SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૬ દલપતરામે ‘દલપત કાવ્ય (ભા. ૧, ૨)', ‘રિલીલામૃત’, ‘દલપતપિંગળ' જેવી સાહિત્યકૃતિઓ આપી છે. કવિ દલપતરામે ‘ફાર્બસવિરહ', કરુણ પ્રશસ્તિ લખી છે. ‘ભૂત નિબંધ', ‘બાળ-વિવાહ નિબંધ' નાટ્યક્ષેત્રે ‘લક્ષ્મી નાટક', ‘મિથ્યાભિમાન’ લખ્યાં છે. તો સંપાદનક્ષેત્રે ‘કાવ્યદોહન' ભાગ ૧-૨ ‘શામળ સતસાઈ', ‘કથન સપ્તસતી' લખેલા છે. ‘બુદ્ધિપ્રકાશ’માસિક ચલાવેલું. રાજકોટના રાજવી મહેરામણજીએ જે પ્રવીણસાગર' ગ્રંથની રચના કરી તે ગ્રંથની પ્રસ્તાવના તથા લગભગ લહેરો કવિ શ્રી દલપતરામે લખી છે. કવિ અર્વાચીન યુગના આરે હોઈ સંસારસુધારા અને શિક્ષણ તથા દેશોદ્ધારના હિમાયતી હતા. બોધદાયી કવિતા લખી છે. પુત્ર ન્હાનાલાલ પણ ગુજરાતી સાહિત્યની–અસ્મિતાને હરીભરી રાખનારા કવિ હતા. આ પિતા-પુત્રની બેલડીનું યોગદાન ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચિરંજીવી રહેશે. શ્રી લાભશંકર રાવળ શાયર' શ્રી લાભશંકર વેણીશંકર રાવળ. મિત્ર–દીધું તખલ્લુસ ‘શાયર'. તેમનું મૂળ વતન વઢવાણ (જૂની કન્યાશાળા પાસે) તેમનો જન્મ (મોસાળના) ખોડુ ગામે તા. ૧૬ મે, ૧૯૩૧ના રોજ. તેમણે કવિતાઓ, વાર્તાઓ ઠીક ઠીક લખી. જે સાહિત્ય સામયિકોમાં છપાયું તે ગ્રંથસ્થ-પુસ્તકરૂપે પ્રગટ કરવાનો વિચાર ક્યારેય નહીં આવેલો. અમદાવાદના મિત્રોએ થોડીક વાર્તાઓને જીવનનાં વહેણો' નામે પ્રગટ કરેલી અને મિત્રોના આગ્રહથી ‘કસુંબો’માં કવિતાઓ ગ્રંથસ્થ કરેલી. ધાર્મિક-આધ્યાત્મિક અને શિવના ચરણે સમર્પિત એવા શાયરે સ્તુતિ, સ્તવનો, ભજનાવલિઓ, દુર્ગા—સપ્તશતી, ચંડીપાઠ જેવી કૃતિઓ સંસ્કૃતમાં પણ લખી છે. બહુધા કૃતિઓ પ્રકાશિત થવી જોઈએ તે અપ્રગટ રહી છે, છતાં ‘શબ્દ-સૃષ્ટિ', ‘અખંડઆનંદ'ના પાને આજે તેમની કવિતાઓ જોવા મળે છે. મકરંદ દવે, અબુભાઈ શેખાણી, લાભશંકર ઠાકર, રાધેશ્યામ, ભાસ્કર વોરા, જયન્ત પલાણ જેવા મિત્રો હતા. પ્રો. રાવળ જામનગર કોલેજમાંથી નિવૃત્ત થયા છે કવિશ્રી પ્રજારામ રાવળ ઝાલાવાડી ધરતીને વહાલ કરનાર કવિશ્રી પ્રજારામ રાવળ. વ્યવસાયે આયુર્વેદના અધ્યાપક હતા. વઢવાણ મધ્યેનો આજનો ‘પ્રજારામ રાવળ ચોક' કવિની જન્મભૂમિ. તા. Jain Education International ધન્ય ધરા ૩ મે, ૧૯૧૭માં તેમનો જન્મ થયો. કવિના ગોવિંદસ્વામી સાથેના ‘મહાયુદ્ધ’ ઉપરાંત ‘પદ્મા’, ‘નાન્દી’ અને નૈવેદ્ય તેમના કાવ્યસંગ્રહો છે. કવિ સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. શ્રી અરવિંદનાં કાવ્યોનો અનુવાદ ગ્રંથ-પરબ' પણ લખ્યો છે. કવિ સુંદરમ્ જ્યારે વઢવાણ આવતા ત્યારે પ્રજારામ રાવળ, લાભશંકર ‘શાયર' આ બંને મિત્રોના આંગણે આવતા. તદ્ઉપરાંત કાલિદાસના ‘રઘુવંશ’નો તેમજ ‘વાલ્મીકિ રામાયણ'ના સુંદરકાંડનો અનુવાદ ‘સીતા અશોકવનમાં' આપેલ છે. આયુર્વેદ ક્ષેત્રે તો પારંગત વૈદ્ય હતા જ. ‘આયુર્વેદનું અમૃત’ તેમનો લોકપ્રિય ગ્રંથ છે. કવિ ૯૨ વર્ષની જૈફ વયે પણ ચિકિત્સા–સેવા કરતા. ઝાલાવાડી ધરતીનું સુરેખ ચિત્ર તેમની એક કવિતા દ્વારા પ્રમાણવું રહ્યું. તેમનું અવસાન તા. ૨૮ એપ્રિલ, ૧૯૯૧ના રોજ થયું હતું. શ્રી ચિનુભાઈ ખેતશીભાઈ પટેલ : કૃષિ-નર્સરી ક્ષેત્રે પ્રયોગશીલ ખેડૂત ચિનુભાઈએ ૧૯૮૨થી ખેતીની શરૂઆત કરી, જેમાં નીલિંગર, સુબાવળ, બિયારણપ્લોટ, બોરની ખેતી, નર્સરી, આંબળાં, સફેદ મૂસળી, ઔષધપાકો, અળસિયાની ખેતી, વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન-વેચાણ, કાજુની ખેતી, લિક્વિડ ખાતર–દવા–ઉત્પાદન, સજીવ તત્ત્વોથી જમીન સુધારણા, ખેતતલાવડી-કૂવા રિચાર્જ આમ ખેતીનાં વિવિધ ક્ષેત્રમાં એક પ્રયોગશીલ કૃષિકાર તરીકે સતત કૃષિઉત્પાદનમાં આગળ વધતા રહ્યા છે. ૧૦ જૂન, ૧૯૫૮માં જન્મેલા, ચિનુભાઈનું વતન હળવદ છે. ગ્રેજ્યુએટ થયેલા ચિનુભાઈ અનેક કૃષિલક્ષી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જેનો વ્યાપ ઘણો વિશાળ છે, તો કૃષિ-બાગાયતી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ માટે તેમને સમ્માન અને પુરસ્કારો મળ્યા છે. વર્ષ ૨૦૦૦માં ગુજરાત કૃષિ યુનિ. આણંદ પાક પ્રદર્શન હરીફાઈમાં, વર્ષ ૨૦૦૧માં હળવદ ખાતે સફળ બાગાયતી ખેતીનર્સરી માટે, માર્કેટિંગ યાર્ડ સમિતિ તરફથી સમ્માન-એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy