SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૪ બાલશિક્ષણ સંઘના પ્રમુખ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિના સભ્ય, ગાંધીસ્મૃતિના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, કૉલેજ ટીચર્સ એસોસિએશનના કન્વીનર, સર્વોદય કેળવણી સમાજના જોઇન્ટ સેક્રેટરી, ફિલાટેલિક એસોસિએશનના પ્રમુખ, રાજકોટ જેસીસ નોર્થના સ્થાપક પ્રમુખ, શાળાસંચાલકમંડળના સેક્રેટરી, ‘સમન્વય’ સંસ્થાના અગ્રગણ્ય સભ્ય, ગ્રાહકસુરક્ષા સંઘના ટ્રસ્ટી, ગિજુભાઈ જન્મશતાબ્દી તથા તારાબહેન મોડક જન્મશતાબ્દી સમિતિના મંત્રી, ગુજરાત કેળવણી પરિષદ તથા શાળા શિક્ષણ પંચના કારોબારી સભ્ય, નિવેદિતાનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉષાબહેન અને ગુલાબભાઈએ અમેરિકા, કેનેડા, ફ઼્રાંસ તથા ઇટાલીનો પ્રવાસ કરેલ છે. પ્રસિદ્ધિથી અળગા રહેનારાં આ જાની દંપતીને તેમની શિક્ષણ અને સમાજસેવાની કૃતજ્ઞતાના ભાગરૂપે દેશવિદેશમાંથી અનેક એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે, જેનો યશ પોતે ન સ્વીકારતાં પોતાના સાથી કાર્યકરોને અને થયેલા કાર્યને આપે છે. શ્રીમતી ઉષાબહેનને પ્રાપ્ત થયેલા મહત્ત્વના પુરસ્કારોમાં બેસ્ટ જેસીરેટ, ગુજરાત સરકાર તરફથી ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિષદ તરફથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, સરગમ ક્લબ દ્વારા નારીસેવા સમ્માન, ‘સમન્વય’ સંસ્થા દ્વારા ગુજરાતનો શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વુમન ઑફ ધ યર-૨૦૦૨ એવોર્ડ, ઇન્ટરનેશનલ વ્યુઝ હુ ઓફ પ્રોફેશનલ એન્ડ બિઝનેસ વુમન ત૨ફથી ૨૦૦૨ના વર્ષનો પ્રોફેશનલ એન્ડ બિઝનેસવુમન એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી ટોપ ટેન વુમન ઓફ રાજકોટ, ગુજરાત સ્ત્રી-કેળવણી મંડળ તરફથી શ્રીમતી ઇન્દ્રાબા ભોગીન્દ્રરાવ દિવેટિયા એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપવા બદલ સન્માન, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ', ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ ભવન-દિલ્હીમાં ભારત સ્કાઉટ-ગાઇડ દ્વારા સિલ્વર સ્ટાર એવોર્ડ' જેવા એવોર્ડઝ પ્રાપ્ત થયા છે. શ્રી ગુલાબભાઈ જાનીને પ્રાપ્ત થયેલા મહત્ત્વના પુરસ્કારોમાં ‘સમન્વય’ સંસ્થા દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી, બેસ્ટ જેસીઝ એવોર્ડ, બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ ઓફ Jain Education International ધન્ય ધરા એક્સેલન્સ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ, રાલે, નોર્થ કેરોલીના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૧નો અમેરિકન મેડલ ઓફ ઓનર, સોસાયટી ઓફ ગ્લોબલ યુનિટી, દિલ્હી દ્વારા નોબલ સન ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ સક્સેસ એવરનેસ, ન્યૂ દિલ્હી તરફથી ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૨નો મેન ઓફ ધ યર એવોર્ડ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ’, ઇન્ટરનેશનલ બાયોગ્રાફિકલ સેન્ટર, કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ દ્વારા ‘લીડિંગ એજ્યુકેટર્સ ઓફ ધ વર્લ્ડ ૨૦૦૭ એવોર્ડ’ તથા ‘પ્લેટો એવોર્ડ' જેવા એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે. તેમનાં બન્ને સંતાનો પ્રતિભા-સંપન્ન છે. પુત્રી વિભાવરી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અમેરિકાની લુઝિયાના ટેક યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં વડા તરીકે કાર્ય કરે છે. પુત્ર આનંદ એમ. એસ. (કમ્પ્યૂટર સાયન્સ), એમ.બી.એ. થયેલ છે. અમેરિકામાં સાઉથ કેરોલિનામાં કોલંબિઆમાં બ્લુકોસ બ્લુશિલ્ડ કંપનીમાં ઊંચા હોદ્દા પર કાર્ય કરે છે. પુત્રવધૂ કાનન ફિઝિયોથેરાપિસ્ટ છે અને ત્યાંની હોસ્પિટલમાં કાર્ય કરે છે. ઉષાબહેનને વાચન, લેખન, બાગકામ, કલાના નાજુક નમૂનાના સંગ્રહ, સંગીત, પ્રવાસ, ઘર ગોઠવણી તથા બેડમીન્ટનનો શોખ છે. ગુલાબભાઈને વાચન, લેખન, પ્રવાસ, ફોટોગ્રાફી તથા બાગકામનો શોખ છે. આજ દેશિવદેશમાં તેમનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાનોએ રહેલાં છે અને પોતાના સદ્ભાગ્યનો યશ ખૂબ જ નમ્રતાપૂર્વક વંદનીય ગુરુઓ શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈને આપે છે. શિક્ષણક્ષેત્રમાં આ દંપતીને જે સાચું લાગે તે કાર્ય આરંભ કરે છે અને તેને સમાજમાં સ્વીકૃત કરવા સતત પુરુષાર્થ કરે છે. ક્યારેક થાક લાગે ત્યારે બાળદેવોને પ્રસન્ન જોઈ ફરી સ્ફૂર્તિ મેળવે છે. વર્તમાન શિક્ષણવ્યવસ્થા વિશે કોઈ વ્યથા વ્યક્ત કરે ત્યારે આ જાની દંપતીનો એક જ જવાબ હોય કે “અંધકારની ફરિયાદ કરવાને બદલે નાનકડું પ્રકાશિત કોડિયું બની થાય એટલું કરીએ.” અને કવિ શ્રી ઉશનની ઉક્તિઓનું સ્મરણ કરતાં હસતાં-હસતાં જણાવે કે— For Private & Personal Use Only કોક જણે તો કરવું પડશે, ભાઈ! એક જણે તો કરવું પડશે, ભાઈ! કશુંયે ન કરવાની કેવી તામસ આ હરીફાઈ?’' www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy