SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૮૮૩ રજતજયંતીની ઉજવણી ચીલાચાલુ ઢબે ન બની રહેતાં જાની દંપતીએ આત્માના અવાજના પ્રભુત્વનો સ્વીકાર કરી એક નવતર પ્રયોગ એટલે કે નિરંતર શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી. અહીં સમાજના કોઈપણ વર્ગના, કોઈપણ ઉંમરમાં, કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવતાં લોકો માટે કશા જ અવરોધ વગર શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષમતા પ્રાપ્ત કરવાનાં દ્વાર ખુલ્લા કર્યા. ઉષાબહેન મહિલા શસક્તિકરણનાં હિમાયતી છે. બહેનો સ્વનિર્ભર થઈ ગૌરવપૂર્ણ જીવન જીવે તે માટે આર્થિક સ્વાવલંબન જરૂરી છે. નિરંતર શિક્ષણ કેન્દ્રમાં ફેશન ડિઝાઇનિંગ અને ગારમેન્ટ મેકિંગ, કયૂટરશિક્ષણ, પ્રિ–પી.ટી.સી. કૉલેજ, હોમ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરી, સંગીત, નૃત્ય, યોગ્ય વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ, ઔષધીય ઉપવન, કૂકિંગ વર્કશોપ અને વેકેશનના સમયની વૈવિધ્યપૂર્ણ તાલીમોનું આયોજન કરેલ છે. ગુજરાતના જાણ્યા-અજાણ્યા ખૂણામાં પ્રશસ્તિની ખેવના વગર કાર્યરત ઋષિ શિક્ષકોને શોધી તેમને સન્માનિત કરી આ શિક્ષકજગતને પ્રેરણાના આદર્શો રજૂ કરવા છેલ્લાં ૧૧ વર્ષથી ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ એવોર્ડ પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્રે નિષ્ઠાથી કાર્ય કરતાં શિક્ષકને આપવામાં આવે છે. શિક્ષકોને શિક્ષણસંસ્થાઓ દ્વારા અપાતા આ પ્રકારના એવોર્ડમાં ગુજરાત રાજ્યમાં આ એવોર્ડ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે. આ કાર્યમાં પ્રથમ બે વર્ષ હરિ ૐ આશ્રમ, નડિયાદ અને ત્યારબાદ શેર એન્ડ કેર ફાઉન્ડેશન, યુ.એસ.એ.નો આર્થિક સહયોગ મળેલ છે. ગાંધીજીના આદર્શો અને વિચારોને વરેલાં આ જાનીદંપતીએ નિશ્ચય કર્યો ગાંધીજીના એકાદ વિચારને મૂર્તિમંત કરવાનો. ગાંધીજીની મુખ્ય ચિંતા હતી આઝાદી પછીના ભારતનાં ગામડાંઓના શિક્ષણની. આ વિચારને પકડીને ગ્રામ્ય શાળાઓની શિક્ષણ સુધારણાનો એક પ્રોજેક્ટ વિચાર્યો. ‘સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ' ચૌદ વર્ષ પૂર્વે ૧૭ ગ્રામ્ય શાળાઓ અને ૬૦૦૦ વિદ્યાર્થીઓના ઉત્કર્ષની જવાબદારી સાથે ૧૯૯૪માં પ્રારંભ થયેલ આ પ્રોજેક્ટથી આજે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ૪૩ ગામડાંની ૬૦ શાળાઓના ૪૫૦ શિક્ષકો અને ૧૮000 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુ.એસ.એ.ની શેર એન્ડ કેર ફાઉન્ડેશન સંસ્થાનો આર્થિક સહયોગ રહેલો છે. શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈ શૈક્ષણિક વિચારોના પ્રસાર માટે ‘સમુગાર' ત્રૈમાસિકનું પ્રકાશન કાર્ય કરે છે. આ સામયિકને તેની ગુણવત્તાને કારણે ગુજરાતી ડાયજેસ્ટ તરીકે વાચકો અને શિક્ષણસંસ્થાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યું છે. “સમુદ્ગાર'માં પ્રકાશિત થતાં શ્રી ગુલાબભાઈ જાનીના તંત્રીલેખ શિક્ષણજગત માટે પ્રવર્તમાન સ્થાનિક અને જાગતિક સમસ્યાઓને ઉજાગર કરનારા હોય છે. વાચકો તરફથી જે પ્રતિભાવ મળતા રહે છે તે ખૂબ જ પ્રોત્સાહક હોય છે. અમને આનંદ છે કે ‘સમુગાર'ના એવા વાચકો પણ છે કે જેમણે આજ સધીના પ્રકાશિત થયેલા બધા જ પ૬ અંકો સંગ્રહિત કરેલ છે. પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સમય મેળવીને શિક્ષણ અને સાહિત્યના વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખી બન્નેએ ‘સિસ્ટર નિવેદિતા સ્મૃતિગ્રંથ', ‘સિસ્ટર નિવેદિતા શિશુ અંક', ‘સિસ્ટર નિવેદિતા દશાબ્દી મહોત્સવ વિશેષાંક', “સિસ્ટર નિવેદિતા રજત જયંતી મહોત્સવ વિશેષાંક’, ‘ફૂલોના હસ્તાક્ષર', “બે-પાંચ ફૂલડાં', “પુનિત તપયાત્રા-સિસ્ટર નિવેદિતા', “લોકમાતા નિવેદિતા', “વત્સલ વિદ્યાપુરુષ-પ્રિન્સિપાલ ડી. પી. જોશી', બાલવિકાસ યાત્રા', “પાથેય, શ્રેષ્ઠ વિદેશી બાલવાર્તાઓ', “મા તે મા’, ‘વોલ્ટ ડીઝની’, ‘ફ્લોરેન્સ નાઇટિંગલ, ‘તે શિક્ષક કહેવાય’, ‘તેજસ્વિની', ‘એક સંકલ્પ : એક તપ', ‘ગાંધી દર્શન’, ‘સ્મરામિ સુન્દરમ્’ જેવાં પુસ્તકો લખ્યાં છે અને પ્રકાશિત કર્યા છે, જે સાહિત્યની ઉત્તમ કોટિ સમાં છે. ઉષાબહેન અને ગુલાબભાઈ બન્નેને વાંચવાનો અને અન્યને વાંચતાં કરવાનો અનહદ શોખ છે. આ માટે તેઓ વાચનશિબિરો, “લેખિની’ની પ્રવૃત્તિ અને ગ્રંથગોષ્ઠિની પ્રવૃત્તિ ચલાવે છે. ઉષાબહેન અને ગુલાબભાઈનું સામાજિક જીવન પણ વિવિધતાઓથી સભર છે. ઉષાબહેન ૨૮ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે જેમાં અખિલ હિન્દ મહિલા પરિષદની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય, અખિલ હિન્દ મહિલા પરિષદ, સૌરાષ્ટ્ર શાખાના મંત્રી, ગુજરાત રાજ્ય સ્કાઉટ-ગાઇડ સંઘના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લાના ગાઇડ કમિશ્નર, જેસીરેટના સ્થાપક પ્રમુખ, સ્ત્રીનિકેતન, સ્નાતિકા મિલનના મંત્રી, નૈતિક સ્વાસ્થ સંઘ, સંસ્કૃત વિશ્વ પરિષદ, રામકૃષ્ણનગર મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, અંધ મહિલા વિકાસગૃહ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઓલ ઇન્ડિયા રેડિઓની સલાહકાર સમિતિનાં સભ્ય, સૌરાષ્ટ્ર હોર્ટિકલ્ચર સોસાયટીનાં હોદ્દેદાર રહી ચૂક્યાં છે. મહિલા જાગૃતિ અને શક્તિકરણના હિમાયતી છે. ગુલાબભાઈ ગુજરાતની જુદી જુદી ૩૫ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે. ગુલાબભાઈ ગુજરાત રાજ્ય નૂતન Jain Education International For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy