SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૯ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમાં મહાસુખભાઈની ગેરહાજરી હોય તો જ આશ્ચર્ય!! કોઈ પણ કવિ, લેખક, લોકકલાકાર, ભજનિક કે પત્રકાર, સારસ્વતને તેમના પરિચયમાં એકવાર તો આવવું જ પડે. આ લખનારને પણ કેટલાક દુર્લભ-પરિચયસંચયો હતા, તે મહાસુખભાઈએ ખેલદિલીથી એકત્ર કરાવી આપ્યા છે. પોતે જૈન હોવાથી સ્વાભાવિક છે કે જૈન શ્વેતામ્બર કે સ્થાનકવાસી આચાર્ય ભગવંતો-સાધુ-સાધ્વી, મહાસતીજીના આશીર્વાદ હોય જ, પરંતુ તે સિવાયના આ વિસ્તારના સંતોમહંતો, મહાત્માઓના તેઓ કૃપાપાત્ર બન્યા છે. કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં, સેવાના કાર્યક્રમોમાં, સત્કાર સમારંભોમાં તેમનો ઉત્સાહ અનન્યતાથી ઊભરતો જોવા મળે. વ્યાસપીઠ પર બેસીને જે વિદ્વાન–પંડિત કથાકાર શ્રીમદ્ ભાગવત્ કથાનું વર્ષો પર્યન્ત અધ્યયન કરે છે તે પોથી ભાગવત સરળ અને મધુર શૈલીમાં “શ્રીમદ્ ભાગવતું મહાપુરાણ” તૈયાર કરી આપ્યું. ૪૯૨ પાનાંનું આ પુસ્તક તૈયાર કરવામાં તેમની સૂઝ અને જહેમત દાદ માગી લે તેવાં છે. માનવીય સેવા-યજ્ઞનાં સઘળાં કાર્યોમાં એટલા જ ખંતથી કામ કરવાની વૃત્તિમાં-પ્રવૃત્તિ તો બહુ ઓછાં માણસોમાં જોવા મળશે, તેમાંના મહાસુખભાઈ એક છે. તેમના પુત્ર વૈભવ શેઠ પણ આ પૈતૃક વારસાની સંગીનતા દીપાવી રહ્યા છે. પ્રેમની પરબ' બાંધનારા બી.એ, એમ.ફિલ., એન.ડી. સુધીનો અભ્યાસ પૂરો કર્યો અને ધજાળા-લોકવિદ્યાલયમાં જોડાયા. ગૃહપતિ-શિક્ષક તરીકે આગવી ઓળખ ઊભી કરી. સાયલા રાજ-સોભાગ આશ્રમમાં આવ્યા. લાડકચંદ વોરા, જે આધ્યાત્મિક પુરુષ થઈ ગયા અને તેમના નામ સાથે જોડાયેલી લાડકચંદ વોરા ગર્લ્સ હાઇસ્કૂલમાં આચાર્યપદની ધુરા સંભાળી. ભૂકંપગ્રસ્ત પ0 શાળાઓનું નવનિર્માણ હાથ ધર્યું. બાળક અને શિક્ષકની પ્રતિભા પાંગરે તે માટે પાંચ કરોડના પ્રોજેક્ટવાળી પ૫ શાળાઓ “પ્રેમની પરબ' હેઠળ દત્તક લેવાઈ અને તેની શૈક્ષણિક-ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. બાળ શિબિરો–આનંદમેળા-પ્રદર્શનો-સર્જનાત્મક રચનાત્મક એમ નિરંતર શિક્ષણ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે તે સમગ્ર સંચાલન બિંદુ એટલે ચંદ્રકાન્તભાઈ વ્યાસ છે. શિક્ષણ સુધારણા અને ગુણવત્તાસભર કાર્ય “પ્રેમની પરબ'ને ધ્યાનમાં લઈ સ્ટડી સર્કલ સેમિનારમાં મોરેશિયસ જઈ આવ્યા. વર્ષ ૨૦૦૫નો “સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ પણ તેમને એનાયત થયો. ઇતિહાસકાર ડો. મુગટલાલ બાવીશી ડૉ. મુગટલાલ પોપટલાલ બાવીશી જન્મ : લીંબડી. તા. ૨૪ એપ્રિલ-૧૯૩૫. મેટ્રિક સુધી લીંબડીમાં અભ્યાસ કર્યા પછી કોલેજનું શિક્ષણ અમદાવાદમાં લીધું. એમ.એ. થયા પછી તેમણે પીલવઈ (જિ. મહેસાણા)માં ૧ વર્ષ, કપડવંજ ૮ અને સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં ૨૫ વર્ષ સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. ૧૯૯૫-જૂનમાં નિવૃત્ત થયા. ડૉ. બાવીશી ગુજરાતની કેટલીક પ્રસિદ્ધ શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાસભાઅમદાવાદ અને નર્મદ સાહિત્યસભા સુરતની કાર્યવાહક સમિતિના સભ્ય છે. દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ, સુરતના પ્રમુખ ને રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના ઉપપ્રમુખ છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત રાજ્ય દતર ભંડાર સમિતિ (ગુજરાત સ્ટેટ આર્કાઇવલ કાઉન્સિલ)ના ૧૯૯૭થી ૨૦૦૦નાં ત્રણ વર્ષ માટે સભ્ય હતા. ભૂતકાળમાં એમણે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત સેન્ટ્રલના પ્રમુખ તરીકે કામગીરી કરી છે. આમ ઇતિહાસ અને શિક્ષણ ક્ષેત્રમાં ડૉ. બાવીશીએ સારું એવું પ્રદાન કર્યું છે. ચંદ્રકાન્ત વ્યાસ હળવદ તાબાની રણની ટીકર ભૂમિએ બે નરરત્નો આપ્યાં. એક તો ઘરે ઘરે ફોનની સુવિધા પહોંચાડનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સામ પિત્રોડા અને બીજુ નામ તે રાજસોભાગ આશ્રમ-સાયલાની ભૂમિમાં પ્રેમની પરબ બાંધનાર ચંદ્રકાન્ત વ્યાસ. ચંદ્રકાન્તભાઈનો જન્મ ૯ સપ્ટેબર-૧૯૫૩માં માતા લલિતાબા અને પિતા કાશીરામ રાઘવજી વ્યાસને ત્યાં થયેલો. બ્રાહ્મણી નદીને કાંઠે વસેલું આ ગામ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ટીકર માધ્યમિક શાળામાં ક્લાર્ક તરીકે થોડો સમય રહેલા. અથાક પરિશ્રમ અને પ્રસન્નતા વચ્ચે એમ.એ., Jain Education Intemational n Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy