SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ પિતાએ તેમને માતાની ખોટ ક્યારેય લાગવા ન દીધી. પિતાએ વારસામાં કેળવણી, વાચન અને પુસ્તકપ્રેમ આપ્યાં. પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ઉષાબહેને દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય, અલિયાબાડામાં અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકેની સેવાઓથી કર્યો, પરંતુ નિશ્ચય કર્યો આજીવન વિદ્યાર્થીની બની રહેવાનો. ગુલાબભાઈ ધર્મેન્દ્રસિંહજી કૉલેજની સરકારી નોકરી છોડી પ્રિન્સિપાલ હરસુખભાઈ સંઘવીની સાથે સર્વોદય કેળવણી સમાજની વિરાણી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા. ગાંધી વિચારથી રંગાયેલા અને શિસ્તના આગ્રહી પ્રાધ્યાપક ગુલાબભાઈએ કૉલેજના વિદ્યાર્થિઓને ખાદીનો ગણવેશ પહેરતાં કર્યા. ઉષાબહેન તથા ગુલાબભાઈ કૉલેજમાં સહાધ્યાયી હતા ત્યારે. સાથે બેસીને વાંચેલા નોર્મન કઝીન્સના પુસ્તક ‘વી ટુ ગેધર’ની બુનિયાદ પર સાથીમાંથી જીવનસાથી બન્યાં. ગાંધીજીએ પ્રબોધેલી સાદાઈથી લગ્નવિધિ સંપન્ન થયો. બંનેએ વ્રત લીધું, આજીવન આભૂષણ ન પહેરવાનું અને ‘સહ વીર્યમ્ રવાવષે ।' ના મંત્ર સાથે કૉલેજમાં સાથે બેસીને સેવેલાં સપનાંઓ સાકાર કરવા કૃતિશીલ થયાં. જાની દંપતી પ્રારંભથી જ ગાંધીજી, વિનોબા, શ્રી શ્રીમા શારદામણિદેવી, પૂ. રામકૃષ્ણદેવ અને વિવેકાનંદજીના વિચારોથી રંગાયેલા. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી આત્મસ્થાનંદજીના પ્રેમાગ્રહથી તેઓ આશ્રમનાં દીક્ષિત થઈ ચૂક્યાં હતાં. ૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાની જન્મશતાબ્દી ભારતભરમાં ઊજવાઈ રહી હતી ત્યારે ઉષાબહેન અને ગુલાબભાઈએ કૉલેજોમાં સિસ્ટર નિવેદિતાના પ્રદાન અંગેનાં વ્યાખ્યાનો ઉત્સાહભેર યોજ્યાં. કૉલેજમાં સુંદર કામ કરવા બદલ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીએ અભિનંદન આપ્યાં અને સાથોસાથ કૉલેજ-શિક્ષણને બદલે સિસ્ટર નિવેદિતાની જેમ બાળશિક્ષણ અને મહિલા-ઉત્કર્ષનું પાયાનું કામ હાથ ધરીને સાચી અંજલિ આપવા પ્રેરક સૂચન કર્યું. સ્વામીજીના આદેશનો સ્વીકાર કરી બન્નેએ કૉલેજ-યુનિવર્સિટીની લાભપ્રદ અને એશોઆરામવાળી ઉચ્ચ કારકિર્દીનો ત્યાગ કરવાનો અસામાન્ય નિર્ણય લીધો અને ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. રામકૃષ્ણનગરના પોતાના ઘરમાં ૧૭ વિદ્યાર્થીઓની સંખ્યાથી સિસ્ટર નિવેદિતા બાલમંદિરનો પ્રારંભ કર્યો. વાલીઓના પ્રેમાગ્રહને વશ થઈ ૧૯૬૯માં જ્ઞાનદીપ પ્રાથમિક શાળા અને ૧૯૭૦માં જ્ઞાનજ્યોત માધ્યમિક શાળાનો Jain Education International ધન્ય ધરા પ્રારંભ કર્યો. સંસ્થાનો ધ્યેય મંત્ર છે : ‘સવિવાર અન્વીક્ષામદે’અમે સદ્વિચારની શોધ કરીએ છીએ. ૧૯૬૮માં જાની દંપતીએ વાવેલું બીજ તેમના અથાગ પ્રયત્ન અને તપથી આજે શિક્ષણનું વિશાળ વટવૃક્ષ બની ગયું છે. પોતાનાં ચોક્કસ મૂલ્યો અને સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને આ શિક્ષણસંસ્થાએ ગુણાત્મક વિકાસ કર્યો છે. બાલમંદિરથી માંડીને ધોરણ દસ સુધી એક જ વર્ગ અને બધી જ શિક્ષણશાખાઓનો એક જ સમય. મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ અને સહશિક્ષણ એ ચાર આ ઇમારતના પાયા છે. આ શિક્ષણ સંસ્થા ગાંધીવિચારશ્રેણીનાં પ્રભાવક મૂલ્યોની સાથેસાથે શિક્ષણની અદ્યતન ટેક્નોલોજી અને કમ્પ્યૂટર શિક્ષણનો શિક્ષણમાં વિનિયોગ કરનારી ગુજરાતની પ્રારંભની શાળાઓ પૈકીની એક રહી છે. ગુજરાતી માધ્યમ હોવા છતાં આધુનિક યુગની જરૂરિયાતોને નજરમાં રાખીને ઉત્તમ અંગ્રેજી શિક્ષણ આપવાની અહીં વ્યવસ્થા થયેલી છે. શિક્ષણમાં અનેક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમાં પ્રોજેક્ટ-પદ્ધતિ, હસ્તલિખિત અંકપ્રશન, વાચનશિબિરો, શાળામાં બુકશૉપ, મૂલ્યશિક્ષણ વગેરે મુખ્ય છે. આ પૈકીના કેટલાક ધ્યાનાકર્ષક પ્રયોગોનો ગુજરાત સરકારે સ્વીકાર કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરાવેલ છે, જે આ પ્રયોગોની સફળતાનું પ્રમાણ છે. જાની દંપતી અવારનવાર કહે છે કે “અમારું કામ ‘સારો માણસ તૈયાર કરવાનું છે”. શિક્ષણનું કાર્ય બાળકને સારો માણસ, સારો નાગરિક, સારો ભાવક અને સારો સર્જક તૈયાર કરવાનું છે. બાકીની યોગ્યતાઓનો આપમેળે પ્રાદુર્ભાવ થશે. શાળાની મુલાકાતે ભારત અને ગુજરાતના સાહિત્યકારો, કલાકારો, અધ્યાત્મપુરુષો, અધિકારીઓ, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રના માંધાતાઓ પધારે છે અને પ્રેરણા આપે છે. સિસ્ટર નિવેદિતા સ્કૂલને ગુજરાત રાજ્યનો ૧૯૯૦-’૯૧ના વર્ષ માટેનો ‘ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ' પણ પ્રાપ્ત થયો છે. શૈક્ષણિક ગુણવત્તામાં શ્રેષ્ઠતાની આ પરંપરા ચાલુ જ રહી છે. ડિસેમ્બર–૨૦૦૭માં સિસ્ટર નિવેદિતા સ્કૂલને સરકારશ્રી દ્વારા રાજકોટની શ્રેષ્ઠ શાળા જાહેર કરી સન્માનિત કરી પ્રશસ્તિપત્ર અને રૂ. દસ હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કારથી શિક્ષણજગત દ્વારા જાણે કે સંસ્થાનાં સ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાનીના શૈક્ષણિક તપનો ઋણસ્વીકાર કરી ભાવાંજલિ અર્પવામાં આવી. સંસ્થાના ચાલીસમાં જન્મદિનને વધાવવામાં આવ્યો! સંસ્થાના પ્રારંભને ૨૫ વર્ષ પૂરાં થયાં ત્યારે તેની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy