SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ ધન્ય ધરા વઢવાણથી સાતેક કિલોમીટર દૂર આવેલા કોઠારિયા ગામમાં આ ઝડપી-ટેક્નોલોજીના યુગમાં એક જીવતા-જાગતા સંતનાં દર્શન કરવાં હોય તો તે છે વજા ભગત. આજથી ચારેક વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દુષ્કાળની દારૂણતા નિહાળેલી. અહીંના ઢોરને સાચવવામાં પણ છેક રાજસ્થાનથી માલધારીઓ પોતાની ગાયો સાથે આ “વ્રજધામમાં’ આવ્યાં. લગભગ ત્રીસથી ચાલીસ હજાર ગાયોના ‘ગોવર્ધન પર્વત'ને ઊંચકવાનું બીડું વજા ભગતે ઝડપ્યું અને કુદરતે શ્રદ્ધાવાનોની આસ્થાના અજવાળે વજાભગત સમગ્ર વ્યવસ્થા સંભાળીને સાંગોપાંગ ઊતર્યા. આજે પણ આ ગૌશાળામાં હજારો ગાયો આશ્રય લે છે, તદુપરાંત આશરે ૫૦૦૦ ઢોર (રામદેવપીર) જેસલપીર ખાતે કેમ્પમાં આશ્રિત હતા. માનવતાના મહાસાગરના “મન” જેવા જીવદયાપ્રેમી એવા વજા ભગતે ગામડાંના ગરીબો, અંધ, અપંગ, અશક્તબિમાર વ્યક્તિઓ માટે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, નિદાન-સારવાર યજ્ઞ યોજીને એક સામાજિક સેવાનું પ્રેરણા-પરબ પૂરું પાડતા રહ્યા છે. કુદરતી હોનારત વખતે પણ સહાયનો હાથ એમણે લંબાવેલો છે. કરોડો રૂપિયાનું દાન મૂક સેવાર્થે મેળવનાર મૂકસેવક વજાભાઈ માત્ર એક અને અનન્ય છે. છેલ્લાં ૩૫ વર્ષથી આ | સેવા-યજ્ઞ આરંભ્યો છે. પોતાની કરોડ રૂપિયાની જમીન ગૌશાળા બાંધવા દાનરૂપે અર્પણ કરી છે. આ સંતને કોઈ માન-અકરામએવોર્ડની પ્રતિભા આંજી શકી નથી. અલગારીપણું અને તે એક સંતનું અને તે નિજાનંદમાં પોતાની કાયા ઘસીને સેવા ઉજાળી છે. દરરોજ ૫૦૦ કિલોના રોટલા ભૂખ્યાજનોને ૪૦૦૦ માણસોને વિનામૂલ્ય છાશ, ૩૦૦ લિ. દૂધ-ટી. બી. હોસ્પિટલનાં દર્દીઓને, અંધ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓને, વૃદ્ધજનોને અને રિમાન્ડ હોમનાં બાળકોને પહોંચતું કરવામાં સેવાર્થે ભીંજાયેલું વજા ભગતનું કરુણાપ્રધાન હૃદય છે. પંખીઓ માટે ચણ્ય, પાણીનાં પરબ (વિવિધ સ્થળે), સાધુ-સાધ્વીઓના આહાર-વિહારને ઉપાશ્રયની વ્યવસ્થા એ વજા ભગતના સેવા-યજ્ઞનો અગ્ર ભાગ છે. અબોલ જીવોના અલગારી “શામળિયા’ એટલે વજા ભગત વઢવાણની ધરતી પર છે તે ગૌરવની વાત છે. કીર્તનકાર નંદકુમાર શુક્લ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં નર્મદા કિનારે આવીને અનેક કથાઓ કરી. કીર્તનો રચ્યાં. ‘ભજનમાલિકા (ભા. ૧- ૨)' તેમનાં સ્વરચિત કીર્તનો છે, તો શ્રીમદ્ ભાગવત્ સમશ્લોકી પદ્યબદ્ધ રચના કરી છે, તદુપરાંત “નર્મદાબાવની', “શક્તિબાવની' પણ ગુજરાતી પદ્યમાં રચેલી છે. વિદ્વાન-કીર્તનાચાર્ય નંદકુમાર છગનલાલ શુક્લ એ વઢવાણ સ્ટેટના રાજગાયક હતા. વઢવાણના તત્કાલીન રાજવી સુરેન્દ્રસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે રાજગાયક તરીકે નંદકુમાર શુક્લની વરણી થઈ. પોતે “સંગીતરત્ન' હતા અને ઠાકોર સાહેબે ઇલ્કાબ પણ આપેલો. સંગીતનિપુણ શાસ્ત્રીજી હાર્મોનિયમની સૂરાવલીઓ ૧૮ રીતે બજાવી શકતા. મુંબઈ રેડિયો સ્ટેશન પર પહેલવહેલી હાર્મોનિયમને ‘વાદ્ય' તરીકેની માન્યતા મળી. તે હાર્મોનિયમ બીજું નહીં પણ જેનાં ટેરવાં આ પેટી પર ફરતાં હતાં તે નંદકુમાર શુક્લનું હાર્મોનિયમ અને તે તેમના શિષ્ય ભાઈ લાલભાઈએ વગાડેલું. નંદકુમાર શુક્લના ભાણેજ ચિમનલાલ અ. વ્યાસ સારા તબલાવાદક હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ “મામા-ભાણેજ’ની જોડી તરીકે જ ઓળખાતા. આબુની અંદર અધિક માસ દરમ્યાન કથા ચાલતી. એક મહિના સુધી પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્મકુમારીના પુરસ્કર્તા વિદ્વાન શ્રી લેખરાજ બચાણી સાથે સત્સંગ ચાલતો. | શ્રી નંદકુમાર શાસ્ત્રીએ પહેલી કથા નૈરોબી ખાતે કરી. શાસ્ત્રીય રાગ-રાગિણીઓના જાણકાર હોય સંગીત સાથે જ કથાઓ કરતા. નર્મદા પરકમ્મા કરેલી છે. તેઓ માત્ર કથાકાર જ નહોતા. આઝાદી મળ્યા પહેલાં સ્વાતંત્ર્ય સેનાનીઓના અજ્ઞાતવાસના આશ્રયદાતા પણ હતા. ૧૮ પુરાણો પર તેમનું પ્રભુત્વ હતું. ૧૦૯ આખ્યાનો કંઠસ્થ હતાં. વર્ષ ૨૦૦૭માં સુરત પાસેના મરોલી ખાતે જે ભવ્ય શિવમંદિર નિર્માણ પામ્યું છે. તેની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રવર્તમાન રા. નવલકિશોર શર્મા અને પ્રખર રામાયણી શ્રી મોરારિબાપુના હસ્તે થઈ. તે મંદિરનું જમીન-સંપાદન, ટ્રસ્ટી મંડળ અને ખાતમુહૂર્ત મોરારજીભાઈ દેસાઈના હસ્તે થયેલું. મંદિરમાં જે શિવલિંગ છે તે પૂ. ડોંગરેજી મહારાજના શુભહસ્તે પ્રસ્થાપિત થયેલું છે. લગભગ એકાદ કરોડના ખર્ચે નિર્મિત એવા આ મંદિરનાં શ્રેય-પ્રેય શાસ્ત્રીજીને આભારી છે. પોરબંદર અને ચૂડા સ્ટેટમાં પણ તેમણે સંગીત સાથે કથાઓ કરેલી છે. ખારવાની પોળ, મૂળીવાસ-વઢવાણ શહેર એ Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy