SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોરબંદર ખાતે, ગુજરાત બાગાયતી ખાતા તરફથી આંબળાંની ખેતીમાં તૃતીય પુરસ્કાર. ગુજરાત બાગાયતી ખાતું વર્ષ ૨૦૦૪-૦૫માં આંબળાં અને અં-૭માં બીજું ઇનામ. જ્યોત્સનાબહેન ચિનુભાઈને બાગાયતી ખાતું ગુજરાત રાજ્ય તરફથી ૨૦૦૩-૦૪માં રાજ્યકક્ષાએ (આંબળાં માટે) ત્રીજું ઇનામ. આંતરરાષ્ટ્રીય એગ્નિ ટેક-૨૦૦૪માં બોર માટે બીજું ઇનામ. બાગાયતી ખાતું વર્ષ–૨૦૦૫માં આંબળાં અને અં-૭ માટે પ્રથમ ઇનામ. ગુ. બા. ખાતું ગુ.રા. તરફથી વર્ષ ૦૪-૦૫ આમળાઉ ગુ-૧ ને પ્રથમ ઇનામ પિતાશ્રી ખેતશીબાઈને મળેલું. પોતે ૧૨ ગાયો રાખી-છાણિયા ખાતરની હિમાયત કરી અનેક ખેડૂતોના પ્રેરણાદાતા બન્યા છે. તેમનું મૂળ વતન માલવણ, પરંતુ હાલ હળવદ છે. તેમના પિતાશ્રી ખેતશીભાઈ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખસ્થાને હતા. વન્ય સૃષ્ટિને વહાલ કરનારા કનૈયાલાલ રામાનુજ લક્ષ્મીરામ કનૈયાલાલ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા ગામે ૧૯૩૮ના નવેમ્બરની પહેલી તારીખે થયો હતો. શ્રી રામાનુજ ગુજરાત વન પર્યટન સંઘના મહામંત્રી હતા, તદ્ઉપરાંત વન્યજીવન અને પર્યાવરણને લગતી તેમજ બીજી કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ભારતનાં અનેક જંગલોમાં ફરીને સ્વાનુભવે આલેખાયેલા રોમાંચક અનુભવો પ્રાપ્ત કર્યા અને આ અનુભવો ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ સામયિકો ‘રંગતરંગ’, જેવાં ‘નવનીત–સમર્પણ’ જેવાં સામયિકોમાં લખતા રહેતા. આ બધાં પુસ્તકો લગભગ ત્રીસ જેટલાં છે, જે પુસ્તકો વન્યજીવન અને વનપ્રવાસનાં છે. જેમાંનાં પાંચ પુસ્તકોને ગુજરાત સાહિત્ય Jain Education International ૮૩૭ અકાદમીએ પારિતોષિક આપ્યાં છે. ‘વન્યપ્રાણી સૃષ્ટિ', ‘સાવજકથા’, ‘વનવગડાનાં પ્રાણી', ‘કાન્હા જંગલના રોમાંચક અનુભવો' વગેરે એમનાં પુસ્તકો છે. આપણાં નષ્ટ થતાં પંખી–પ્રાણી' નામની પુસ્તિકા લખેલી છે. આ અનુભવનો લાભ એમની જ વાણી દ્વારા અનેક આકાશવાણીનાં શ્રોતાઓએ માણ્યો છે. પરિચય–ટ્રસ્ટ મુંબઈ દ્વારા પણ તેમણે ‘આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ' જેવી પુસ્તિકા લખી છે. લેખન ઉપરાંત સારી ફોટોગ્રાફી, ચિત્રકળા, સંગીત, સાહિત્ય વગેરેના પણ શોખીન હતા. ‘ફૂલછાબ’ દૈનિકમાં ‘જ્ઞાન– ગંગોત્રી' કોલમ પણ તેઓ સંભાળતા. આ પ્રકારના જ્ઞાનકૌશલનો એક બહુધા વાચક વર્ગ હતો. આજે પણ છે. સંજોગોવશાત્ વગડાને વહાલ કરનાર આ પ્રેમાળ માનવી આજે આપણી વચ્ચે નથી. કલાવિદ્ : ગુલામમોહમ્મદ શેખ કલા વિવેચક, કવિ અને ચિત્રકાર શ્રી ગુલામમોહમ્મદ શેખને (૧૯૮૩) ભારત સરકારે પદ્મશ્રી'નો ખિતાબ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું છે. ૧૯૩૭માં ગુજરાતના સુરેન્દ્રનગરમાં તેમનો જન્મ. મધ્યમવર્ગના પરિવારમાંથી આત્મસૂઝ અને લગનના બળે ચિત્રકળાના ક્ષેત્રમાં આગળ વધેલા. દેશના પ્રમુખ ચિત્રકાર છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ચિત્રકાર છે. આધુનિક કવિ છે. ઘૂંટાયેલા ગદ્યકાર છે. માનવીય નિસ્બત, સચ્ચાઈ અને સાહજિક નમ્રતા અને સાથે નિર્ભિકતા તેમનો આગવો ગુણ છે. કલા-શિક્ષણ-સંસ્કાર વારસો અને સાંપ્રદાયિકતા જેવા વિષયો પર તેમનો આગવો દૃષ્ટિકોણ છે. ૧૯૬૩ પછી અમૃત કે એક્ટ્રેક્ટ ચિત્રકળા તરફ વલણ વધ્યું અને તે અરસામાં ઇંગ્લેન્ડ જવાનું થયું. શરૂઆતમાં ફોટોગ્રાફી પરથી ચીતરવાનું મંથન અંદરના ઘૂઘવાટને કાઢવા ઉછળતું હતું. ૧૯૬૬માં પાછાં ફરતાં ઘેર જતાં'ના શીર્ષકથી લખાણ જેવું ચિત્ર પણ થયું અને તાજી ઇંદ્રિયગ્રાહ્ય ભાષામાં લીંપાયેલા નિબંધો ઘરે જતાં' શ્રેણીમાં તથા ‘ગોદડી' પહેલો ભાગ-બીજા ભાગમાં વાર્તા પણ છે—તે ‘ભાઈ', પણ બંને ભાગ જુદા નથી, જે પ્રગટ થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy