SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વીસમી સદી: વિશેષાધ્યના અધિકારીઓ જગતના ઇતિહાસમાં ક્યારેક કોઈ ક્ષણ અમીટ છાપ અંકિત કરી જતી હોય છે. દા.ત. બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ. ક્યારેક કોઈ દિવસ–વાર–તિથિ અમર બની જતાં હોય છે. દશેરા, જન્માષ્ટમી, દિવાળી, નાતાલ, મહાવીરજયન્તી અને ! એવા ચોક્કસ દિવસ કોઈ એક દેશ માટે, કોઈ એક કોમ માટે, કોઈ એક ક્ષેત્ર માટે અમર બની રહે છે. ' I પરંતુ જગતના ઇતિહાસમાં એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ એક આખેઆખી સદી નવા નવા આવિષ્કારોથી, નવી નવી ઘટનાઓથી, નવાં નવાં પરિવર્તનોથી છલકાતી હોય. વીસમી સદી એવી ઘટના છે કે એમાં I કોઈ એક ક્ષેત્રે નહીં, પણ માનવજીવનને સ્પર્શતાં તમામ ક્ષેત્રમાં મહાન પરિવર્તનો નોંધનારી બની રહી. અનેક ક્ષેત્રમાં I ૮૮૫ ખમતીધરોની આપણને ભેટ મળી. ઇતિહાસ મોટે ભાગે રાજકીય ઊથલપાથલો નોંધતો હોય છે, પણ વીસમી સદીએ હું તો એકેએક ક્ષેત્રનાં પ્રતિભાવંતોની નોંધ લેવાની ફરજ પાડી છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનની i I પ્રત્યેક શાખાઓમાં થયેલા આવિષ્કારો દિંગ કરી નાખે એવા છે. ઓગણીસમી સદીના માણસોએ કલ્પનાય કરી નહીં ! હોય કે ‘રાજાશાહી’ નામની રાજકીય વ્યવસ્થા નાબૂદ થશે! બેપગાળું માનવપ્રાણી એવું તો ઊડશે કે ચંદ્ર પર પગલાં માં પાડશે! સુનિતા વિલિયમ્સનું તાજું જ ઉદાહરણ આપણી સામે દેખાય છે. આજ સુધી અદૃશ્ય રહેલા અણુ-પરમાણુને હાથવગા કરીને જગતે જોયાં ન હોય એવાં કારનામા જોવા મળશે! અંધજન જોઈ શકે અને પંગુ પર્વત ઓળંગી શકે i એ ઘટના નજરોનજર બની શકશે! ' I પ્રસ્તુત લેખમાળામાં વિવિધ ક્ષેત્રે જેમણે જેમણે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે તેમના પરિચયો રજૂ કર્યા છે. તેમની ફલશ્રુતિની ભાવથી અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. —સંપાદક વીરચંદ રાધવજી ગાંધી (ઇ. સ. ૧૮૬૪થી ૧૯૦૧) Jain Education International શ્રાવણ વદ ૮ વિ.સ. ૧૯૨૦ની પચ્ચીસમી ઓગસ્ટ ૧૮૬૪ના સૌરાષ્ટ્રના મહુવામાં રાધવજીભાઈ ગાંધીને ત્યાં શ્રી માનબાઈની કુક્ષિએ વીરચંદભાઈનો જન્મ થયો. મહુવા એ ગુજરાતી સાહિત્યના મસ્તકવિ, વિવેચક જટિલ, આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની પુણ્યભૂમિ. વીરચંદભાઈ મહુવામાં પ્રાર્થમિક શિક્ષણ અને ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે સમયે પાલિતાણાના ઠાકોર સાહેબ સાથે શ્રી શત્રુંજય તીર્થ રાંબંધમાં મતભેદ થતાં જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ ૧૮૮૪માં વીરચંદભાઈ તેના મંત્રી બન્યા. ૧૮૯૨માં ચિકાગોમાં વિશ્વ ધર્મપરિષદમાં પૂ. આત્મારામજી (પૂ. આ. વિજયાનંદસૂરિ) ને પરિષદમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું. જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર સાધુઓ માટે વિદેશની મુસાફરી બાધક હતી એટલે તેમણે દિલગીરી દર્શાવી પરિષદના સંચાલકોએ તેને જૈન ધર્મ વિશે મહાનિબંધ લખી મોકલવા જણાવ્યું. ચિકાગો પ્રશ્નોત્તર પુસ્તક તૈયાર કરી મોકલ્યું. તેનાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy