SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૩૫ ટૂંકીવાર્તાઓ લખી છે અને ધારાવાહિક નવલકથાઓ લખી છે. તા. ૧૧ માર્ચ–૧૯૭૦માં તેમનો જન્મ. વતન ધીંગીંધરા-ધ્રાંગધ્રા. ભારતીય જીવન વીમા નિગમમાં વહીવટી સહાયક-સુરેન્દ્રનગર શાખામાં નોકરી કરતા અતુલકુમારે એમ. કોમ., એલ.એલ.બી.ની ઉપાધિ મેળવેલી છે. | ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત અખબારો ‘સમય’, ‘સંદેશ', “જયહિન્દ', “જનસત્તા', વિદ્યાલય', “મુંબઈ સમાચાર', ગુજરાતમાં તેમજ “સરિતા” (હિન્દી) સખી જેવા સામયિકોમાં ટૂંકી વાર્તાઓ, ધારાવાહિક નવલકથા, કાવ્યો, નાટકો વાંચવા મળે છે. ઉપરાંત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દિલ્હી દ્વારા યુવા સપ્તાહ' દરમ્યાન જિલ્લાની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર મળેલું છે. યુવક મહોત્સવમાં તેમની શેર-શાયરી–પાદપૂર્તિ અને કવિતા સ્પર્ધક તરીકે વિજેતા બનેલી છે. રાજ્યકક્ષાના યુવાઉત્સવમાં નિર્ણાયક-તજજ્ઞ તરીકે પણ સેવા આપેલી છે. સુરેન્દ્રનગરમાં કલામંદિરની સ્થાપના માટે સતત દસ વર્ષ પ્રમુખસ્થાને રહી ૫૪ જેટલા કલા-સંસ્કૃતિ-શૈક્ષણિક સંદર્ભને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા. સામાજિક સેવા મિશન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી રામકૃષ્ણ અન્નક્ષેત્ર (મોરારિબાપુ પ્રેરિત) મહારાષ્ટ્ર મંડળ સુરેન્દ્રનગર યુવા કેન્દ્ર એડવાઇઝરી કમિટી, સંગાથગ્રુપ જેવી પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાને રહ્યા છે. એમ.કોમ., બી.એ. થયેલા અતુલભાઈનાં પત્ની અંજલિબહેન પણ લેખિકા છે. તેમને બે પુત્રો શ્રેયાંસ અને સ્વ. કેદાર. સૌજન્યશીલ લેખક “પ્રેમાલય', ૨૨-કલ્યાણનગર સોસાયટી, શિવાનંદજી માર્ગ, સુરેન્દ્રનગર રહે છે. કવિ શ્રી લાભશંકર ઠાકર (જન્મ તા. ૧૪ જાન્યુઆરી–૧૯૩૫) શ્રી લાભશંકર જાદવજી ઠાકર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહીને સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરનારા કવિશ્રી લા. ઠા. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ અખબારો અને સામયિકો કુમાર’, ‘નવનીત સમર્પણ', “કવિતા”, “કવિલોક', “રંગતરંગ' વગેરેમાં કવિતા પ્રગટ થતી રહી છે. વ્યવસાયે વૈદ્યની સેવા આપનારા લેખક પણ છે અને પુનર્વસુ' ઉપનામથી “ગુજરાતના સમાચાર'માં નિયમિત શતદલપૂર્તિમાં તબીબી સેવા અંગેની કોલમ સંભાળે છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળના લેખક પણ છે. નાટક, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, વાર્તા જેવા સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ સાહિત્યકારનું રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ‘નર્મદ ચંદ્રક તથા બીજા અનેક માન-અકરામોથી તેમની વિશિષ્ટ સેવા બદલ સમ્માન થયેલું છે. કવિ શ્રી હર્ષદ ત્રિવેદી આમ તો વઢવાણ તાલુકાનું ખેરાળી ગામ અને શિક્ષક અને પછીથી કેળવણીનિરીક્ષકના પદ પર રહીને સાહિત્ય આરાધના કરનાર હર્ષદભાઈના પિતા શ્રી અમૃતલાલ ત્રિવેદીને યાદ કરવા પડે. તેમણે વાર્તાઓ–ગઝલો-મુક્તકો લખ્યાં છે અને ખેરાળી ગામનો ત્રિવેદી પરિવાર એટલે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમોત્તમ ભેટ ધરનાર પરિવાર એમ કહીએ તો પણ કશું જ અચરજ નહીં થાય. સાહિત્ય અકાદમી ગાંધીનગર શબ્દસૃષ્ટિ'ના સંપાદક તરીકે સેવા બજાવે છે. “એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી' ગઝલ સંગ્રહ છે. ‘તારો અવાજ કાવ્યસંગ્રહ છે. “ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયેલા છે. ૧૯૯૫માં કવિશ્રી જયંત પાઠક પારિતોષિક તેમને મળેલું છે. ૧૯૯૦માં લખાયેલી બાળવાર્તા પાણીકલર' લખેલી છે. “ગુજરાતી કવિતાચયન', ગ્રંથનું સંપાદન પણ તેમણે કરેલું છે. “સ્મરણરેખ” ૧૯૯૭માં લખાયેલી છે. આકાશવાણી તથા દૂરદર્શન પર તેઓ ઘણીવાર ઝળકેલા છે. કવિ દલપતરામ કવિ દલપતરામ એટલે આપણા ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના પ્રથમ હરોળના કવિ. કવિ દલપતરામ ડાહ્યાભાઈનો જન્મ વઢવાણ શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમની અટક ત્રવાડી (-ત્રિવેદી) હતી, પરંતુ ગુજરાતી સાહિત્યસર્જકની અટક “કવિ’ બની રહી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy