SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ પરિષદના સંચાલકો એટલા પ્રભાવિત થયા કે તેમણે પૂ. મહારાજશ્રી પોતાના પ્રતિનિધિ મોકલો એવો આગ્રહ રાખ્યો પરિણામે આ કામ માટે વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. અંગ્રેજી ભાષામાં જૈન ધર્મની અંગેની સુંદર રજુઆત વીરચંદભાઈએ કરી એમની વિદ્વતા અને તુલનાત્મક અધ્યયનશક્તિ ને કારણે પરિષદમાં જૈન ધર્મ વિષેના એમના પ્રવચનથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે અમેરિકામાં ઠેર ઠેર તેમનાં પ્રવચનો યોજાયાં. કર્મ, તત્વજ્ઞાન તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળે વર્ગો શરૂ થયા. અમેરિકાનાં વર્તમાનપત્રોએ તેમનાં પ્રવચનોને અગ્રસ્થાન આપ્યું. વિદેશમાં તેમના પ્રવાસ દરમ્યાન ભારતીય સંસ્કૃતિને શોભે તે રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો હિન્દુ સ્રીઓ, ભારતનો અમેરિકાને સંદેશ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ વ. વિષયોપર જાહેર પ્રવચનો દ્વારા વીરચંદભાઈની પ્રતિભાનો વિદેશીઓનો પરિચય થયો. અહીં એચ. ધરમપાલ તથા સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. વિવેકયુક્ત આહારના પ્રયોગો અંગે મહાત્મા ગાંધીજી સાથે વિમર્શ થયો. નિમંત્રણ મળતાં ૧૮૯૬માં પત્ની સાથે પ્રવચનો આપવા ફરી અમેરિકા ગયા. વીરચંદ ગાંધીએ જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી, પોગા ફિલોસોફી, અનનોન લાઇફ ઓફ જિસસ ક્રાઇસ્ટ વ. ગ્રંથો લખ્યા. પતંગિયુ જેમ એક ફૂલ પર બેસી ઊડીને બીજા ફૂલપર જઈ પરાગરજનું આદાનપ્રદાન કરી ઉપવનને સમૃધ્ધ કરે છે. તેવી જ રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ શ્રમણસંસ્કૃતિસંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગ ધર્મના ઉત્કૃષ્ટ આદર્શોની સુવાસને વિદેશમાં પ્રસરાવી તે કાર્યને ભાવાંજલિ આપીએ. ચીમનલાલ ચકુભાઈ શાહ (ઇ. સ. ૧૯૦૨ - ૧૯૮૩) ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણસીણા ગામમાં ૧૧ માર્ચ ૧૯૦૨ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષા પાણસીણા અને માધ્યમિક અને હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈમાં લીધું હતું. બુદ્ધિની તીવ્રતાને કારણે શિષ્યવૃત્તિ મળતાં કૉલેજ અભ્યાસનાં દ્વાર ખૂલ્યાં અને ક્રમશઃ બી. એ., એમ. એ. અને એલ. એલ. બી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અભ્યાસ–કાળ દરમ્યાન તેલંગ સુર્ણચંદ્રક અને બીજા કેટલાક Jain Education International ધન્ય ધરા ચંદ્રકો મળેલ જે એમની બુદ્ધિ-પ્રતિભાનાં દર્શન કરાવે છે. માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ધારાશાસ્ત્રી તરીકેની નામના મેળવી લીધી. તેનું જ્વલંત ઉદાહરણ છે બ્રિટિશ સરકારમાં પ્રથમ હિંદી સોલિસિટર તરીકેની વરણી. તેઓ સર્વપ્રથમ બ્રિટિશ સરકારના હિંદી સોલિસિટર નિમાયા, જે એમની કાર્યશક્તિ, બુદ્ધિપ્રતિભાનાં દર્શન કરાવે છે. ઇ.સ. ૧૯૪૮માં સ્વતંત્ર ભારતની બંધારણ સભાની રચના થઈ ત્યારે તેમાંના એક સભ્ય તે શ્રી ચીમનભાઈ તેમની યશસ્વી કાર્યશૈલી અને તીવ્ર બુદ્ધિ પ્રતિભાની કદર રૂપે તેઓની લોકસભાની ચૂંટણીના ઉમેદવાદ તરીકે પસંદગી થઈ અને તેમાં સફળતા પણ મળી. ઈ.સ. ૧૯૫૦માં ન્યુઝીલેન્ડમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ થઈ તેમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમની પસંદગી થઈ. ઈ. સ. ૧૯૫૩માં વોશિંગ્ટનમાં ઇન્ટર પાર્લમેન્ટરી યુનિયન અધિવેશનમાં તેમની નિયુક્તિ થઈ. ઈ.સ. ૧૯૫૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકના પ્રતિનિધિમંડળમાં તેમની નિયુક્તિ થઈ. રાજકીય કારકિર્દીની સાથે સાહિત્યિક પ્રવૃત્તિમાં તેઓનો ફાળો ઉલ્લેખનીય અને નોંધપાત્ર છે. કનૈયાલાલ મુનશી પણ તેમની પ્રતિભાથી અજાણ ન હતા. આથી મુનશીજીએ તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીપદે નિયુક્ત કર્યા અને તેમણે ૧૯૩૯થી ૧૯૫૧ સતત બાર વર્ષ સુધી મંત્રી તરીકે સેવાઓ આપી. તેઓ પીઢ પત્રકાર હતા, તેઓ અનેક ટ્રસ્ટો, સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં, જેમાંનાં કેટલાંક સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જૈનક્લિનિક, મુંબઈ જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, શ્વે. જૈન કોન્ફરન્સ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ વગેરે ત્રીસેક ટ્રસ્ટોમાં અત્યંત કાર્યશીલ રહી અનેકવિધ ક્ષેત્રે સેવાઓ પૂરી પાડેલ. તેઓ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. અંગ્રેજી, ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અસાધારણ હતું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય પર મનનીય વ્યાખ્યાન આપતા. જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત ‘પ્રબુદ્ધજીવન'ના તંત્રીપદે તેમણે ઘણાં વર્ષો સુધી સેવાઓ આપી હતી. તેમના પ્રત્યેક લેખમાં વર્તમાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીને ઈતર ઘટનાઓ વિષેના તેમના વિચારો ‘પ્રબુદ્ધજીવન'ના વિશાળ વાચક વર્ગને સુલભ થતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy