SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧૧ વનરાઈ’ તેમણે લખેલું પુસ્તક છે. બંને બંધુઓનાં સંવેદનાથી ધબકતાં હૈયાંને વિખ્યાત સર્જક દિલીપ રાણપુરાએ “આંસુભીનો ઉજાસ'ના કથાનાયક બનાવ્યાં છે, યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં આ પુસ્તક સ્થાન પામ્યું છે. લોકકલા-કસબના પરખંદા વિનોદ આચાર્ય વિનોદ જયંતીલાલ આચાર્ય. એ નામથી તો હવે નાનું છોકરુંય ઓળખે. આછી દાઢી, શુદ્ધ ખાદીનો ઝભ્ભો-લેંઘો અને ખભે લોકકળા-કસબનો પરિચય આપતો બગલ થેલો. દેખાવે કવિ, પત્રકાર, લેખક એ જોનારની દૃષ્ટિ નક્કી કરે! તે બચપણમાં જાદુકલા શીખવાનો અને બતાવવાનો શોખ જે પછીથી અંધશ્રદ્ધાનાબૂદીની ઝુંબેશરૂપે “ચમત્કાર નહીં ચાલાકી છે' તેના પ્રતિપાદન રૂપે અનેક કાર્યક્રમો આપતા રહ્યા છે. એવા આ જાદુગરનો જન્મ તા. ૧૬ ફેબ્રુઆરી-૧૯૫૯ના દિવસે થયો હતો. વતનનું મૂળ ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર ગામ. માનસશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયેલા વિનોદ આચાર્ય, ખોરાક અને ઔષધનિયમન તંત્ર-સુરેન્દ્રનગર કચેરીમાં સીનિયર ક્લાર્કની જગ્યા પર નોકરી કરે છે. સ્વભાવે શાંત-સરળ અને સૌમ્ય લાગતા વિનોદભાઈને ગજબનો શોખ છે. પરંપરાગત લોકકલાના કસબીઓને તે ક્ષેત્રમાં વિશેષ પ્રતિભાવંત વ્યક્તિઓને મળવું, કલાના મૂલને જાણવું, પ્રમાણવું અને જાહેરમાં મૂલવવું. તેમના આ અનેરા શોખને લઈને અનેક લોકજીવનના કસબી-કલાકારોને (ખૂબ જ રઝળપાટ વેઠીને!) મળેલા છે. ફોટોગ્રાફ લીધેલા છે. તેમના સ્વરને ટેઇપ કરેલાં છે. અનેક લોકમેળાઓમાં–ઉત્સવોમાં ભાગ લીધેલો છે. | વિનોદભાઈ એક સંશોધક જીવ છે. ગુજરાતમાં આવી કળાઓ તો આજે લુપ્ત થવાના આરે છે. ત્યારે તેઓ કચકડે કંડારીને પોતાની કલમ દ્વારા સૌને તેનો પરિચય કરાવે છે. ગુજરાતી દૈનિક લોકસત્તા–જનસત્તામાં લોકકલાના કસબીઓ વિશે “સજાવટ' નામે કટારલેખન ચલાવેલું. “ગુજરાત' સાપ્તાહિકમાં “લોકજીવનના કસબીઓ' શીર્ષકથી વિવિધક્ષેત્રે પ્રતિભા ધરાવતી વ્યક્તિઓનો પરિચય આપેલો. જો કે આ બધું લખવાની શરૂઆત સુરેન્દ્રનગરના લોકપ્રિય સાપ્તાહિક “સમયથી કરેલી. પછી તો “મુંબઈ સમાચાર', “નોબત', હિન્દુ મિલન” “મંદિર', “પરમાર્થ', “ગૃહશોભા', “ફેમિના', “સ્ત્રી', “સખી', “રંગતરંગ', “ચાંદની' જેવાં સામયિકોમાં કરી. “વીરડો’ કેવળ લોકસાહિત્યનું એક સામયિક પ્રગટ થતું તેના સહતંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૮૫માં ફ્રાન્સ ખાતે યોજાયેલ “વિશ્વ લોકનૃત્યમહોત્સવમાં ભારતીય ટુકડીના સેક્રેટરી તરીકે અને કલાકાર તરીકે ડિજન, બરગન્ડી અને પેરિસનો ચૌદ દિવસનો પ્રવાસ ખેડેલો છે. એક અચ્છા સંપાદક તરીકે કાઠિયાવાડ સમાચાર સાપ્તાહિકમાં ફિલ્મસંપાદન, બાળવિભાગ–મહિલા વિભાગ અને દીપોત્સવી અંકનું સંપાદન....જનયુગ' દૈનિકમાં “મહેફિલ' વિભાગ, જિલ્લાનો જાગતા રે'જો', “મુળી ટાઇમ્સ', દિવાળી અંકોનું સંપાદન, “સાધના' વનબંધુ વિશેષાંક, ‘વિચાર ભારતી'ના ગુર્જરધરાના સંતો-વિશેષાંક. આમ એક સંપાદક તરીકે સામયિકો-અખબારોમાં જોડાયેલા છે. ગૂર્જર ધરાનું મોતી મોતીભાઈ મ. પટેલ શ્રી મોતીભાઈ મનોરભાઈ પટેલ. સાબરકાંઠાનું ઈસરી ગામ. તે તેમનું જન્મસ્થાન. તા. ૧૬ મે, ૧૯૩૭ના દિવસે જન્મ. ૧૩ વર્ષની ઉંમરે શાળાંત પાસ કરી. ૧૫મે વરસે પ્રાથમિક શાળામાં (૫ વર્ષ) શામળાજી વિસ્તારના વનવાસીઓ વચ્ચે એક (સ્વપ્નશીલ) શિક્ષકની આદર્શ ભૂમિકામાં રહ્યા, ત્યારથી આજદિન સુધી તે જીવનનો પર્યાય બની રહ્યા. અધ્યયન અને અધ્યાપનના અતિ પવિત્ર વ્યવસાય સાથે વિદ્યાર્થીઓનાં હૃદયકમળમાં નિતાંત એક શિક્ષક તરીકે આસન આરૂઢ કર્યું. તે વખતે એક્સટર્નલ s.s.c. થઈ ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રથમ વર્ગમાં સ્નાતક થયા. સાબરકાંઠાના ડોડીસરામાં ‘વનવાસી વિદ્યા વિહાર' શરૂ કરી આચાર્ય તરીકે ૩ વર્ષ રહ્યા. પછી તો એમ.એ., એમ.એ. અને પીએચ.ડી. જેવી ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી હાંસલ કરી. ખંભાત અને દ્વારિકામાં બી.એ. કોલેજમાં અધ્યાપક તરીકે રહ્યા અને છેલ્લાં ૯ વર્ષ મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગર મહિલા બી.એડ઼. કોલેજમાં આચાર્ય તરીકે રહ્યા. ડોડીસરામાં dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy