SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અને માતા કુંવરબહેન રણછોડભાઈ રબારી. તેમનાં પત્ની મધુબહેન છે. શાળાંત પાસ પુંજલભાઈ વાક્છટા, કવિત્વશક્તિ અને હવે કથાકાર તરીકે પ્રતિભાવંત છે. લોકરામાયણ દરમ્યાન સમાજમાંથી અંધશ્રદ્ધા-વહેમ જાય, કંકાસ જાય અને મધુરો પરિવાર કોળાય એવા સહેતુના હિમાયતી છે. નાનપણથી ભણાવવાનો શોખ. હિરશંકરદાદા પાસે ભણેલાં. મેઘાણીનાં પુસ્તકો વાંચ્યાં અને તેમનામાં રહેલો કલાકારનો જીવ મહોરી ઊઠ્યો. પુંજલભાઈને વર્ષ ૨૦૦૪-૨૦૦૫નો (શિક્ષણની પ્રવૃત્તિઓ માટે) ‘ચંદ્રકાન્ત અંજારિયા મેમોરિયલ રિસર્ચ એવોર્ડ' પ્રદાન થયેલો છે. એજ રીતે ‘કવિ દુલા કાગ' એવોર્ડ, જે લોકસાહિત્ય માટે પ્રખર રામાયણી શ્રી મોરારિબાપુના વરદ્ હસ્તે મળ્યો છે. પુંજલભાઈ લોકકલાકાર, કથાકાર અને વઢવાણ સાથે કચ્છમાં રબારી-માલધારી સમાજના શૈક્ષણિક-ઉત્કર્ષ માટે જાણે કે મશાલચી બન્યા છે! તેમનું વૈચારિક ભાથું એટલે દુલાકાગ, મોરારિબાપુ, મેઘાણીજી, કવિ મીનપિયાસી અને દુલેરાય કારાણી છે. લેખની પણ એટલી જ પ્રબળ છે. ત્રોફાવો રૂડાં ત્રાજવાં' એ પુસ્તિકામાં આલેખાયેલા પ્રસંગો વાંચવા જેવા છે, જેની પ્રસ્તાવના અલગારી વિ મકરંદભાઈએ લખી આપી છે. ધન્ય ધરા ધન્ય લોક’ પુસ્તિકાની પ્રસ્તાવના દર્શકજીએ લખી આપી છે. છંદ-દોહા-સોરઠામાં એમની વનશક્તિ બરાબર ખીલી છે. ‘ભજા તોયે ભેળિયાવાળી'માં ચારણી છંદો અને દોહરાઓમાં લખાયેલા આ પુસ્તકની પ્રસ્તાવના વિદ્વાન શ્રી ડો. બળવંત જાનીએ લખી છે. આમ તો વઢવાણમાં જે કાંઈ કથાઓ થઈ તે વ્યવસ્થાસંચાલનમાં અગ્રસ્થાને પુંજલભાઈ રહ્યા છે. પછી તે મોરારિબાપુ હોય કે ધાર્મિકલાલ પંડ્યા હોય! ૧૯૮૫માં બદ્રીનાથમાં મોરારિબાપુની કથા પ્રસંગે ભાવકોની ઉતારા–રસોડાની વ્યવસ્થા સંભાળેલી અને ઉઘાડા પગે આ યાત્રા કરેલી. પુંજલભાઈ આકાશવાણી-રાજકોટના (લોકગીત)ના માન્ય કલાકાર છે. E.T.V. ગુજરાતીમાં વિશિષ્ટ વ્યક્તિઓની પરિચયાત્મક શ્રેણીમાં પુંજલભાઈ ઝળકેલા છે. માલધારી મંગલ-મંદિર ટ્રસ્ટ, ભુજોડી તા. ભૂજ-કચ્છમાં ખરેખર મંગલમંદિર ઊભું કર્યું છે અને તેનું સંચાલન કરે છે. Jain Education International અનેક વખત લોકડાયરાઓમાં લોકસમાજની સંસ્કારિતાની શગ ને પ્રગટાવતા રહેલા એક લોકકલાકાર. વઢવાણ ‘શ્રદ્ધા’–હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા છે. સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ પ્રખ્યાત સાહિત્યકાર ‘જયભિખ્ખુ’, બાલાચંદ દીપચંદ દેસાઈ તેમના પિતાશ્રી થાય. સાયલા તેમનું વતન. ૯૦ છેલ્લાં ૪૦ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન કરીને ડૉ. કુમારપાળ દેસાઈએ માત્ર રાજ્ય કે સૌરાષ્ટ્રમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા મેળવી છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને સંસ્કૃતિ——વિચારક તરીકેનું અધ્યાત્મજ્ઞાનનું ઉત્તમ સાહિત્ય સુવાસ ફેલાવતું રહ્યું છે. વિવેચન, ચરિત્ર, સંìધન, ચિંતન, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા, ધર્મબોધ વગેરે વિશે ૧૦૦થી પણ વધુ ગ્રંથો લખ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેના તેમનાં પ્રવચનોએ આં.રા. ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પણ સંયોજક છે. શ્રી કુમારપાળભાઈ વિષે આ ગ્રંથમાં જ અન્ય એક લેખમાળામાં વિસ્તૃત પરિચય પ્રગટ થયો છે. કવિ શ્રી ગોવિંદભાઈ પાલિયા ચારણની પરંપરામાં આજે એક નવોદિત નામ કવિશ્રી ગોવિંદ પાલિયાનું છે. ઉચ્ચ શિક્ષણ તો કાંઈ લીધું નથી, પરંતુ હૃદયતલમાં કવિતાની જે સરવાણી વહે છે તેને તેમણે પોતાની કલમે જ આલેખીને આજના વર્તમાન ભાવકને તેનો રસાસ્વાદ કરાવ્યો છે. યુવક–મહોત્સવ, જાહેર (સાંસ્કૃતિક) યોજાતા સમારંભોમાં, ડાયરાઓમાં તેઓએ અનેકવાર ભાગ લઈને સફળતા મેળવી છે. દુહા-છંદ, લોકવાર્તા, કાવ્યસ્પર્ધા એમ વિવિધ રીતે યુવક–મહોત્સવમાં છેક રાજ્યકક્ષા સુધી પ્રથમ ચરણમાં સફળતા મેળવી છે. મૂળ વતન તો ચોટીલા તાલુકાનું રૂપાવટી ગામ. માતા પુનબાઈ અને પિતા લાભુભાઈ. આજે પણ ગાયો-ભેંસો ચરાવવાનું માલધારી–કર્મ તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy