SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૦ તેમણે પોતાના વતન ‘લીંબડી રાજ્યનો ઇતિહાસ' પ્રગટ કર્યો છે. ઇતિહાસના સંશોધનાત્મક વિષયના જિજ્ઞાસુઓને વાંચવા-માણવા જેવો ગ્રંથ આપ્યો છે આકાશવાણીની એક ઓળખ હસમુખ રાવળ મૂળ લખતરવાસી પણ રાજકોટમાં રહેતા શ્રી હસમુખભાઈએ આકાશવાણીમાં હજાર જેટલાં રેડિયો-નાટકરૂપક અને સર્જનાત્મક કાર્યક્રમોનો સત્ત્વશીલ ખજાનો આપ્યો છે. ૧૯૭૫નો નાટ્યનિર્માણનો રાષ્ટ્રીય એવોર્ડ તેમને મળ્યો છે. હાલ માત્ર રેડિયોમાં નાટ્ય-રૂપાંતર જ નહીં પણ લેખન સાહિત્ય સાથે પણ હસમુખભાઈ સંકળાયેલા છે. વિશ્વની લોકકથાઓ–પ્રેમકથાઓનાં પુસ્તકો એમણે લખેલાં છે. સંશોધનાત્મક સંપાદનો તેમણે કરેલાં છે. રંગભૂમિનાં નાટકોના લેખન-અભિનય, દિગ્દર્શન, વાર્તા-નવલકથા, નાટક, ચરિત્ર-લેખન, પત્રકારત્વના વિઝિટિંગ વ્યાખ્યાતા, કટારલેખક, ટી.વી. કાર્યક્રમો અને ગુજરાતી ફિલ્મોની પસંદગીના સભ્ય જેવાં અનેક વિવિધક્ષેત્રે પોતાના પદ પર રહીને દરેક કાર્યને શોભાવ્યું છે. નિવૃત્તિ પછી વિશેષ પ્રવૃત્ત છે. ચાર દાયકાની સેવા પછીથી હસમુખભાઈ આઈ.એ.એસ. કક્ષાના આઈ.બી.પી.એસ. સહાયક કેન્દ્રનિયામક હતા. પદ પરથી નિવૃત્ત થાય એ ઝાલાવાડના લખતરનું મોરપીંછ ગણાય. આજના દિવસે પણ લેખનપ્રવૃત્તિ અને સાહિત્યિક પ્રવૃત્તિના સમયમાં હસમુખભાઈ સતત કાર્યશીલ છે. રાજકોટનું તેમનું સરનામું–નિવાસસ્થાન છે. ‘શબ્દ' ૩, ટાગોરનગર, કાલાવાડ રોડ, રાજકોટ છે. શ્રી પ્રાણજીવન ભાઈશંકર આચાર્ય આઝાદી પહેલાં વઢવાણ ‘ઘરશાળા’એક જમાનામાં રાષ્ટ્રીય શાળાના નામથી સમગ્ર કાઠિયાવાડમાં જાણીતી હતી. તપસ્વી ફૂલચંદભાઈ, ચમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદજી જેવા ઋષિતુલ્ય શિક્ષકો હતા. Jain Education International ધન્ય ધરા અહીંથી જ કા.રા. પિરષદનું સંચાલન થતું. ફૂલચંદભાઈ મંત્રી હતા. સત્યાગ્રહીઓનું મિલન કેન્દ્ર હતું. આ પરંપરામાં એક શિક્ષક આવ્યા તે પ્રાણજીવન આચાર્ય. ૧૯૩૦માં ૬ એપ્રિલના રોજ દેશમાં મીઠા-સત્યાગ્રહ માટે દાંડી–કૂચનાં મંડાણ થયાં. ટુકડીઓ થઈ. ૨૧ સ્વયંસેવકોની ટુકડી પડીકામાં મીઠું બાંધી કાયદાનો ભંગ કરવા વિરમગામ પહોંચેલી. આ ટુકડીનું નેતૃત્વ સંભાળનાર મણિલાલ કોઠારીની ધરપકડ થઈ અને સાબરમતી જેલમાં પૂર્યા. પછી ફૂલચંદભાઈ, ચમનભાઈ પણ જોડાયા. સુરેન્દ્રનગર છાવણીમાંથી સત્યાગ્રહીનો દોરીસંચાર થતો, એમાં ૮-૯ સ્વયંસેવકો પૈકીના આ પ્રાણજીવન આચાર્ય પણ હતા જેમને સુરેન્દ્રનગરની જેલમાં પૂરી દીધા. પછી તો સક્રિયપણે ભાગ લીધો. એવા પ્રાણજીવન આચાર્યનો જન્મ ૧૯૦૦માં વઢવાણમાં થયો હતો. તેમનો અભ્યાસ અમદાવાદ, મુંબઈ, વડોદરા એમ વિવિધસ્થળે થયો. સ્વરાજ્યની લડત પહેલાં અને છૂટ્યા પછી અંતિમ શ્વાસ સુધી શિક્ષણના કાર્ય સાથે અનુબંધિત રહ્યા. તેમનું અવસાન ૨૬ ડિસે. ૧૯૮૫માં થયું. પત્ની દસરાબા પણ સ્વાતંત્ર્યસંગ્રામની એક વીરાંગના તરીકે સહયોગી હતાં. તેમનું અવસાન સપ્ટેમ્બર-૨૦૦૭માં થયું. ઝાલાવાડનું સાપ્તાહિક 'સમય' અને તંત્રી ભાનુભાઈ શુક્લ શ્રી ભાનુભાઈ શુક્લનો પરિચય આવે એટલે તેમણે એક આગવી પ્રતિભા સાથે લોકપ્રિય બનાવેલા ‘સમય'ને પણ યાદ કરવું પડે. જુદી જ શૈલી, જુદી જ વાત, જેના કેન્દ્રસ્થાને સંસ્કૃતિ-કલા-કવિતા-લોકકળાકાર કસબીઓ—સંતો ઝળહળતાં હોય એવું સાપ્તાહિક ‘સમય’. ૧૯૫૦થી આજદિન સુધી લગાતાર વણથંભ્યુ આગવું રહ્યું છે. એના તંત્રી એ ભાનુભાઈ શુકલ. એક સાપ્તાહિક પર પીએચ.ડી. કરીને પુનિતાબહેને ગૂજરાત વિદ્યાપીઠમાંથી પદવી મેળવી છે. તેમનો જન્મ વઢવાણમાં ૧૮ ઓગષ્ટ-૧૯૧૮માં. માતા રેવાબહેન અને પિતા લક્ષ્મીશંકર શુક્લ. બે ભાઈઓ ભોળાનાથ અને અજિતરાય તથા બે બહેનો વિજ્યાબહેન અને વસંતબહેન. ભાનુભાઈનાં જીવનસંગિની એટલે સુશીલાબહેન (જે માજી પંચાયતમંત્રી ત્રંબકભાઈ દવેના બહેન થાય). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy