SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ પરિત્રાણ', ‘અંતિમ અધ્યાય’ અને ‘ગૃહારણ્ય' જેવાં નાટકો પણ લખ્યાં છે. ‘આપણો વારસો અને વૈભવ’, ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ અને ‘મંદારમાલા’ જેવાં પુસ્તકો ઇતિહાસ અને રસલક્ષી વિવેચનાત્મક દૃષ્ટિએ લખ્યાં છે. ‘સદ્ધિઃ સંગ' જેવી કૃતિમાં સંસ્થાની ઘડતરકથા સંવેદનશીલ ચિંતન દૃષ્ટિએ આલેખાઈ છે. તેમની નવલકથાઓમાં ઉદાત્ત જીવનદર્શન, અનુરૂપ વિષયવસ્તુ અને આદર્શ સાથે માનવીય સંવેદનોથી ધબકતી, માત્ર સૃષ્ટિ સાથે અદ્ભુત વર્ણનકલા તેમની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. દર્શકે પત્રસાહિત્ય' પ્રવાસવર્ણનો, વિવેચનો, ઇતિહાસ રાજ્ય ચિંતન, શિક્ષણ વિચાર, ધર્મ અને લોકશાહીના રખેવાળ તરીકે લેખની ચલાવી છે. શિક્ષક તરીકે જ્યારે વર્ગમાં તેઓ ભણાવતા ત્યારે તેમને સાંભળવા એક લહાવો બની રહેતો. તેમનું વ્યાખ્યાન પણ ઉત્તમકોટીનું પુસ્તક થઈને ઊભું રહેતું. મેઘાણી પરનું ‘ભેદની ભીંત્યું ને ભાંગવી’ એ ઉત્કૃષ્ટ વ્યાખ્યાન છે. સત્ય અને સૌન્દર્યની ખોજ દ્વારા ઊર્ધ્વગામી ઉપાસના કરનારા દર્શકના બહુમૂલ્ય સાહિત્યિક પ્રદાનને કેટકેટલું સમ્માન મળ્યું છે. રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૬૪ના ‘શાંતિના પાયા’ માટે ગુજરાત રાજ્ય પ્રથમ પારિતોષિક. ‘પરિત્રાણ' નાટક માટે દ્વિતીય પારિતોષિક ૧૯૬૮. * સોક્રેટિસ’નવલકથાને ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૭૫. * શૈક્ષણિક પ્રદાન બદલ જી. ડી. મેમોરિયલ પુરસ્કાર ૧૯૭૯. ‘અંતિમ અધ્યાય’ નાટક માટેનો ગુ. સા. અકાદમી પુરસ્કાર ૧૯૮૩. * શૈક્ષણિક પ્રદાન માટે ચંદ્રકાન્ત અંજારિયા મેમોરિયલ પુરસ્કાર ૧૯૮૬, * સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ ‘સોક્રેટિસ’ નવલકથા માટે ૧૯૭૫. * કેરીલચકતા આંબાઓના છાંયડા નીચે બેઠેલા આ લોકર્ષિએ ‘કોડિયું’ પણ ચલાવેલું. મનુભાઈ પંચોળી આંતરરાષ્ટ્રીય સ્તરે તત્ત્વનિષ્ઠ, વિચારક તરીકે આગળ પડતું નામ અને કામ. સિદ્ધાંતના ભોગે ક્યારેય પણ બાંધછોડ નહીં કરનાર મૂલ્યનિષ્ઠ તપસ્વી, અન્યાય સામે લડનાર ને જીવનના ઘડતરના ઉત્તમ વિચારક. Jain Education International ધન્ય ધરા ૧૯૭૫માં કટોકટી લદાઈ ત્યારે તેના વિરોધમાં ગુજરાત સરકારને ‘તામ્રપત્ર' પરત કરેલું અને જેલવાસ ભોગવેલો. માતૃભાષા દ્વારા શિક્ષણના પ્રથમ હિમાયતી. મેઘાણીની યાદ આવે તેવા ઝુલફાં ને ગરવા ગળાનો રણકો, ખાદીની ધોતી-બંડીમાં શોભતા મનુભાઈ પંચોળીએ ૨૯ ઓગષ્ટ-૨૦૦૧માં અંતિમશ્વાસ લીધા. શ્રી મનુભાઈનું જીવનચરિત્ર અમારા સંપાદિત ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ છે. ડૉ. રમણીકલાલ છ. મારુ ડૉ. આર. સી. મારુ. તા. ૨-૧૧૧૯૩૭માં રાજકોટ મુકામે સામાન્ય કારીગર-પરિવારમાં તેમનો જન્મ. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ડૉ. મારુ વર્ષ૧૯૬૬થી ૧૯૯૬ ધ્રાંગધ્રાની કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હતા. (૧૯૯૫માં) ડૉ. મારુ ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક અને ૧૯૬૧માં અનુસ્નાતકની પદવી મેળવેલી છે. ત્યારબાદ થોડો સમય માધ્યમિક શાળામાં રહ્યા. ૧૯૬૫માં બી.એડ્. પ્રથમ વર્ગમાં થયા. તેમણે ‘છંદો વિમર્શ’, ‘છંદો વિચાર', ‘છંદોની દુનિયામાં’, ‘ડિંગળનું પિંગળ’, ‘છંદ મીમાંસા’, ‘છંદતત્ત્વ પ્રકાશ’, ‘કવિ જન કહે કુંડળિયો' જેવા પુસ્તકો લખ્યા છે. ૧૯૬૬માં ધ્રાંગધ્રાની કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક બન્યા. સંશોધક, સંપાદક, વાર્તાકાર અને લોકસાહિત્ય-ચારણી સાહિત્યમાં બહુધા વિશેષ પ્રદાન છે એવા પુષ્કર ચંદરવાકરનો ભેટો થયો, જાણે કે જીવનની નવ્યદિશા ઊઘડી! તેઓના માર્ગદર્શન નીચે ‘ચારણ કવિ સાંયાજી ઝૂલા' અને તેમની કૃતિ પર મહાનિબંધ લખીને ૧૯૭૪માં પીએચ.ડી. (લોકસાહિત્ય)ની પદવી પ્રાપ્ત કરી. નવોદિત નવલકથા-વાર્તાકાર અતુલકુમાર વ્યાસ જેમના સમગ્ર પરિવારને વાગીશ્વરીનું વરદાન મળ્યું છે, તેવા માત્ર ત્રણ અક્ષર નામવાળા વ્યાસની આગળ જે નામ તમે સાંભળો કે નરી આંખે વાંચો તે વ્યાસ પરિવાર હશે. તેમણે ૨૫૦થી પણ વધુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy