SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૦૩ શ્રી કુમારપાળભાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડો. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે “આનંદઘન : એક અધ્યયન' વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જોડાયા. એ પછી ભાષાસાહિત્યભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે. કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. તેમણે ચિંતનલેખોના અનેક સંગ્રહો આપ્યા છે. ‘ઝાકળભીનાં મોતી'ના ત્રણ ભાગ, “મોતીની ખેતી', માનવતાની મહેક’, ‘તૃષ્ણા અને તૃપ્તિ', “ક્ષમાપના', શ્રદ્ધાંજલિ', “જીવનનું અમૃત', “દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો’, ‘ઝાકળ બન્યું મોતી' વગેરે સંગ્રહોમાંના લેખો કુમારપાળના નિબંધકાર તરીકેના પાસાને સુપેરે પ્રગટ કરે છે. આ સંગ્રહોના કેટલાક લેખો વ્યાખ્યાન નિમિત્તે લખાયા હતા. કુમારપાળ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. - કુમારપાળ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના', “શબ્દસંનિધિ', ‘ભાવનવિભાવન”, “આનંદઘન : જીવન અને કવન', “શબ્દસમીપ’ વગેરે તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે. એની પ્રતીતિ અર્વાચીન કૃતિઓ વિશેના એમના વિવેચનલેખો કરાવે છે. મધ્યકાળના ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓમાં તેમની ગણના કરવી પડે. કુમારપાળ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યા છે, જેમાં મહત્ત્વનાં છે : “જયભિખ્ખું સ્મૃતિગ્રંથ', શબ્દશ્રી', “કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ', “હૈમસ્મૃતિ', જયભિખુની જૈન ધર્મકથાઓ' ભાગ ૧-૨, ‘નર્મદ : આજના સંદર્ભમાં', “નવલિકા અંક' (‘ગુજરાત ટાઇમ્સ'), “ઓજસ દીઠાં આત્મબળનાં', વગેરે તેમનાં સંપાદિત પુસ્તકોનો વ્યાપ જોતાં તેમનું રસક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ આવે છે. પ્રત્યેક સંપાદનમાં તેમની સૂઝ, સમજ અને ચીવટ જોવા મળે છે. ગુજરાત સમાચાર'માં “ઈટ અને ઇમારત' કૉલમ ઉપરાંત “આકાશની ઓળખ”, “ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ' જેવી અનેક કોલમો નિયમિત લખે છે. અત્યારે ગુજરાત સમાચાર'માં સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ કૉલમો લખનાર તેઓ એકમાત્ર પત્રકાર છે. “ગુજરાત ટાઇમ્સ'માં તેઓ ‘પાંદડું અને પિરામિડ' નામક કૉલમ નિયમિત લખે છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વવિભાગમાં તેઓ વર્ષોથી અધ્યાપક તરીકે સેવા આપે છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. “અખબારી લેખન' વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા “સાહિત્ય અને પત્રકારત્વ' નામક ગ્રંથનું સંપાદન કર્યું છે. પત્રકારત્વક્ષેત્રે બહુવિધ કામગીરી બજાવવા માટે તેમને નવચેતન' માસિક દ્વારા નવચેતન રોણચંદ્રક, પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે શ્રી યગ્નેશ હ. શુક્લ પારિતોષિક, સ્પોર્ટ્સ વિશે પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે નાનુભાઈ સુરતી dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy