માતાપિતાએ પોતાના બાળક સાથે બેસી તેને નેશનલ જોગ્રોફી, ડિસ્કવરી જેવા કાર્યક્રમો દર્શાવવા જોઈએ. શ્રી કિરણચંદ રમત-ગમતમાં રસ ધરાવે છે. દિવસમાં એક કલાક રમે છે. તેમને ફૂટબોલ પસંદ છે. માણસે હસતાં-હસતાં જીવન જીવવું જોઈએ. એવું તેમનું માનવું યોગ્ય છે. બાધા, આખડી કે માનતામાં આસ્થા રાખવા કરતાં ઈશ્વરને શ્રદ્ધાપૂર્વક પૂજો અને કહો કે, “હે પ્રભુ! ગમે તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy