SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૩૩ બિન્દુબહેન પરિવાર સાથે અમદાવાદમાં આવ્યાં. ધીરે ધીરે રેતીમાં અક્ષર પાડતાં ગુજરાતી ભાષા શીખ્યાં. વાચનનો શોખ અભણ માતાના વારસામાંથી મળ્યો છે. ઉમા આ-કોમર્સ મહિલા કોલેજ-ગાંધીનગરમાં અધ્યાપક તરીકે સેવા આપતાં બિન્દુબહેને બીજાં પણ પુસ્તકો લખેલાં છે. વાતકાર-નિબંધકાર : પંકજ ત્રિવેદી શ્રી પંકજ અમૃતલાલ ત્રિવેદી. મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરમાંની મહિલા બી.એ. કોલેજમાં ક્લાર્કની જગ્યા પર ફરજ બજાવે છે. નવોદિત સાહિત્યસર્જક છે. લેખક તરીકે તેમણે કવિતા, વાર્તા, લઘુકથા, રેખાચિત્રો અને નવલકથા એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે કલમ ચલાવી છે. વાચન-ફોટોગ્રાફી અને પ્રવાસના શોખીન પંકજ ત્રિવેદીએ ચૂડાના કવિ મીનપિયાસીનાં જીવન-કવન પર ચિત્રાંકન કરી આ દસ્તાવેજી ફિલ્મનું લેખન તેમણે કરેલું છે, જે દૂરદર્શન રાજકોટ દ્વારા નિર્મિત હતી અને રાજકોટ, અમદાવાદ અને દિલ્હી દૂરદર્શન પરથી ઘણી વખત પ્રસારિત થયેલી છે. રાજસ્થાન પત્રિકા' અને “ગુજરાતી વૈભવ'માં પત્રકાર તરીકેનું પ્રદાન છે. લબ્ધપ્રતિષ્ઠત ગુજરાતી અખબારો ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, ‘જયહિન્દ', “જનસત્તા', “ગુજરાત ટુડે', “ગુજરાત મિત્ર', “નવકાર'માં લેખક તરીકે કલમ ચલાવેલી છે. હાલ ફૂલછાબ'માં “મર્મવેધ' નિબંધો આપે છે.. સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ખરું નામ મનહર, પછી મનુભાઈ પંચોળી, બહુવિધ પ્રતિભા છે. ‘દર્શક’ ઉપનામથી જાણીતા મનુભાઈનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૧૪, “પંચાશિયા', તા. વાંકાનેર. પ્રાથમિક શિક્ષણ લૂણસર, માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં લીધું. પિતા રાજારામ પંચોળી શિક્ષક હતા. વતનનું ગામ વઢવાણ શહેર છે. ૧૯૪૨ની ચળવળ વખતે ધરપકડ થતાં ભાવનગરની જેલમાં ગયા. સંસ્થાની બહુવિધ જવાબદારી સાથે સ્વાધ્યાય, લેખનપ્રવૃત્તિ તરફ વળેલા દર્શક બંધન અને મુક્તિ', “દીપ નિર્વાણ', “પ્રેમ અને પૂજા' જેવી નવલકથાઓ તેમજ બે ‘વિચારધારા' તથા ઇતિહાસકથા “ગ્રીસ ૧,૨' પ્રકાશિત થયાં. ૧૯૪૮માં ભાવનગરના જવાબદાર પ્રજાતંત્રમાં થોડા સમય માટે જવાબદારી સંભાળી. ૧૯૮૩માં રચનાત્મક સમિતિના પ્રમુખ નિમાયા. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-મહારની સ્થાપના કરી. ૧૯૫૨માં “ઝેર તો પીધાં જાણી જાણી ભા.૧' પ્રગટ થઈ. ૧૯૫૩માં ઉચ્ચશિક્ષણના પ્રયોગરૂ૫ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના થઈ, જેમાં નેતૃત્વ નાનાભાઈનું હતું. ભારત નઈ તાલીમ પરિષદ ભરાઈ તે તબક્કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાણ થયું. “સાચું ભારત ના ગામડાંમાં વસે છે'—ગાંધીના આ આદર્શને મનુભાઈએ બરાબર ઝીલ્યો. પછીથી લોકભારતીના નિયામક થયા. ૧૯૫૪-૧૯૬૦માં ભારત સરકારના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે નાનાભાઈ સાથે ડેન્માર્ક, પૂર્વઆફ્રિકા, ૧૯૬૮માં ઇઝરાયેલ, ૧૯૭૬ યુરોપ, ૧૯૮૩માં અને ૧૯૯૩માં ચાર વખત આફ્રિકાનો પ્રવાસ કર્યો. આદર્શ લોકતંત્રના હિમાયતી–પ્રજાસેવક મનુભાઈ ૧૯૬૭-૭૧ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ ૧૯૭૦માં શિક્ષણમંત્રી બન્યા. | ગુજરાત રાજ્યના શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી. ૧૯૮૧-૮૩ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે ૧૯૯૨માં તેમણે સેવાઓ આપેલી છે. ૧૯૮૭માં “માતૃધારા” (પાલિતાણા) અવિધિસરના શિક્ષણ માટે લોકવિદ્યાલયની સ્થાપના કરી હતી. આમ છતાં મનુભાઈ એક બહુશ્રુત સર્જક તરીકે રહ્યા છે. વિશાળ અનુભવ અને વિશાળ વાચનના નિષ્કર્ષરૂપે તેમણે ઇતિહાસ વિષયક ઘણાં જ પુસ્તકો લખ્યાં છે. ગાંધી વિચારના સાધનશુદ્ધિ, અહિંસા અને સત્યાગ્રહ તો બ્લીચફર્ડના “મેરી ઈગ્લેન્ડ'ના વાચન દ્વારા ટ્રસ્ટીશિપની વાત અને લોકશાહીમાં સમાજવાદની શ્રદ્ધા મનમાં દૃઢ થઈ. સોક્રેટિસ, ટોલ્સટોય, રવીન્દ્રનાથ, શરદબાબુના સાહિત્યે એમનો ચૈતસિક પિંડ બંધાયો. દીપ નિર્વાણ”, “ઝેર તો પીધાં છે જાણી જાણી' ભા. ૧ થી ૩ અને “સોક્રેટિસ' જેવી કૃતિઓ ગુજરાતી સાહિત્યની વિચારપ્રધાન નવલકથાઓમાં ભારતીય સાહિત્યમાં સીમાચિહ્નરૂપ ઉત્તમ કોટીની નવલકથાઓ બની રહી છે. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy