SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા ૮૨૨ ૧૯૭૫માં “મારી શ્રેષ્ઠ વાર્તાઓનો સંગ્રહ પ્રગટ થયો. સંકેત' નવલકથા (૧૯૬૬) પ્રથમ નવલકથા લખાઈ. | દિલીપભાઈના તેમના સર્જન–સાહિત્યનો ફાલ ઘણો ઊંચો છે. એટલું જ શ્રેષ્ઠ સાહિત્યનિર્માણ છે. કુલ ૪૨ જેવી નવલકથાઓ લખી છે. ૫ વાર્તાસંગ્રહો આપ્યા છે. સંસ્મરણકથાઓ ૭ લખી છે. “વાત એક માણસની’ ચરિત્રનિબંધ છે. નિયતિ', “આંસુભીનો ઉજાશ” અને “મીરાંની રહી મહેક' નવલકથાઓ ગુ. સા. અકાદમી દ્વારા પુરસ્કૃત થઈ છે. જછવિ', સુગંધ સંબંધોની’, ‘લાગણીનાં ફૂલ', “કરમકથા', જે રેખાચિત્રો છે, તો પ્રસંગકથાઓનું વિપુલ ખેડાણ છે. સોળ જેટલી પ્રસંગકથાઓ છે. તેમના વિશાળ લેખનકાર્ય બદલ અનેક એવોર્ડ મળ્યા છે. લેખકે વ્યવસાય અર્થે મહત્તમ વર્ષો સુરેન્દ્રનગર જિલ્લામાં અને વિપુલ સાહિત્ય સર્જન પણ સુરેન્દ્રનગર જિલ્લામાં રહીને જ કર્યું. એવા દિલીપભાઈનું અવસાન ગાંધીનગર, તા. ૧૬ જુલાઈ-૨૦૦૩માં થયું. નવલરામ જગનાથ ત્રિવેદી ઝાલાવાડના વઢવાણના વતની એવા નવલરામ ત્રિવેદીનો જન્મ ૧૧મી ઓક્ટોબર-૧૯૯૫ના રોજ થયો હતો. વિવિધ સામયિકોમાં તેઓ લખતા. બંગાળી પુસ્તકોના આધારે લખાયેલું એમનું પુસ્તક “કારાવાસની કહાણી' રાજકીય વિષયનું જાણીતું અને વાચન કરવા જેવું પુસ્તક ગણાય છે. એમણે કવિશ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરના કાવ્યોનું સંપાદન કર્યું છે. સાહિત્ય પ્રત્યેની તેમની અભિરુચિ અને ગાઢ અભ્યાસને કારણે તેમને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. તેમણે “શેષ વિવેચનો’, ‘નવા વિવેચનો’, ‘પરિહાસ', “કેતકીના પુષ્પો', ‘શિક્ષણનું રહસ્ય', સમાજ સુધારાનું ‘રેખાદર્શન', કેટલાંક વિવેચનો', “માનસશાસ્ત્ર’ (સંપાદન), “ગ્રામમાતા’ (સંપાદન), “હૃદય ત્રિપુટી' (સંપાદન) જેવા પુસ્તકો લખ્યા છે. ગુજરાતના ફોટો-જનલિસ્ટ ઝવેરીલાલ મહેતા માણસ પારખું અને “માણસ વચ્ચે જીવનારા” આપણા ફોટો-જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા. જન્મ તા. ૯ જુલાઈ૧૯૨૮ના રોજ હળવદની ધરતીમાં એ જમાનાના નાટ્ય અભિનેતા દલપતરામ મહાશંકરના આંગણે (દેરાશ્રીની ખડકી તરીકે જાણીતું) માતા રંભાબહેનની કૂખે થયો હતો. પૂર્વ પ્રાથમિક શિક્ષણ હળવદ જૂના રાજમહેલ પાસેની શાળામાં લીધું. બ્રિટિશ હકૂમત તળેની તાનાશાહી. રાજા-પ્રજા વચ્ચેનો પ્રેમ જળવાયેલો હતો. નાત-જાતના ભેદભાવ, પણ ભાવ વચ્ચે રહેતાં લોકો હતાં. હળવદથી ધ્રાંગધ્રા પાવરહાઉસમાં મોટાભાઈની બદલી થતાં સમગ્ર કુટુંબ ધ્રાંગધ્રા રહેવા ગયું. છ ધોરણ સુધી અજિતસિંહજી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી મજા ખૂબ માણી... “બલિ રાજા પ્રસન્ન થાઓના બ્રાહ્મણના છોકરાને હાથે ભાવથી રાખડી બંધાવે અને ખુશીમાં દખ્ખણાં આપે. આઠ આનામાં રમકડાં, ચકડોળમાં બેસવું, મજા મજા! ત્યારના આઠ આના આજના પચ્ચીસ રૂપિયા જેવા. રાજમહેલમાંથી ગુરુજીનું સીધું લઈને ઘરે પહોંચાડવાનું. ત્યારના રાજવી ઘનશ્યામસિંહ બાપુની ગાડી પસાર થઈ. ઝવેરીલાલભાઈએ સીધાની થાળી એક બાજુ મૂકીને બાપુને સાવધાનની મિલિટરી સ્ટાઇલમાં સેલ્યુટ મારી. બાપુએ આ જોયું. ગાડી આગળ થોભાવીને આઠ આના દઈને ડ્રાઇવરને સૂચના આપી—“ઈ છોકરાને આઠ આના આપીને કહેજે કે તમારી સલામ જોઈને બાપુસાહેબે ખુશ થઈને આ બક્ષિસ મોકલી છે....” | સરળ નિખાલસ અને શિક્ષકોને ખરા અર્થમાં “ગુરજી' તરીકે સ્વીકારતા. હાલની હળવદની ભોજનશાળાના મુખ્યપ્રવેશ દ્વાર ઉપર આવેલી સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ ગુરુ જગન્નાથજી પાસે કરેલો. ઝવેરીલાલભાઈને સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ભણવા માટે “અંબિકા ઓઇલ મિલ' તરફથી સ્કોલરશિપ મળી હતી. રહેવાનું ધ્રાંગધ્રાના નગરશેઠ મોતીલાલજીએ મુંબઈ (ફોટ) યૂસુફ બિલ્ડિંગમાં એમની ઓફિસમાં જ વ્યવસ્થા કરી આપેલી. રૂના વેપારી હતા. સેમ્પલની કોથળીનું ઓશીકું બનાવીને સૂતા. ભારત-આઝાદીનો રંગ એમણે જોયેલો. ફોટોગ્રાફર ત્યારે નહોતા. ઓઇલ મિલ ફડચામાં જતાં. સ્કોલરશિપ બંધ થઈ. છેવટે “ચેતમછંદર', ‘વંદે માતરમ્', મલબાર સ્ટીપશિપ કુ.માં કામ શોધીને ખર્ચ કાઢ્યો પછીથી અમદાવાદની વિખ્યાત મિલ અરવિંદ ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં આર્ટિસ્ટ તરીકે નોકરી મળી ગઈ. માલિક હતા કસ્તુરભાઈ લાલભાઈ શેઠ. પૂરાં ૧૭ વર્ષ નોકરી કરી. દરમ્યાન “ટાઇમ્સ', જનસત્તા', “સંદેશ” જેવા ન્યૂઝ અખબારોમાં ફોટોગ્રાફસ મોકલતા. આ જોઈને તંત્રીશ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy