SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ co તેનું સઃ૨સદર્શન કરાવનાર એટલે નટવરસિંહ પરમાર. મૂળ વતન લીંબડી. પિતા હઠીસિંહજી તે વખતના સ્ટેટ દવાખાનામાં ડૉક્ટર હતા. શ્રી નટવરસિંહ લીંબડી સર જસવંતસિંહજી હાઇસ્કૂલમાં ભણેલા. તે વખતના સહપાઠીઓ-મિત્રો સાથેનો ધરોબો આજે પણ ભૂલી શક્યા નથી. પંચાયત ખાતમાં મંત્રીના પદ પર રહીને સર્વિસ કરી. જિલ્લાના અગ્રેસર અરવિંદભાઈ આચાર્ય સાથે નિકટતમ રહ્યા. પંચાયત રાજ્ય આવ્યા પહેલાની પરિસ્થિતિ વિશે તેઓ આલેખન કરી રહ્યા છે. વિદ્યુત-સ્થાને ઇતિહાસનો કોઈને કોઈ અનુબંધ એટલી જ વિશદ્ જાણકારી સાથે આપે. મૌની બાપુ, સ્વામી સંપૂર્ણાનંદજી વિશે પૂછો કે ગંગાસતીનું પિયર ઝાલાવાડનું ગામ કંથારિયા કંથારિયા વિશે પૂછો--તેમની વાતોમાં અખૂટ ખજાનો મળે. તેઓ ૨૪, ન્યૂ અતુલ સોસાયટી, દરબાર બોર્ડિંગ પાછળ, વઢવાણ સિટી પિન નં-૩૬૩૦૩૫ શિક્ષણ જગતની આગવી ઓળખ : શ્રી એચ. કે. દવે ઝાલાવાડને વૈશ્વિક-સ્તરે આગવી ઓળખ અપાવનાર શિક્ષણ જગતની એક કર્મઠ વ્યક્તિ એટલે શ્રી હસમુખ કાંતિલાલ દવે. સૌ કોઈ તેમને એચ. કે. દવેના નામથી ઓળખે છે. લીંબડી તાલુકાનું ટોકરાળા ગામ તે તેમનું વતન. તા. ૩૦-૮-૧૯૫૧માં તેમનો જન્મ. એમ.કોમ. બી.એડ્. થયેલા શ્રી દવે તાંજેતરમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખસ્થાને ચુંટાયા છે. શ્રી દવેએ અગાઉ (૧૯૭૫ થી ૭૭) દોશી કોલેજ વાંકાનેર અને લીંબડી-કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. સર. જે. હાઇસ્કૂલ લીંબડીના ઉ.મા. વિભાગમાં, શેઠ હાઇસ્કૂલ, ખેરાળી (તા. વઢવાણ)માં આચાર્ય તરીકે અને વર્ષ-૨૦૦૪ પછીથી વઢવાણ શ્રી સી. યુ. શાહ ઇંગ્લિશ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ધૂરા સંભાળે છે. જે સંસ્થાને માનનીય શ્રી સી. યુ. શાહ જેવા દાનવીર શ્રેષ્ઠીઓ મળ્યા છે અને ભરતભાઈ શાહ જેવા કુશળ સંચાલકો મળ્યા છે તે સુરેન્દ્રનગરના સૌભાગ્યની વાત છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં કામ કરતી આ સંસ્થા છે. શ્રી દવે એક અચ્છા ક્રિકેટર પણ હતા. રમતજગતની આ ખેલદિલીએ ખલક-ખાવિંદ અને ખિલૌના (બાળકો)નો જાણે કે એક સેતુ રચાયો છે. આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ ક્વોલીટી કંટ્રોલ Jain Education International ધન્ય ધરા સર્કલ અંતર્ગત આં.રા. કક્ષાના કન્વેન્શનોમાં પ્રતિવર્ષ ભાગ લઈને ઢાકા, કોલંબો, મોરેશિયસ અને લખનૌ જેવી દેશ-વિદેશની ધરતી પર સશિક્ષકો અને વિદ્યાર્થીઓને પહોંચાડેલા છે અને ઉત્કૃષ્ટ દેખાવ કરીને એવોર્ડ-પારિતોષિકો મેળવેલા છે. અદમ્ય ઉત્સાહ ધરાવતા-અથાક પરિશ્રમ વચ્ચે સંસ્થા અને તેના પરિઘ બહાર પણ સતત એક સંયોજક તરીકે સઃ સંવાદિતા સાધી શક્યા છે-પછી તે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ હોય! ઉ.મા. શિક્ષક સંઘ કે જિલ્લા આચાર્ય સંઘ હોય! કે બાળ—વિજ્ઞાન કોંગ્રેસ કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ (રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિ વચ્ચે યોજાતી) હોય! જી. સી. ઈ. આર. ટી. સી. ગાંધીનગરની પ્રોગ્રામ એડ. કમિટી હોય! જે ત્વરાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્ય કરે તેવી જ તંતોતંત દિલોજાનથી શિક્ષણ બોર્ડ કે આચાર્ય કર્મયોગી તાલીમમાં પણ કામ કરે તે શ્રી દવે. અને છેલ્લા બે દાયકાથી તો તેમની વરણી લગભગ બિનહરિફ જ હોય! પદ ગમે તે હોય! પરંતુ પદની ગરિમા તેમની કર્તવ્યભાવના અને પ્રેમથી સૌને આવકારવાની એક કુશળતાને આભારી છે. કવિશ્રી રમેશ આચાર્ય રમેશ નામધારી કવિ એક કરતા વધારે ભેગા થઈ જાય ત્યારે કવિ રમેશ આચાર્ય એમ કહેવું પડે. કવિ ઉપરાંત તેઓ આસ્વાદક, નિબંધ, લેખક, હાસ્યકાર, વાર્તાકાર અને સંપાદક પણ છે. ‘ક્રમશઃ', ‘વાહ ભૈ વાહ', ‘મોનો ઇમેજ’–હાઇક્રૂ, તો સહસંપાદક-ગઝલની આસપાસ’, ‘ગિરા નદીને તીર', ‘ગુડ મોર્નિંગ તાત્કા'ના કવિ છે. સુરેન્દ્રનગરમાં ‘ન્હાનાલાલ સાહિત્ય સભા'ની સ્થાપના કરી અને જિલ્લામાં એક સો કરતા પણ વધારે સાહિત્યિક બેઠકો કરી છે. ડૉ. મધુ કોઠારીએ જેમને ‘તાન્કાના કવિ' કહ્યા છે. તે ‘તાત્કા’ કાવ્ય ગ્રંથ ૧૯૮૨માં પ્રગટ કર્યો. આ તાન્કા કાવ્ય પ્રયોગના કવિનો જન્મ તા. ૫ નવે. ૧૯૪૨માં લીંબડી ગામે થયેલો. માતા રંભાબહેન પિતા રવિશંકર આચાર્ય. બી.એ. ઓનર્સ (અર્થશાસ્ત્ર) વિષય સાથે થયેલા રમેશભાઈ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી કરતા. હાલ નિવૃત્તિ સાથે ‘કવિતા’ ૧૦–અંકુર સોસાયટી નવા જંકશન રોડ, સુરેન્દ્રનગર રહે છે. ૧૯૬૯માં દુર્ગાબહેન સાથે લગ્ન થયાં. દર્શક અને મૌલિક બે પુત્રો છે. પ્રખર વિદ્વાનોએ તેઓની કૃતિઓની વિવેચના કરેલી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy