SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૨૯ પ્રથમ સ્થાને રહીને ભરતકલાનાં દર્શનની ખ્યાતિ વધારી છે. કંઠની બક્ષિસ હોઈ દુહા-છંદની જાહેર સ્પર્ધામાં, વેશભૂષા સ્પર્ધામાં અનેકવાર મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કારો પ્રાપ્ત કરેલા છે. દૂરદર્શન પરથી રજૂ થતાં “રા'માં તેઓ ઝળકેલા છે. પ્રાથમિક શિક્ષક સંઘ, ભાતીગળ છત્ર-સુશોભન મંડળ, તરણેતર યુવક મંડળ એમ વિવિધ મંડળો સાથે તેઓ સંકળાયેલા છે. લોકસાહિત્યકાર અને કચકડાના કસબી મનુભાઈ ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ એટલે કે જાણે લોકસાહિત્યના સ્વાતિનાં મોતી નીપજાવતું ગામ, જેમાં ત્રણેક પરિચય તો આ ગામના નામ સાથે જોડાયેલા છે! હાલ મુંબઈ સ્થિત એવા મનુભાઈએ માત્ર ગુજરાત નહીં પણ દેશ-પરદેશમાં પોતાની ખ્યાતિ ફેલાવી છે. દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર પિતા નટવરસિંહ મિસણના આંગણે તેમનો જન્મ થયેલો. આજે ૮૦ વર્ષની જૈફ વયે પહોંચેલા મનુભાઈ નવાજૂના જમાનાના સંધ્યાકાળે ઊભા છે. માતા સાયબા રાજસીતાપુરમાં જ રહેતા અને મનુભાઈ વતનભૂમિમાં બે–ચાર મહિના એક આંટો અવશ્ય આવી જાય છે. હમણાં જ માતા સાયબાનું અવસાન થયું. લોકસાહિત્ય, લોકવાર્તાકથક અને ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રે સામાજિક-ઐતિહાસિક અને સૌરાષ્ટ્રની અણમોલ સંસ્કૃતિને પડદા પર ચિત્રિત કરનાર તરીકે મનુભાઈને અવશ્ય યાદ કરવા જ પડે. આમ તો લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના મર્મવેધુ છે. રામાયણ-જૈન સાહિત્ય તથા આચાર્ય રજનીશની તત્ત્વ સરવાણીનું ઝરણું તેમના હૈયામાંથી કલકલ વહેતું હોય ત્યારે થાય કે આ બધું મનુભાઈએ ક્યારે અને કેટલું ખેડાણ કર્યું હશે! લોકરંગનાં કિરણોની ટશર માનવજીવનની ભાત પર પડતી હોય ત્યારે થાય કે મનુભાઈ માત્ર ફિલ્મસર્જક નથી. માણસ વચ્ચે રહી માણસની વાતું કરનારા છે. સ્વ. હેમુભાઈએ જે ચિત્રમાં કંઠ આપ્યો છે તે “કસુંબીનો રંગ' ચલચિત્રને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળેલો (૧૯૬૫). આ ચલચિત્ર ગુજરાતના સિનેમાઘરોમાં લાંબામાં લાંબો સમય ગુંજતું રહેલું. “મુંબઈ સમાચાર' સાપ્તાહિક જેવાં અને બીજા સામયિકોમાં મનુભાઈ લખતા રહેલા. તા. ૧૨-૪-૦૮ સુરેન્દ્રનગર ખાતે સંતશ્રી મોરારિબાપુના હસ્તે “સાત પગલા ધરતી પર’ પુસ્તકનું વિમોચન થયું. મનુભાઈના પુત્ર સંજીવ ગઢવીએ પણ એટલી જ બબ્બે સવાઈ નામના મેળવી છે. ડાયરેક્ટર રહી હિન્દી ચિત્ર ધૂમ, ધૂમર, કીડનેપ ઉતાર્યા છે. મનુભાઈનાં લગ્ન વડિયાનાં પુત્રી લીલાબહેન સાથે થયાં છે. તેઓ પંકજ ઉદાસ (જાણીતા પાર્શ્વગાયક)નાં બહેન થાય. મનુભાઈ ગઢવી અંધેરી, લોખંડવાલા કોમ્પલેક્સ, ૧૩મે માળે, મુંબઈ રહે છે. સમર્થ લોકવાર્તાકાર : બચુભાઈ ગઢવી આકાશવાણી-રાજકોટ પાસે જે ઉત્તમ કક્ષાના લોકવાર્તાકારોની વાર્તાઓનું રેકોર્ડિંગ છે તેમાં પ્રથમ હરોળના આ લોકવાર્તાકારની ઘણી લોકવાર્તાઓ સાંભળવા મળે છે. લોકવાર્તાકળાનો આ વારસો માતા જીવુબા પાસેથી વારસામાં મળ્યાનું બચુભાઈ કહેતા, એટલે તો ગુરુસ્થાને માતા જીવુબાને ગણે છે. માતા જીવુબાને ધર્મ, ચિંતન, રામાયણ-મહાભારત, કુરાને શરીફ, સંસ્કૃત ગ્રંથોનું જ્ઞાન હતું. એનો વારસો બચુભાઈને મળ્યો. પિતાનું નામ ભાવસિંહજી રોહડિયા. પિતા ચારણદાસ ગણાતા, છતાં રજવાડામાં સ્પષ્ટ વક્તા તરીકે પોતાની છાપ અંકિત કરેલી. વઢવાણની ભૂમિ તેમનું વતન. શિયાણીની પોળે રહેતા બચુભાઈ ગઢવી માત્ર ગઢવી ન રહેતાં ખરા અર્થમાં “ગઢના રખેવાળ' હતા. વઢવાણના ગઢ અને દરવાજાની અસ્મિતાનાં દર્શન એમની વાધારામાં અચૂક સાંભળવાં મળે, જે દરવાજા હવે નવાં-ક્લેવર પામ્યા છે. | ગુજરાતનું ગૌરવ ગણી શકાય એવા બચુભાઈને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર પણ મળેલો છે. બચુભાઈનું સાચું નામ જીવાભાઈ છે. લોકવાર્તામાં જેવાં શીલ એવી શૈલીના કથક બચુભાઈ હતા. પછી તે વીરરસ હોય, શૃંગાર રસ હોય કે મુગલ શાહજાદીના પ્રણયની વાત હોય! ભાવ અને ભાષાની અભિવ્યક્તિનો સુંદર વિનિયોગ તેમની વાર્તામાં સાંભળવા મળે. અલંકારો અને ઉપમાઓથી શબ્દ ગુચ્છાને મહેકાવ્યા છે. તે લોકવાર્તાકાર બચુભાઈની આગવી વિશેષતા છે. તેમના પરિવારમાં આ ચારણ ચોથા વેદની પરંપરાને પુત્રોએ પણ જાળવી છે. જયદેવભાઈ પણ સારા ભજનિક છે અને લોકવાર્તાકારનું સામર્થ્ય ધરાવે છે. ફક્ત સાઠ વરસની dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy