SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અલગ છાપ ઊભી કરી અને નામના મેળવી. ૧૦૦ એક્સપોર્ટ યુનિટ સ્થાપી તેનાથી દેશને સારું એવું હૂંડિયામણ કમાવી આપે છે. એ પ્લાન્ટને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. સમય જતાં આપે અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં પણ ઝંપલાવી સારી એવી નામના મેળવેલ ત્યારબાદ સ્ટીલ પ્લાન્ટ પણ સ્થાપેલ. સમય જતાં આપે ડાયસ (લેધર કલર) બનાવવાના ઉદ્યોગમાં ઝંપલાવી તેની ઉચ્ચ ક્વોલિટીની બનાવટનું દેશવિદેશમાં વેચાણ કરી સારી એવી નામના મેળવેલ છે. ટૂંકમાં આજે ફાયરહોઝ હોય કે ડિહાઇડ્રેટની બનાવટો કે ડાયસ (લેધર કલર) તમામમાં આપે આધુનિક ટેક્નોલોજીથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બનાવી આજે દેશવિદેશમાં ફક્ત છતરિયાના નામથી જ માલનું વેચાણ થાય તેવી એક અનોખી ખ્યાતિ મેળવેલ છે. અનેક સંસ્થાઓમાં સક્રિયઃ સમાજની જરૂરિયાતને અનુલક્ષીને ક્રમે ક્રમે નવા ફેરફારો, નવું સંશોધન એ તેમના કામની ખાસ વિશિષ્ટતા છે. ઉમદા અને આદર્શવાદી, ભેદભાવ અને પક્ષપાત વગરના વિચારો ધરાવતા શ્રી સમસુદ્દીનભાઈનું મહુવા લાયન્સ ક્લબ, કેળવણીસહાયક સમાજ, મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટ એક્સપ્લોઝિવ ડીલર્સ એસોસિએશન, મહુવા લોખંડ હાર્ડવેર એસોસિએશન, મહુવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ નાનીમોટી અનેક સંસ્થાઓમાં તેમનું પ્રથમ હરોળનું સ્થાન છે. તેઓનો સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ અને સાદા જીવન તથા ઇમાનદારીથી સમગ્ર ઉદ્યોગજગત તથા તેઓની દાઉદી વહોરા જમાતમાં સારું એવું માનપાન પામ્યા છે. તેઓ ફક્ત ઔદ્યોગિક, સામાજિકક્ષેત્રમાં જ નહીં, પરંતુ ધાર્મિકક્ષેત્રમાં પણ ખૂબ જ કાર્યરત છે. તેઓએ પોતાના ધર્મના વડા હીઝ હોલિનેસ તરફથી ૧૯૯૮માં ધર્મના ઉચ્ચ વિચારો અને સેવાભાવી તરીકે ગણી ઉચ્ચકક્ષાની (શૈખ)ની ડિગ્રી આપેલ છે. આપે મહુવા ખાતે વહોરા જમાતની સૌરાષ્ટ્રની સૌથી મોટી મસ્જિદ બનાવવામાં તન, મન અને ધનથી સારો એવો ફાળો આપેલ. તેઓ તેઓનાં દેશ અને વિદેશનાં ધાર્મિક સ્થાનોની દર વર્ષે ઝિયારત (જાત્રા) કરવા જાય છે. આ ઝિયારત (જાત્રા) તેઓ ફક્ત એકલા નહીં પરંતુ પોતાની જમાતનાં ગરીબ લોકોને પણ સાથે લઈ જાય છે. એ તેઓની એક પરોપકારી વૃત્તિ છે. હુવાની બીજા ધર્મની અનેક સંસ્થાઓમાં પણ તેઓ ટ્રસ્ટી રીકે સેવા આપે છે. Jain Education International ate મહુવાના રહેવાસી અને વિશ્વવિખ્યાત પરમ પૂજ્ય સંત શ્રી મોરારિબાપુ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. અને જ્યારે જ્યારે મહુવામાં બાપુની રામકથાનું આયોજન થાય ત્યારે ત્યારે આ કથામાં આગલી હરોળમાં આપની હાજરી અચૂક હોય જ. તે દ્વારા તેઓ કોમી એકતાની એક અનોખી ભાત પાડી રહ્યા છે. આજે ૬૭ વર્ષની ઉંમરે પણ સજાગતા, સ્ફૂર્તિ તથા ધગશથી પોતાનો બિઝનેસ વિકસાવવામાં, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી અને પોતાના વિશાળ કુટુંબમાં સૌથી વડીલ હોઈ કૌટુંબિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી પોતાની સામાજિક, ધાર્મિક અને કૌટુંબિક ફરજોને યોગ્ય રીતે ન્યાય આપી દરેકના હૃદયમાં એક અનેરું સ્થાન ધરાવે છે. તેમની ધંધાકીય સૂઝ, સાહસિકતા, દીર્ઘદૃષ્ટિ, ઉમદા અને આદર્શવાદી અને પક્ષપાત વગરના વિચારો અને વ્યવહારકુશળતાથી મહુવાના ઔદ્યોગિક જગતમાં એક આગવું સ્થાન ધરાવે છે. આપનું જીવન દરેકને માટે એક આદર્શ ઉદાહરણ છે. પુરુષાર્થના પ્રતીક સમા શ્રી રમણિકલાલ કેશવજી શ્રી રમણિકભાઈ પ્રબળ પુરુષાર્થ અને દૃઢ સંકલ્પે એક સામાન્ય માનવીમાંથી જાણીતી સંસ્થા બન્યા. શૂન્યમાંથી નવસર્જન કર્યું. તેમના કોમળ હૃદયમાં ગરીબ, તવંગર સૌને માટે સરખું સ્થાન છે. માતા પાનીબહેનના પેટમાં હતા ત્યારે જ પિતાનું છત્ર ગુમાવ્યું, પરંતુ માતા પાનીબહેને માની મમતા અને પિતાનો પ્રેમ તથા પ્રોત્સાહન બંને આપ્યા. ચાંપાબેરાજા નાનું ગામ. ચાર ધોરણ સુધી ત્યાં અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે લાખાબાવળ ગયા. ત્યાં સાતધોરણ સુધી ભણ્યા. પછી વિસા ઓસવાળ બોર્ડિંગમાં રહી નવાનગર હાઇસ્કૂલમાં રમણિકભાઈ ધોરણ-૧૧ સુધી ભણ્યા. આર્થિક સંકડામણના કારણે આગળ અભ્યાસ ન કરતાં મુંબઈની એક આયાત-નિકાસ પેઢીમાં કામે લાગી ગયા. ત્યાં માફક ન આવતાં જન્મભૂમિનું ઋણ અદા કરવા અને માતાને સથવારો આપવા વતન ચાંપાબેરાજા પાછા ફર્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy