SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૮૦ સખાવતી વ્યક્તિ નહીં, વિશ્વવિખ્યાત સંસ્થા, એટલે શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડી શીલભદ્ર શ્રેષ્ઠી, સંસ્કૃતિપૂજક અને દૃષ્ટિપૂત વ્યક્તિત્વનું તેજસ્વી અનુસંધાન. મહાત્મા ગાંધીજીને નરસિંહ મહેતાનું જે ભજન પ્રિય હતું તેમાંનો “વૈષ્ણવજન' એટલે શું? વૈષ્ણવજન એટલે ઉત્તમ માનવ અને ઉત્તમ માનવની પ્રથમ પહેલી ઓળખ શી? તો કહે, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.” આ બ્રહ્માંડની અગણિત જીવસૃષ્ટિમાં મનુષ્ય અવતાર અતિ દુર્લભ માનવામાં આવે છે. એમાં યે અગણિત માનવસૃષ્ટિમાંથી કોઈ પણ ક્ષેત્રે સહેજે અ-સાધારણ ઓળખ બનાવવી અતિ દુર્લભ હોય છે. એમાં યે કોઈ કોઈ મનુષ્ય સ્વ.અર્થે પુરુષાર્થ કરીને નાની-મોટી સિદ્ધિને હાંસલ કરે છે. ધર્મ, વિજ્ઞાન, રાજકારણ, વેપારઉદ્યોગ, સમાજ, શિક્ષણ વગેરે એનાં ક્ષેત્રો છે. ઇતિહાસ એવી વ્યક્તિઓને સાચવી રાખે છે. સામે પક્ષે, કોઈ જ વ્યક્તિ એવી હોય છે જે પર–અર્થે પુરુષાર્થ કરીને પોતાની ઓળખ રચે છે. એવી વ્યક્તિનું સ્થાન સ્થળ અને સમયના સીમાડા વધીને લોકોના હૃદયમાં અવિચળ હોય છે. એ વ્યક્તિ મટીને વિભૂતિ બની જાય છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડી સમાં વિભૂતિની આ પહેલી ઓળખ છે. પર દુઃખે ઉપકાર કરવાની ભાવના જન્મવી અને એ ભાવનાની પરિપુષ્ટિ માટે જીવનયજ્ઞ આરંભવો, એ યજ્ઞને સતત દીર્ધકાળ સુધી સંવર્ધિત કર્યા કરવો એ સઘળું અતિ દુષ્કર છે. દીપચંદભાઈના સઘળા પુરુષાર્થો એ યજ્ઞકાર્યને સફળ કરવામાં કાર્યરત છે. એ માનવજીવનની અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટના છે. દીપચંદભાઈ એટલે દુર્લભ માનવ-અવતારની દુર્લભ ભાવનાનો સાક્ષાત્કાર. દાન, ધર્મ, પરોપકાર, પરમાર્થ, સખાવત, જે કહો તે, એક વ્યક્તિની આ એક ઉત્તમ ભાવનાનું બીજ પાંગરીને-ફૂલીફાલીને કેટકેટલી શાખા-પ્રશાખામાં ફેલાઈ શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ તે શ્રી દીપચંદભાઈ ગાર્ડ. વિરાટ વ્યક્તિત્વ : શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના “ભામાશા' તથા “શલાકા પુરુષ' રહેલા શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડીનો જન્મ દિનાંક ૨૫-૪-૧૯૧૫ના રોજ. સૌરાષ્ટ્રના પડધરી-વાંકાનેર જિલ્લો- રાજકોટ મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પડધરી, વાંકાનેર તેમજ જ્યાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને એલ.એલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરીને, મુંબઈને કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા પછી “બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. બાળપણમાં ચાર વર્ષની શિશુ વયે જ પિતાની છત્રછાયા ગુમાવેલી. એથી જ સંપત્તિવાન બન્યા પછી સમાજના છત્ર બની રહ્યા, આધાર બની રહ્યા. અભ્યાસકાળ દરમ્યાન ફૈબાને ત્યાં રહીને ભણ્યા, પણ પછી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સરસ્વતીના પૂજન-અર્ચન માટે જ વહેવડાવી. બાલ્યાવસ્થામાં મૂળી (જિલ્લો-સુરેન્દ્રનગર)ના પ્રખ્યાત માંડવરાયજીના મંદિરે દર્શન કરીને તેમણે પ્રાર્થના કરેલી કે, “હે પરમાત્મા! મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકું એવો ધનવાન બનાવજે,” પણ પરમકૃપાળુ પરમાત્મા માંડવરાયજીએ એમને એવા અને એટલા ધનવાન બનાવ્યા કે તેઓ હવે હજારનું નહીં પણ દરરોજ લાખો રૂપિયાનું દાન કરે છે અને ભવિષ્યમાં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવાની ઇચ્છા ધરાવે છે. તેમની આવી ઉદાર સખાવતને કારણે ૫૦૦ જેટલાં વિદ્યાધામોનું નિર્માણ તેમના દ્વારા શક્ય બન્યું છે. નાનામાં નાનું ગામડું હોય, જ્યાંના માણસોને કોઈ મોટા ગજાના માણસ સાથે ઓળખાણ ન હોય, પણ દીપચંદભાઈનો સંપર્ક કરે અને એમની નિરાશા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy