SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભાનુભાઈના જયેષ્ઠપુત્ર રાહુલ ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીની એન્જિનિયર પરીક્ષામાં ફર્સ્ટ આવ્યા. અમેરિકા સ્થિત થયા તથા પુત્રી રેખા અને પુત્ર રાજેન પણ અમેરિકા છે. બીજી પુત્રી રૂપાબહેન જે સુરેન્દ્રનગર હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ છે. ભાનુભાઈ અને સુશીલાબહેન લગભગ નવેકવાર અમેરિકા જઈ આવ્યાં છે. ભાનુભાઈનો અભ્યાસ અમદાવાદ કોલેજમાં એમ.એ., એલ.એલ.બી. સુધીનો. મેટ્રિક વઢવાણની દાજીરાજી અને વિરમગામની એમ.જે. હાઇસ્કૂલમાં તથા બી.એ. ભાવનગરની શામળદાસ કોલેજમાં. માત્ર બાર વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું. આજના દિવસે ખાદીનો પોશાક અંગીકાર કરનાર ભાનુભાઈએ નાની ઉંમરે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધેલો, તો આરઝી હકૂમતના પણ સૈનિક છે. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં જોરાવરનગરછાવણીમાં પ્રેસ-પત્રિકાઓ અને સેબોટેઝ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરેલી. ૧૯૬૨ પછી કોંગ્રેસ અને રાજકારણ છોડ્યાં. લેખન અને પત્રકારત્વની તો વિદ્યાર્થીકાળ-અવસ્થામાં જ પ્રતિભા પાંગરી હતી. વાનરસેના-વ્યાયામશાળા અને હસ્તલિખિત માસિકનું સંપાદન ભણતાંની સાથે જ કરેલું. ‘લોકનાદ’, ‘ફૂલછાબ’ના ખબરપત્રી બન્યા હતા. ભાનુભાઈ ‘સમય’ના અંકમાં એક સ્વરચિત કવિતા મૂકે છે, તો વિરમગામ ભણતા ત્યારે જ કવિ લલિતનો પરિચય થયેલો અને કવિતા સંગ્રહ પ્રગટ થયો તેનું નામ ‘મૃગજળ ઝરણાં’ છે. અમદાવાદ વિદ્યાસભામાં ભણતા ત્યારે અનંતરાય રાવળ, ઉમાશંકર, રા.વિ. પાઠક, પંડિત આઠવલે અને કે.કા. શાસ્ત્રીના પરિચયમાં આવેલા. આ બધા વિદ્યાગુરુઓ હતા. તેમના રસનો વિષય સર્જનાત્મક પત્રકારત્વ અને સ્ટોરી લેખન. ભરૂચ ગોપાલ મિલના આસિ. મેનેજર તરીકે નોકરી કરવા ગયા પણ ખાદીના રંગે રંગાયેલા મિલના કાપડમાં ક્યાંથી રહી શકે! નોકરી છોડી દીધી. ૧૯૪૯થી સ્ત્રી, બાળકોના વઢવાણ–વિકાસ વિદ્યાલયમાં સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલી આ સંસ્થામાં કાર્યરત છે. તે સાથે જ મકવાણા બંધુઓએ સ્થાપેલી સાયલા તાલુકાની ધજાળા અને ભીમોરા ઉત્તરબુનિયાદી સંસ્થાના અધ્યક્ષ તરીકે સેવા બજાવે છે. Jain Education International કવિ સુંદરમ્ દર વરસે સુરેન્દ્રનગર આવતા ત્યારે ભાનુભાઈને ત્યાં જ ઊતરતા. ઇન્દુચાચા પણ બે વખત આવેલા. ‘દર્શક' સાથે વિજ્યાબહેન, તેમજ લોકસેવક બબલભાઈ, વિમલાતાઈ, જુગતરામ દવે, સરદાર પૃથ્વીસિંહ આ બધાં જ ભાનુભાઈને ઘરે આવતાં. શહીદ ભગતસિંહના નાનાભાઈ કુલબીરસિંગ, ચિત્ર-સંગીત-ન્યૂઝ સ્ટોરીના રસભાવે પ્રતાપનારાયણ પંડિત, કંકના બેનરજી, સંગીતતજજ્ઞ તાનસેનજી જેવાએ ભાનુભાઈનું આતિથ્ય માણ્યું છે. ૮૪૧ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તંત્રી તુષારભાઈએ ‘રેતીનાં રેખાચિત્રો'માં ભાનુભાઈને પણ સ્થાન આપ્યું છે. મોરારિબાપુ સુરેન્દ્રનગર પધારે ત્યારે ૩૦ સર્વોદય સોસાયટીના ઘરે અવશ્ય પધારે છે. આ વાત હતી પ્રેમની ભીનાશમાં ઝબોળેલ એક કલનિવેશી ભાનુભાઈ શુકલની. કાર્ટૂનિષ્ટ 'શનિ' કેશવલાલ ધનેશ્વર દવે ‘નિ’ ઉપનામથી અને એટલા જ પ્રખ્યાત રાણપુરમાંથી પ્રગટ થતાં ‘ચેતમછંદર’ના તંત્રી તરીકે કેશવલાલ ધનેશ્વર દવે, ‘શનિ’ જાણીતા છે. એક નિર્ભીક, જાગૃત અને પત્રકારત્વની દુનિયામાં એક મશાલચી તરીકે સ્મરણ મૂકી જનાર ‘શનિ’જીને તો બહુ ઓછાં લોકો જાણતાં હશે પણ આઝાદી કાળના એક અચ્છા કાર્ટૂનિસ્ટ ‘શનિ’મૂળ ચૂડા (જિ. સુરેન્દ્રનગર)ના વતની હતા. એક પત્રકાર સ્વાતંત્ર્યજંગમાં ઝુકાવનાર હોઈ શકે! સામાજિક સુધારક પણ હોઈ શકે! અન્યાય સામે બંડ પોકારનાર હોઈ શકે! પક્ષા-પક્ષીથી પર રહીને દિશા-દોરવણી આપનાર કલમજીવી પણ હોઈ શકે!—આવા પત્રકારોની પરંપરાના આ પત્રકાર એટલે ‘શનિ’ હતા. અમૃતલાલ શેઠ દ્વારા ‘સૌરાષ્ટ્ર’ અને મુંબઈથી શામળદાસ ગાંધીના ‘વંદે માતરમ્' ઘડાયા પછી પોતાનું સાપ્તાહિક ‘ચેતમછંદર’ શરૂ કરનાર કલમ અને પીંછીથી એ જમાનામાં એક ક્રાંતિકારી પત્ર તરીકે સૌને આકર્ષિત કર્યાં હતાં. બ્રિટિશઆપખુદશાહી-સમાજમાં પ્રવર્તતા દંભ-અનિષ્ટો-અંધશ્રદ્ધા વહેમો–અત્યાચારો સામે પણ એક લડાઈ હતી. પત્રકારો તેમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy