SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શાંતિલાલભાઈએ ‘ગુજરાત સમાચાર'માં દિલ્હી ખાતે ફોટો જર્નાલિસ્ટ તરીકે જોડાવાનું ઇજન મોકલ્યું અને ઝવેરીલાલભાઈ બેગ-બિસ્રા અને રસોઈના સામાન સાથે દિલ્હી ગયા. ત્યાંથી રોજ ફોટોગ્રાફ્સ અમદાવાદ મોકલતા અને પહેલે પાને તે છપાતા. લોકો ખુશ થતાં. આમ ૧૯૭૨ શ્રી ‘ગુજરાત સમાચાર'ની નોકરીમાં જોડાયા. ચાર વર્ષ ત્યાં રહ્યા. આજે ૮૦ વર્ષની જૈફ વયે પહોંચેલા ઝ. મ. કટ–સાઇઝ મૂછો, ફાંકડી–હેડ કેપ, કલાની ઓળખ આપતાં ઝુલાં અને ચમકદાર આંખો. જો ક્યાંય પણ આવી વ્યક્તિ જોવા મળે તો માનવું કે તે ગુજરાતના ઉત્તમ તસ્વીરકાર ઝવેરીલાલ મહેતા છે. માણસને ઓળખવા ઘણીવાર જિંદગી ટૂંકી પડે. ત્યારે આ ફોટોઆર્ટિસ્ટ એની ચમકતી-દમકતી આંખો વડે માણસનું હીર પારખી લે છે. ફોટોગ્રાફી કરતી વખતે કઈ ક્ષણે સ્વીચ દબાવવી તે સાવધાનીનો કેમેરો તેમની આંખોમાં પણ ગોઠવાયો હોય તેમ લાગે છે! ફોટોગ્રાફરની નીચે બારીક-લેખન-શિલ્પ કરે છે. જે વાંચવાની મજા આવે છે. તેમના આ કૌશલ્યને ધ્યાનમાં લઈ ‘ગુજરાત–સમાચારે’ બુધવારની પૂર્તિમાં ‘ફોટો-સ્ટોરી' કોલમ શરૂ કરી છે. ફોટોગ્રાફીની ઉત્તમતા જોઈને ગુજરાત સરકારે ટાગોર હોલમાં યોજાયેલા ફંક્શનમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂા. ૧ લાખનો પુરસ્કાર એવોર્ડ આપીને સમ્માન્યા હતા. તે પહેલાં મેયર, રાજ્યપાલ અને માજી. ના. વડાપ્રધાન અડવાણીએ તેમને સમ્માન્યા હતા. હમણાં જ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજે તેમનું જાહેર સન્માન કર્યું. પોતાના નિજાનંદી શોખને ‘બંધન' તરીકે લેખ્યો નથી. નિર્વ્યસની છે. તંદુરસ્તીનું રહસ્ય પણ એ જ છે. જનજીવન વચ્ચે પોતાનું ‘એકાંત' શોધનાર એક ભાવનાશીલ વ્યક્તિ એટલે આપણા ઝવેરીલાલભાઈ મહેતા. હાલ ૭–પન્નાપાર્ક સોસાયટી, વિજય ચાર રસ્તા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ ખાતે રહે છે. કવિ મીનપિયાસી દિનકરરાય કેશવલાલ વૈદ્ય (જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર). સુરેન્દ્રનગર જિલ્લાનું ચૂડા ગામ એટલે મૂળ વતન. એમનો જન્મ ભાદરકાંઠાના જેતપુર ગામે થયેલ. માતા મુક્તાબહેન અને પિતા રાજવૈદ્ય કેશવલાલ પોપટલાલ ભટ્ટ. મીનપિયાસી એમનું ઉપનામ છે. જન્મરાશિ પ્રમાણે પણ મીન Jain Education International રાશિ આવતાં, એકલું બાંડું ન લાગે એટલે પ્રકૃતિવિદ્ કવિને નામ શોધતાં મીન અને પિયાસીને લગાડતાં નામ જડી ગયું. ખગોળવિદ્ અને પક્ષીવિદ્ કવિ અને ચિત્રકાર આવો સુભગ સમન્વય તો ભાગ્યે જ કોઈ કવિના જીવનમાં જોવા મળે. કવિનો અભ્યાસ ભાવનગર અને મુંબઈમાં ૧૯૨૯માં મેટ્રિક થયા. નેશનલ મેડિકલ કોલેજમાં ઇન્ટર એલ.પી.સી.એસ. પાસ થયા પછી તબિયત લથડતાં ચૂડા આવ્યા. પિતાના વૈદ્યકીય ધંધામાં લગભગ ૨૫થી ૩૦ વર્ષ ગાળ્યાં. ૮૨૩ એકવીસ વર્ષની વયે સ્વ. મંજુલાબહેન સાથે લગ્ન થયાં. સુખી–સંસ્કારી ઘરનાં દીકરી એવાં મંજુલાબહેનનું સાસરિયામાં નામ રખાયું મનોરમાબહેન. જીવનનો નાદ કલકલ વહેતો થયો. આનંદની ભરતી આવી. ૧૯૪૩ના વરસમાં પશુપંખીમાં રત એવા દિનુભાઈને મનોરમાબહેને પોપ્યુલર હેન્ડ બુક ઓફ ઇન્ડિયન વર્ડ્ઝ′ પુસ્તક પ્રેમના પ્રતીકરૂપે ભેટ આપ્યું. ૧૯૫૬માં કવિની કલ્પનાની એક પાંખ કપાઈ. પત્નીનું અવસાન થયું પણ કાયમી સ્મૃતિમાં એક પુત્રી વિદ્યા આજે વિદ્યમાન છે, જેમની વય આજે ૪૫ વર્ષની છે. દિનકરભાઈને શશીકાન્ત, ઉષાકાન્ત, ડૉ. કપિલભાઈ અને નાના હસમુખભાઈ (જાદુગર બેલી) એમ ચાર ભાઈઓ અને ગુણિયલબહેન અને સરોજબહેન એમ બે બહેનો હતી. “કલા એટલે સૌંદર્યસર્જન અને સૌંદર્ય એટલે સંવાદિતા જ્યાં સંવાદિતા નથી ત્યાં સૌંદર્ય નથી અને કલામાં સૌંદર્યનું જતન નથી તે કલા નથી.” તેમણે કલા અને સૌંદર્ય વિષયક ૨૦૦ પંખીના લેખો તથા ‘મરણ પછીનું જીવન’ તથા ખગોળના લેખો પણ આપ્યા છે. મીનપિયાસીની કલમે લખાયેલું પંખીઓનું અવલોકન વાંચવા જેવું છે. રંગીન તસ્વીરો સાથેનું પક્ષીઓનું પુસ્તક, જે માહિતી ખાતાએ પ્રગટ કર્યું છે. અષાઢી–કંઠના ગુજરાતના લોકગાયક હેમુ ગઢવી ઝાલાવાડની પવિત્ર પાંચાળ ભૂમિમાં માંડ ૨૦૦ માણસોની વસ્તી ધરાવતા ઢાંકણિયા ગામમાં ૧૯૨૯ની ચોથી સપ્ટેમ્બરે રનુ શાખાના ચારણ નાનાભાઈના આંગણે કસુંબલ કંઠના હેમુભાઈનો જન્મ થયો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy