SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૫૯ વિ.સં. ૧૯૭૨ની સાલમાં શ્રી રામદેવજી મહારાજની પ્રેરણાથી બંધાયેલા મંદિરમાં સાધુ, સંત, મહંત, સતી, સેવકો, ભાવિકોના વિશાળ જનસમુદાયની હાજરીમાં મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી તથા આનંદપૂર્વક ઊજવાયો, જેમાં થયેલો મોટો ખર્ચ શ્રી રામદેવજી મહારાજની કૃપાથી ભરપાઈ થઈ ગયેલો. સ્વામી આનંદ જ્યારે શિયાણી આવેલા ત્યારે વળતા સવારામ મહારાજના દર્શનની ઇચ્છા થતા પિપળી રૂબરૂ ગયેલા. સવારામજી મહારાજનો વિશાળ જનસમુદાય છે. સતીસેવકો અવારનવાર તેમનાં દર્શને આવી ભજનભાવ સત્સંગ દ્વારા જ્ઞાનાનુભવનો લહાવ લઈ પોતાનું જીવન કૃતાર્થ કરે છે. વિ.સં. ૨૦૧૭ના વૈશાખ વદ-૧૧ના રોજ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો ત્યારે શિષ્યસમુદાયે પ્રેમપૂર્વક ધામધૂમથી મંડપમેળો કરી શ્રી બળદેવદાસજીને ચાંલ્લો કરી ચાદર ઓઢાડી ગાદી સુપ્રત કરી હતી. આ સંતપરંપરામાં આવા જ ઉત્તમ કોટિના સ્ત્રી સંત ‘ઝબુબા’ થઈ ગયા. ઉત્તરાવસ્થા પ્રભુમય ભજનમાં જ વિતાવેલી. સદ્ગુરુ સવારામબાપુનાં તમામ પદોને એકત્ર કરી સંગ્રહ બનાવેલો, જેમાંની છ આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે ગાવામાં તથા સમજવામાં આ ભક્તિભાવ પદોની તમામ રચનાઓ ખૂબ જ લોકપ્રિય થઈ પડેલી છે. કુલ ૩૦૫ ભજનો છે, જેમાં નવાં ભજનો ૬૮ છે. સાખીથી શરૂઆત થઈને રેખતો, ચોપાઈ, આરતી, પદ, તુલસીદાસજી દેશી, મારવાડી દેશી, પરજ રાગ, ધીરા ભગતની દેશી કાફી, કાફી, ધીરાનો ઘડુલો, લાવણી, સરવડાં, સાપેરી, સોરઠો, હોરી, ફુકો, ભક્તિના ભોગી દુનિયામાં, વીરલો દેખું, આરાધી, રૂસીરાયની દેશી, કવાતિ, ધોળ, લેરિયું, ગરબી, બારમાસી, તિથિ, સાતવાર, એણી જેવાં ભજનો ગેયતાને પ્રમાણતા રાગ-રાગિણીની વિવિધતાથી હર્યા-ભર્યા છે. પાના નં. ૧૨૨થી ઝબુબાઈનાં ભજનો પણ છે, જેમાં કવિત, છપ્પો, અવૈયો, કુંડલિયો, વગેરે આ બધી જ શાસ્ત્રીયતા જોતાં લાગે છે પિંગળનું જ્ઞાન કેટલું અદ્ભુત હશે અને અપૂર્વ હશે! આજે આકાશવાણી પરથી દાસ સવારામજીની એકાદ રચના તો અવશ્ય સવારના “અર્ચના' કાર્યક્રમમાં સાંભળવા મળે છે. ચોગી, સંત, સાધક શ્રી મનથુરામ શમાં લીંબડી તાલુકાનું મોજીદડ ગામ. શુક્લ યજુર્વેદ, માધ્યદિન શાખા-ઔદિચ્ય માંડલિયા રાવળ. દ્વિજ પરિવારમાં, પિતાપીતાંબરજી અને માતા નંદુબા. સંવત ૧૯૧૪ના આશ્વિન સુદ-ત્રીજ-ચોથ-રવિવારે રાત્રિના ૮ વાગ્યે મંગળ સમે જે દિવ્ય વિભૂતિનો જન્મ થયો તે શ્રી મન્નથુરામ શર્મા. (નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. નાના પુત્ર જટાશંકર પીતાંબરજી રાવળ જે મોજીદડમાં જ રહેતા.). સ્વભાવે મિલનસાર, સરળ અને વિનમ્ર હતા. ગ્રહણશક્તિ અને ધારણશક્તિ તીવ્ર હતી, એટલે ઘણું વાંચી શકતા અને ઘણું યાદ રાખી શકતા. પોતે જે મહાશક્તિ મેળવી હતી તેનો જગતને પરિચય કરાવવો હતો, એટલે જીવનસમયમાં તેમણે વાતો, વ્યાખ્યાન અને જીવન દ્વારા લોકકલ્યાણનું કાર્ય અવિરત ચાલુ રાખેલું. લગભગ અડધી સદી સુધી તેમનું આ કાર્ય એકધારું, અતૂટ અને અભંગ ચાલ્યું. બીલખા ગામમાં તેમણે આનંદાશ્રમમાં સંસ્કૃત પાઠશાળા સાથે બારેક વર્ષ પહેલાં પૂજ્યપાદ મહાત્માશ્રીએ સ્થાપેલું “શ્રી દક્ષિણામૂર્તિ સનાતન ધર્મ વિદ્યાલય', જે આનંદ આશ્રમ તરીકે ઓળખાય છે. પ્રતિવર્ષ લગભગ આઠ માસ ઉપદેશ માટે પ્રવાસ કરતા આખું જીવન ધર્મ પ્રવૃત્તિમાં ઓતપ્રોત કરીને તેમણે ઉપનિષદો, ગીતા, પાતંજલ યોગદર્શન, પંચદશી વગેરેનાં ભાષાન્તર તેમજ શ્રી યોગ કૌસ્તુભ વગેરે યોગ અને વેદાંત ઉપર નાનાં મોટાં એકસો કરતાં વધારે પુસ્તક રચ્યાં છે. વન્ય સૃષ્ટિનું જતન : શ્રી ભવાનીસિંહ મોરી શ્રી ભવાનીસિંહ મોરી છેલ્લાં ૨૫ વર્ષથી માનદ્ ડી. વાઇલ્ડ લાઇફ વોર્ડન સાથે ખૂબ જ આગળ પડતું નામ છે. કોમર્સ શાખાના ગ્રેજ્યુએટ છે. લોકસાહિત્ય, શેર-શાયરી અને વન્યસૃષ્ટિના જતન અર્થે ખેલાતો, ખેડાતો પ્રવાસ તેમના અંગત શોખના વિષયો છે. ચિત્રકારોને-પ્રકૃતિવિદોને સંશોધકોને જાણવા-માણવા અને જાણવા મળે એવા (જાહેરમાં પર્યાવરણપ્રદર્શન યોજીને) આ હોબીનો લાભ દરેકને આપતા રહ્યા છે. વન્યસૃષ્ટિના લેખક કનૈયાલાલ રામાનુજ અને તસ્વીરકાર ઝવેરીલાલ મહેતાએ વન્યસૃષ્ટિ વિશેના અનુસંધાને તેમનો ઉલ્લેખ અખબાર અને સામયિકના પાને કરેલો છે. “સેવા-કુટિર’ વઢવાણ-શહેર તેમનું વતન અને નિવાસસ્થાન છે. ઇતિહાસ રસદર્શી : શ્રી નટવરસિંહ પરમાર આઝાદી અને તે સમયનો સમગ્ર ચિત્તાર જે વણલખ્યો, વણકચ્યો અને કેટલાક પ્રસંગો તો નજર સામે જોયેલ.-તથ્યો અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy