SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ .. ટળી જાય. જે ગામ સાથે, જે પ્રજા સાથે દીપચંદભાઈને કંઈ પણ સંબંધ નથી, જ્યાં ક્યારેય એમને જવાનું નથી ત્યાં પણ નિઃસ્વાર્થ ભાવથી, નરી શિક્ષણ પ્રીતિથી અને માનવતાવાદી દૃષ્ટિબિંદુથી તેઓ પોતાની સિદ્ધિલક્ષ્મીને વહાવે છે. ઉદાર અનુદાન કરે છે અને સંસ્થા સાથે પોતાનું નહીં પણ પુત્રો, પૌત્રો, પૌત્રી, પત્ની અને પુત્રવધૂઓને દાન આપવાની સતત પ્રેરણા આપવાના હેતુથી તેઓનાં નામ જોડીને એક વિદ્યાલયનું નિર્માણ થાય એ માટે નિર્મમભાવે સહાયભૂત થાય છે. ભારતીય સંસ્કૃતિના ઉદાર દાતાઓના, આવા કારણે, તેઓ ખરા અર્થમાં તેજસ્વી વારસદાર બન્યા છે. પ્રાથમિકથી માંડીને પોસ્ટગ્રેજ્યુએટ અને પીએચ.ડી. કક્ષા સુધીના શિક્ષણ માટે તેઓ અનુદાન આપતા રહ્યા છે, ઉપરાંત આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, કૃષિ, એન્જિનિયરિંગ, ફાર્મસી, આઈ.ટી.આઈ. અને પોલિટેક્નિક જેવી વિદ્યાશાખાને આવરી લેતો તેમનો દાનપ્રવાહ ભારે વ્યાપક છે. કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ વગર સમગ્ર સમાજ માટે દાનનો પ્રવાહ વહેવડાવી રહેલ દીપચંદભાઈ એ રીતે માનવસેવાના વ્રતધારી છે. તેમની વ્યાપક ધર્મભાવના તેમને ખરા અર્થમાં આપણી ભવ્ય મહાજનપરંપરાના ઉજ્જવળ અને તેજસ્વી વારસદાર તરીકે સ્થાપે છે. આસામ, બિહાર અને ગુજરાતનાં આ વિદ્યાલયો માટે તેમણે પૂરી અનુકંપા, સદ્ભાવ અને સમભાવથી જે રીતે અનુદાન અર્પણ કરીને વનવાસી પ્રજાના વિકાસમાં યોગદાન આપ્યું એ તેમના સંવાદી વ્યક્તિત્વનું ઊજળું ઉદાહરણ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રૂપિયા સો કરોડના દાનથી અદ્યતન સુવિધા ધરાવતી મેડિકલ કોલેજ અને એ સાથે હોસ્પિટલનું નિર્માણ તથા સાથે-સાથે પેરામેડિકલ અભ્યાસક્રમો અને સંશોધન માટેનું તેમનું ઊંડી સૂઝપૂર્વકનું આયોજન સમગ્ર ભારતને સ્વનિર્ભર વિદ્યાધામ કેવું માનવકેન્દ્રી અને સેવાકેન્દ્રી હોય એનું આદર્શ માળખું પ્રત્યક્ષ ઉદાહરણરૂપે પૂરું પાડે છે. સૌરાષ્ટ્રની શારદાગ્રામ કૉલેજ હોય, મધ્યપ્રદેશની ઉજ્જૈનની મેડિકલ કૉલેજ હોય કે લખતરની ફાર્મસી કૉલેજ હોય કે મુંબઈની ફાધર અહનેસ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ, જૈન એકેડેમી, હોમસાયન્સ, અંગ્રેજી, કેમેસ્ટ્રી, એમ.બી.એ., એમ.સી.એ., એકેડેમિક સ્ટાફકોલેજ, માનવઅધિકાર ભવન આદિ વિદ્યાભવનો તેમની ઉદાર સખાવતથી બંધાયાં છે. આ બધાંનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય સુવિધાપૂર્ણ અને આધુનિક ઉપકરણોથી સભર છે. સંપત્તિનો સૂઝપૂર્વક Jain Education International ધન્ય ધરા વિદ્યાક્ષેત્રે વિનિયોગ કરવાની તેમની આવી દાનવીર અને સૂઝપૂર્ણ વૃત્તિ દીપચંદભાઈને અનોખા દાનવીર તરીકેની મુદ્રા અર્પે છે. કરકસર, પણ ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દ્રવ્યનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવી ખેવના રાખવી એ તેમની આગવી - ઓળખ છે. ઉત્તમ વિદ્યાભવનોના નિર્માણ ઉપરાંત વિદ્યાર્થીઓના નિવાસ માટે છાત્રાલય-હોસ્ટેલ નિર્માણ માટે પણ તેઓ પૂરા પ્રોત્સાહક રહ્યા છે. કડીનું કન્યા છાત્રાલય, બક્ષીપંચનાં છાત્રાલયો, વનવાસી વિદ્યાર્થી માટેનાં એમના વિસ્તારમાંનાં છાત્રાલયો, યશોવિજયજી ગુરુકુળ-પાલિતાણા, બોયઝ હોસ્ટેલસોનગઢ જેવાં અનેક સુવિધાપૂર્ણ છાત્રાલયોનાં નિર્માણ માટે પણ પૂરા પ્રોત્સાહક રહ્યા. પોતે વેઠેલી પીડા અને અસુવિધાઓથી સાંપ્રત યુવાનોને છુટકારો મળે એ માટેની એમની આ સેવાકીયવિદ્યાકીય પ્રવૃત્તિ એમની માનવતાવાદી અને વિદ્યાપ્રેમી પ્રકૃતિની ઘોતક છે. અનેક યુવાનોની કારકિર્દીના ઘડવૈયા બનીને, ભારતના તેજસ્વી વિદ્યાર્થીને વિકાસની તક પૂરી પાડીને તેમણે મોટી રાષ્ટ્રસેવા કરી છે. વિદ્યાભવનનિર્માણ, છાત્રાલયનિર્માણ ઉપરાંત વિદ્યાકીય ઉપકરણોની સહાય પણ તેઓ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર, સેમિનાર હોલ, પીએચ.ડી. લેબોરેટરી, રીડિંગ રૂમ અને ગ્રંથાલય કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંગે પણ અનુદાન ફાળવતા, જરૂરિયાતમંદને જરૂરી વિદ્યાકીય સાધનસામગ્રી પૂરી પાડનારા દાતા તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. ઉપરાંત વિકલાંગ કે શારીરિક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યાકેન્દ્રોના તેઓ જનક રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય, વિદેશના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટેની તેમની તત્પરતા તેમની નરી વિદ્યાકીય પ્રવૃત્તિની પરિચાયક છે. સંશોધન માટે અનુદાન એ પણ તેમનો દાતા તરીકેનો એક અભિનવ અભિગમ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીભવનનું જૈન એકેડેમી રિસર્ચ સેન્ટર, ચેન્નાઈની અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી સંશોધનસંસ્થાઓ દ્વારા ઉચ્ચ પ્રકારનું સંશોધન થાય એ માટે તેઓ મદદરૂપ થતા રહ્યા છે. ઉપરાંત વિદેશમાં પરિસંવાદમાં પેપરવાચન માટે પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિસંવાદોના આયોજનમાં પણ સહયોગ આપે છે. વિદ્યાર્થીઓને–વિદ્વાનોને સમ્માન-પારિતોષિક માટે પણ ઉદાર દિલે સખાવત કરે છે. તેમની આવી વ્યાપક રૂપની વિદ્યાકીય શિક્ષણક્ષેત્રની સૂઝપૂર્વકની અને વૈવિધ્યપૂર્ણ દાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy