SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૦ “શૂન્ય શૈલ તદ્દન ઓગળું, શૂન્યનો મહિમા વિરાટ.” શૂન્ય પાલનપુરીના નવાબી લાડ અને નજાકતથી ઊછરેલું, શેરો-શાયરીથી ગુંજતું પાલનપુર એ મારી પણ જન્મભૂમિ, શાયરીના ગુંજનનાં સ્પંદનો ગળથૂથીમાંથી જ ત્યાંથી શરૂ થયા. શાળાકીય જીવનમાં સ્વ. કવિ શ્રી પ્રહલાદ પારેખના અધ્યાપન દ્વારા થોડી સૂઝ આવતી ગઈ પછી તો ગુજરાતના ખ્યાતનામ શાયરોને જોયા, સાંભળ્યા અને માણ્યા. બધા જ ગમી ગયા–મનમાં વસી ગયા પણ જ્યારથી શૂન્ય ભાઈ સાથેનો પરિચય થયો, ગાઢ બન્યો ત્યારથી એમને ખૂબ નજીકથી સાંભળવા–જાણવાનું મળ્યું. એમના જીવનમાં રગરગ વહેતી શાયરીને એમના મુખેથી સાંભળવાનો–માણવાનો અવસર–ધન્ય અવસર સાંપડ્યો. મેં જોયું કે જીવનની પ્રત્યેક બાજુને આવરી લેતી એમની રચના અને શૈલી સાથે શબ્દસંક્ષેપ સાથેની સચોટ અભિવ્યક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો અને ત્યારથી મારા મનમાં ગુજરાતી વાઙમયના એક મૂર્ધન્ય અને અદ્ભુત શાયર તરીકે પ્રતીત થયા છે. શૂન્યના સંઘર્ષોની વાત......! ચકમક અને લોહના સંઘર્ષથી આગના તણખા ઝરે, ઊર્જા પેદા થાય. જીવનના કઠણ સંયોગોના સંઘર્ષ દરમિયાન અડીખમ ટકી રહેવાના જોખમ સાથે જે તણખા ઝરે–કવિના જીવનમાં આવી ઘટનાઓ જ્યારે જ્યારે આકાર લે ત્યારે જે તણખા ઝરે તે તેમની રચના રૂપે શબ્દોમાં જન્મે છે. આ પણ ઊર્જા જ છે. જીવન ઊર્જા વિનાનું શક્ય નથી. શાયરી દ્વારા સર્જાયેલી ઊર્જા તો જીવનનું ભાથું બને છે. મારે શૂન્યના વૈયક્તિક જીવનની ચર્ચા નથી કરવી, પણ એક શિક્ષક, એક શાયર અને એક પત્રકાર તરીકેના એમના જીવનનાં વિવિધ સ્થળ અને કાળના સંઘર્ષમાં પિલાતાં પણ એમણે જે જિંદાદિલી દાખવી એ એમના શબ્દોમાં જોવા મળે છે. જુઓ -: “સુખચેનથી રહે છે મુસીબત અમારે ઘર, દુનિયાનાં દર્દ પણ છે સલામત અમારે ઘર, કરતે નહીં ખુદા જો સદા મારે દ્વાર બંધહોતે હવે પછીની નબુવ્વત અમારે ઘર. નબુવ્વતઃ પયગંબરી, સદા પોકાર છે.’’ તેઓ મસ્તમૌલા ફકીર-શાયરની આકૃતિરૂપ હતા. મારી દૃષ્ટિએ તો એમના માટે અંજલિ શબ્દ નહીંવત છે. તેઓશ્રીનો Jain Education International ધન્ય ધરા તો અભિષેક થવો જોઈએ. સ્વ. મરીઝે કહ્યું છે : “એમની તમામ ગઝલોમાં પોતાનાં જીવનનું દર્દ એવી રીતે અદા કર્યું છે કે જાણે એ સૌના પ્રતિનિધિ હોય!'' પ્રેરણા હંમેશાં સ્થળ અને કાળ પર અવલંબિત હોય છે–શાયર માટે સવિશેષ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ વિદ્યાવ્યાસંગી નિઃસ્પૃહી કર્મયોગી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તરીકે જીવન જીવી જનાર શ્રી રતિભાઈની વાત જ અનોખી છે. નાનપણમાં ચૌદેક વર્ષની ઉંમરે માતા ગુમાવનાર અને બાવીસેક વર્ષીની ઉંમરે દીક્ષાર્થી પિતાનો વિયોગ પામનાર દેસાઈનું બાળપણ ધૂળિયા, યેવલા, વઢવાણ, સાયલા, એમ સ્થળાંતરમાં જ પસાર થયું હોવા છતાં ભણતરનો પાયો ખૂબ મજબૂત નખાયો. બનારસ, આગ્રા, શિવપુરીમાં યુવાનીમાં ખૂબ સઘન અભ્યાસ સાથે બીજાં પણ અનેક કૌશલ્યો વિકસાવવાની તક પત્ની શ્રી મૃગાવતીબહેનના સાથમાં પ્રાપ્ત થઈ. પોતે જ્યાં જ્યાં કામ કર્યું તે દરેક જગ્યાએ તેમણે સતત ન્યાયસંપન્ન વૈભવની ભાવના રાખીને પોતાના કામને ઓછા વેતનમાં પૂરેપૂરો ન્યાય આપવાની નિષ્ઠા દર્શાવી. ‘અમદાવાદ સીડ્ઝ ટ્રેડર્સ એસોસિયેશન’, ‘જ્ઞાનોદય ટ્રસ્ટ’, ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’, ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી' વગેરે સંસ્થાઓમાં કામ કરતી વખતે તેમનું આ ર્દઢ મનોવલણ ટકી જ રહ્યું. કેટલાંયનાં નાનાં-મોટાં કામો તેઓએ પ્રેમભાવથી નિઃસ્પૃહ ભાવે કરી આપેલ. પ્રામાણિકતાથી આવેલ આવકનો કરકસરભર્યો ઉપયોગ કરવાની ટેવ તેમના પરિવારમાં પણ પ્રસરેલ છે. પહેરવેશમાં સાદાઈ, આચરણમાં સત્યનો દૃઢ આગ્રહ અને પ્રત્યેક વ્યક્તિ માટે અગાધ પ્રેમ એ તેમના વ્યક્તિત્વના અભિન્ન અંગ હતાં. તેઓએ લખેલ ‘ગુરુ ગૌતમસ્વામી ચરિત્ર' આબાલવૃદ્ધ સૌને ગમે તેવી રસાળ શૈલીમાં રજૂ થયું છે. ‘રાગ અને વિરાગ’, ‘મંગલ મૂર્તિ’, ‘અભિષેક' જેવા વાર્તાસંગ્રહોમાં સામાન્ય માનવીના રોજિંદા જીવનની સૂક્ષ્મ વૃત્તિઓ અને ઐતિહાસિક કથાનકો ખૂબીપૂર્વક ૨જૂ થયેલ છે. ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ' બે ભાગમાં તેમના લેખનકાર્યના દીર્ઘ અનુભવ અને અથાગ મહેનતના કારણે પેઢીની ઐતિહાસિક વિગતો તારવી તારવીને તેઓ રજૂ કરી શક્યા છે. નાનાં-મોટાં સંપાદનો, ચરિત્રો, અનુવાદો, ‘ભદ્રેશ્વરતીર્થનો ઇતિહાસ', રાણકપુર તથા મહેસાણાના સીમંધરતીર્થ વગેરેની પરિચયાત્મક લેખન સામગ્રી, ભાવનગરથી પ્રગટ થતાં ‘જૈન’ સાપ્તાહિકમાં સતત એકત્રીસ વર્ષ સુધી રજૂ થયેલ અગ્રલેખો તથા સામયિક—સ્ફુરણની નોંધો વગેરે તેમની સાહિત્યસાધનાના પરિપાકસ્વરૂપ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy