SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૦ ઓસવાળ સમાજના શ્રી પ્રેમચંદ પોપટ ચંદરિયા, જેઓ ઇસ્ટ આફ્રિકા અને હાલારમાં બાહોશ વ્યાપારી તરીકે જાણીતા હતા, તેઓ રમણિકભાઈના પિતાશ્રીના મિત્ર હતા. તેમણે રમણિકભાઈને જામનગરમાં નથુભાઈ ખેતશીની પેઢીમાં કામ અપાવ્યું. કંપનીનો હિસાબ-કિતાબ અને કાગળો વ્યવસ્થિત કરવાનુ કામ રમણિકભાઈને સોંપાયું. સારા સંજોગો થતાં બીજા ત્રણ ભાઈઓની ભાગીદારીમાં બ્રાસપાર્ટનો ધંધો શરૂ કર્યો. તા. ૫-૧૨-૧૯૬૫ના રોજ લીલાવંતીબહેન સાથે લગ્ન થયાં. સાક્ષાત્ લક્ષ્મીનાં પગલાં ઘરમાં પડતાં જ ધંધો ધમધોકાર ચાલ્યો અને ભાગીદારીમાંથી છૂટી મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ' નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, જે હજી ચાલે છે. ૧૯૭૧માં હરિયા એક્સપોર્ટ લિ.માં ડાયરેક્ટર થયા. રમણિકભાઈને હવે સામાજિક કાર્યો અને સમાજનાં નબળાં, અભણ, અજ્ઞાન લોકોને મદદ કરવાની લગન લાગી. આ માટે તેમણે કો. ઓપ. બેન્કના ડાયરેક્ટર તરીકે અને ગૌસેવા મહાઅભિયાન ટ્રસ્ટ, કે. જે. દોશી મહિલા કોલેજ ટ્રસ્ટ, નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ, નવાનગર બેન્ક, અંગ્રેજી માધ્યમની પોલિટેકનિક કોલેજ, અંગ્રેજી માધ્યમની શાળા, અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ, બી.બી.એ. અને એમ.બી.એ. કોલેજ વગેરે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરી જે–તે ક્ષેત્રને વિકસિત કર્યા. અહીં લખી છે એ સિવાય પણ ઘણી જ સંસ્થાઓમાં રમણિકભાઈ વિવિધ સ્વરૂપે સેવા આપી રહ્યા છે. રમણિકભાઈને મળતા યશમાં એમનાં ગુણવાન પત્ની લીલાવંતીબહેન પણ સરખાં ભાગીદાર છે. ઓસવાળોના ગૌરવસમા ‘આરાધના ધામ’ અને ‘કુંવરભાઈની ધર્મશાળા' એના પુરાવા છે. શ્રીમતી લીલાવંતીબહેન સામાજિકક્ષેત્રે ઘણું યોગદાન આપે છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મહિલા કો. ઓપ. બેન્કના સ્થાપક, ડાયરેક્ટર, ‘સ્રીનિકેતન સેવા સંસ્થા' વગેરેમાં સેવા આપે છે. એમના બંને પુત્રો સોનીલ અને હિમેશ બંને બી.કોમ. કરી હાલમાં પોતાનાં ઉદ્યોગ-વેપાર સંભાળે છે. સોનીલભાઈનાં પત્ની મીનાક્ષીબહેન અને હિમેશભાઈનાં પત્ની રૂપલબહેન આદર્શ પુત્રવધૂની ભૂમિકા ભજવે છે. પરિવારનાં દરેક કાર્યોમાં પૂરતો સહયોગ આપે છે. એમની દીકરી પતિ કમલેશને એના ધંધામાં સાથ આપે છે. અંતે આપણે આ પરિવારને શુભેચ્છા પાઠવી ખૂબ સમાજસેવા કરી શકે અને સામાજિક, ધાર્મિક, આર્થિક, વ્યાપારિક તમામ ક્ષેત્રે સફળતાને વરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. Jain Education International ધન્ય ધરા સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા દુઃખ સંતપ્ત માનવીના સહારા સમાન સ્વ. અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. કોઈપણ જ્ઞાતિના ભાઈબહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરતા નહીં. કેળવણી પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો. તેનું દર્શન તેમના વતન ઉમરાળાની કન્યાશાળાને જાતે તથા નાનાભાઈની સાથે અડધા લાખ જેટલી રકમ ફંડમાં સ્વેચ્છાએ આપી તેમાં થાય છે. તેટલી જ બીજી રકમ પણ તેઓએ વતનને આપી પોતાનું ગૌરવ જાળવી રાખ્યું. પૂનાના પ્રો. જયશંકર પિતાંબર અથિતિગૃહને પણ સારી એવી રકમ આપેલ છે. મુંબઈ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને તેમણે ઉચ્ચશિક્ષણ નિધિ માટે સત્તર અઢાર હજારની રકમ આપી છે. જ્ઞાતિસેવા અને કેળવણી પ્રત્યેનો તેમનો પ્રેમ અઢળક છે. ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગને તેઓએ વારંવાર મદદ આપી છે. આ ઉપરાંત વૈદકીય સંસ્થાઓ, ઇસ્પિતાલો, અનાથાશ્રમો, ધર્મસ્થાનો અને એવી અનેક બીજી સંસ્થાઓને ઉદાર દિલથી મદદ કરી છે. સામાન્ય માણસમાંથી ધનાઢ્ય ઉદ્યોગપતિ બનવા છતાં દયા અને ઉદારતાના સાગર સમાન હતા. તેમની રહેણી કરણી સાદી હતી અને ધનનો ઉન્માદ, થનગનાટ, અભિમાન, વિલાસીતા કે અતડાપણું તેમનાં હૃદયમાં સંચાર થવા પામ્યા ન હતા. તેઓ મિલનસાર, મધુવાચી અને વિનમ્ર અદના સેવાભાવી જ છેક સુધી રહ્યા હતા. તેઓ ધર્મશીલતા અને ધર્મરાગમાં પણ યજ્ઞ, યજ્ઞાદિ, શ્રીમદ્ શંકરાચાર્યજીની પધરામણી અને સરભરા, કથાકીર્તન, મંદિરો અને ધર્મસ્થાનોને ભેટ વગેરે અનેક ધાર્મિક સદ્કાર્યો વડે ધર્મભાવનાને ઉચ્ચ બનાવી હતી. દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની ફરજ બજાવવાનું કદી ભૂલ્યા નથી. તેમણે દેશની, રાજ્યની, સમાજની પ્રવૃત્તિઓને અપનાવી, પોષી ઉત્તેજન આપ્યું. તેઓ કુટુંબીજનો પ્રત્યે પણ હંમેશા અત્યંત માળાળુ, સ્નેહભીનું વર્તન રાખતા. મિત્રો, સંબંધીઓ અને ધંધાદારીઓ તેમના પરિચયમાં આવી વ્યક્તિત્વથી પ્રભાવિત બનતા. એમની ધીરગંભીરતા એમનો સ્નેહ વગેરે ઉમદા ગુણોને લીધે કુટુંબના બાળકોની પેઠે “શેઠદાદા' કહીને સંબોધતા. આજે પણ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અનેક ગુણોની તેમના ધંધાદારી સાથીઓ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપી, સાચા રાહ પર લાવી નિરાશા છોડી પ્રયત્નશીલ બની પ્રોત્સાહિત કરતા. આથી જ તેમના મિત્રો તેમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવી, ગુણો યાગ કરી ભાવભીની અને આદરપૂર્વકની અંજલિઓ આપે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy