SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમનું કાયમી નિવાસસ્થાન છે. ઋષિવર્ય મહારાજશ્રી પૂરાં ૧૦૧ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી સદ્ગતની ઇચ્છાનુસાર નર્મદાકિનારે શુક્લતીર્થના સ્થળે અંતિમ સંસ્કાર માટે ભાવિકજનોની હાજરી વચ્ચે લઈ જવામાં આવેલા. દેશ માટે મુક્તિદિન પણ આ સંગીતાચાર્ય માટેનો નિર્વાણદિન (૧૫-૮-૨૦૦૭) બની રહ્યો. વાચકોએ વખાણેલા વાર્તાકાર દેવશંકર મહેતા દેવશંકર મહેતા એટલે સૌરાષ્ટ્રની ભૂમિમાં ‘ચેતમછંદર’ અને ‘ફૂલછાબ’ જેવાં સાપ્તાહિક અખબારો તે જમાનામાં વાચકોમાં લોકપ્રિય થઈ પડેલાં એ મેઘાણી અને ગુણવંતરાય આચાર્યના સમયના લેખક. તા. ૧૬-૧-૧૯૧૬ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે તેમનો જન્મ. પિતા કાશીરામ અને માતા પૂરીબહેનનાં કુલ આઠ સંતાનોમાંના દેવશંકર ચોથું સંતાન હતા. માતા-પિતા સંસ્કારતીર્થ જેવાં. બાર વરસની ઉંમરે પહોંચેલા દેવશંકર, પિતાજીને ધ્રાંગધ્રા સ્ટેટના રાજગવૈયા તરીકે નિમણૂક મળતાં પરિવાર ગુજરવદીથી ધ્રાંગધ્રા રહેવા ગયો. ૧૯૨૮માં લખતરના રામચંદ્ર રાવલની દસ વરસની દીકરી કાન્તાબહેન સાથે દેવશંકરજીનાં લગ્ન થયાં ત્યારે માત્ર બાર વર્ષની ઉંમર. શરૂઆતનાં બે વરસ ધ્રાંગધ્રા શિક્ષક તરીકેની નોકરી કરી ત્યારે તેઓ સાત ધોરણ પાસ હતા. પિતા કાશીરામની બિમારીને લીધે ધ્રાંગધ્રા છોડી ગુજરવદી આવ્યા. પંદર વરસની વય, બિમાર પિતા, માતા, ચાર નાનાભાઈ તથા પત્નીની ભરણપોષણની સઘળી જવાબદારી તેમના માથે આવી પડી. નાચવા–કૂદવાની ઉંમરે કોઢ ગામની ધૂળી નિશાળમાં શિક્ષક તરીકે રહ્યા, પરંતુ પગાર ઠન ઠન ગોપાલ! આઠ મહિના રાતીપાઈ ન મળતા પિતાને ગુજરવદીમાં મોસાળું એટલે ખેતી કરી. ૧૯૪૬માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગામને ઝાંપે’ પ્રગટ થયો. વાચકોએ ખૂબ વખાણ્યો. લખવાની દિશા બરાબર પકડાઈ. '૪૭માં પેપા ને લીંબોળી' નામે બીજો વાર્તાસંગ્રહ પ્રગટ થયો, પરંતુ પ્રથમ ત્રણ પુસ્તકો વિશેનાં વિવેચકોનાં તથા સમકાલીન લેખકોનાં નિવેદનો સાંભળી કલમ મૂકી દીધી. ફરી ખેતી અને Jain Education International ગામસેવામાં લાગી ગયા, પરંતુ પત્ની કાંતાબહેન લેખકની શક્તિને પિછાણતાં હોય તેમ હિંમત આપતાં રહ્યાં. ફરી લખવાને પ્રેર્યા. ૮૨૧ પછી તો તેમની લેખન સરવાણી વણથંભી વહેતી થઈ. લગભગ ૨૭ ઐતિહાસિક નવલકથાઓ, ૨૫ સામાજિક નવલકથાઓ, ૧૧ દરિયાઈ નવલકથાઓ અને નવલિકાસંગ્રહો આપ્યા. આમાંની દસ શ્રેષ્ઠ નવલિકાઓનું અલગ સંપાદન કરીને પ્રકાશિત કરી. શ્રેષ્ઠ નવલિકાઓ વિષય લઈને પોતાના નાના દેવશંકર મહેતા પર આપણા હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. સાહિત્યસર્જક દિલીપ રાણપુરા દિલીપભાઈનું ખરું નામ ધરમશી. દિલીપભાઈ રાણપુરા એ મોટાગજાના સાહિત્યસર્જક હતા. તેમનો જન્મ તા. ૧૪૧૧-૧૯૩૧. ધંધુકા, જિ. અમદાવાદ. ૧૯૩૯ શાળા પ્રવેશ (બાલપોથી) દિલીપભાઈના પિતાને કાપડની દુકાન હતી. અભ્યાસ દરમ્યાન વેપારની તાલીમ મળેલી. બોટાદ જૈન મિડલ સ્કૂલમાં પણ દાખલ થયેલા. ૧૯૪૬માં હાઇસ્કૂલના શિક્ષણ માટે બિરલા એન્ડ હરજીવનદાસ હાઇ. ધંધુકામાં દાખલ થયેલા. ૧૯૪૭માં ઉપાશ્રય સાથે શાળાત્યાગ કમ્યુનિષ્ટ પાર્ટીનું નામ ભાઈજીભાઈ, ડી. એમ. વશી, કચ્છી સાથે કામ કર્યું. અમદાવાદમાં શારદા મુદ્રણાલયમાં કંપોઝિટરની નોકરીમાં જોડાયા. અમદાવાદધંધુકા-બોટાદ રઝળપાટ..... ૧૯૪૯માં મુંબઈ ‘જન્મભૂમિ’માં કંપોઝીટરની નોકરીમાં જોડાયા. ઉત્તરાર્ધમાં ધંધુકા પાછા ફરી પુનઃ શાળાપ્રવેશ. ૧૯૫૦માં વર્નાક્યુલર પરીક્ષા પાસ કરી. કોંગ્રેસ સેવાદળમાં જોડાયા. ગુંદી સર્વોદય યોજનાના રોજકા ગામે શિક્ષકકાર્યકર તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ પાલનપુર-મજાદરમાં, મે-૧૯૫૧માં સવિતાબહેન સાથે લગ્ન થયાં. માઇલસ્ટોન રંગવાનું કામ કર્યું. છૂટક કામો કર્યાં. કંદોઈ સાથે, કોન્ટ્રાક્ટરના માપણીદાર ચુકાવા-કારકુન જેવી કામગીરી પણ કરી. ૧૯૫૩માં ખેરાણામાં શિક્ષક તરીકે જોડાયા. કુલ ૯૦ જેટલાં પુસ્તકો લખ્યાં. લખવાની શરૂઆત ખેરાણાથી થઈ. પહેલી જ વાર્તા ‘જીવનશિક્ષણ’માં પ્રગટ થઈ-‘માણસાઈનું રુદન' શિક્ષક તરીકે કરમડ, દેવગઢ, રામદેવગઢ, નાની કઠેચી, ચૂડા, નાગનેશ, ભૃગુપુર અને છેલ્લે બજાણા પ્રાથમિકશાળાના આચાર્યપદેથી ૩૧-૫-૯૦ના રોજ નિવૃત્ત થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy