SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૦ ધન્ય ધરા મૂલ્યનિષ્ઠ લોકસેવક સવશીભાઈ મકવાણા ઝાલાવાડ એ સતત દુષ્કાળની લટકતી તલવાર વચ્ચે હેતાળવા હૈયે જીવતો એક અંતરિયાળ પ્રદેશ. સાયલા-ચોટીલા એ આ વિસ્તારની પાંચાળી ભૂમિ. જ્યાં કોળીવાઘરી-ડફેર–વાદી–બજાણિયા-ભવાયા.. કાંગસિયા જેવી મહેનત-મજૂરી કરીને રોટલો રળનારી પ્રજા. આજે તો રણ વચ્ચે વૃંદાવન ઊભું કર્યું હોય એવી લૂંબ–ઝૂંબ વનરાઈ ઘેરીને આ વગડો, આશ્રમશાળાઓ અને લોકશાળાઓ જેવી વિદ્યા-તીર્થધામ તરીકે ઊભો છે. ૧૯૩૯નું દુષ્કાળનું વરસ, ધજાળાથી એક કુટુમ્બ ઘર વખરી વેચી, ઢોર મહાજનવાડે મૂકી, અરે સોનાના દાગીના વેચી દઈને જોરાવરનગર મુકામે આવે છે. વઢવાણ ઘરશાળાનું મકાન ચણાય છે તેમાં પિતા કાનજીભાઈ અને માતા ભાણીબહેન મજૂરી અર્થે રહી જાય છે. મહાત્માગાંધીએ જે રાષ્ટ્રીય શાળાનો પાયો નાખ્યો હતો તે વઢવાણની ઘરશાળાની ધૂળમાં રમતાં બે નાનાં બાળકો તે મોટા કરમશીભાઈ અને નાના સવશીભાઈ. જોરાવરનગરની શાળાનું ચાર ધોરણ સુધીનું શિક્ષણ પૂરું થાય છે. ઘરશાળાના શિક્ષક ઋષિવર્ય ભગવાનભાઈ પંડ્યાની દૃષ્ટિમાં આ છોકરા કેંક ખુમારીવાળા લાગતાં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાનો પ્રવેશ મેળવવાનો રસ્તો મળી જાય છે. અહીં નાનાભાઈ, મૂળશંકર, મનુભાઈ ‘દર્શક’, ન.પ્ર. બુચ જેવા સગુરુની છાંય મળી જાય છે. “વિનીત' પાસ થઈને મોટા કરમશીભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સુધીનું શિક્ષણ મેળવે છે અને સવશીભાઈ ચિત્ર શિક્ષકની તાલીમ અર્થે ભાવનગર જાય છે, જે પછીથી ચિત્ર-શિક્ષક ગૃહપતિ અને ગ્રામસેવક જેવી જવાબદારી સાથે સમાજના સેવાયજ્ઞમાં ઝંપલાવે છે. એવા સવશીભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૨ના ૧૨મી જૂનના રોજ થયો હતો. વર્ષ ૧૯૫૮ના મે મહિનાની પાંચમી તારીખે ધજાળા ગામને ચોરે છાત્રાલય સાથેની માત્ર ૧૦ વિદ્યાર્થીઓની સંખ્યા લઈને લોકશાળાની શરૂઆત થઈ. કાચી-ઈટોથી ગારગોરમટી અને વાંસ–વંજીથી છાયેલા એક જાતે બનાવેલા મકાનમાં એક મહાત્મા ગાંધીના સ્વપ્નને સંસ્થાઓમાં સાકાર કરતી એક શાળા ઊભી થઈ. આજે આ સંસ્થા અને ભગિની સંસ્થાઓમાં ચારેક હજાર વિદ્યાર્થીઓ ભણે છે. ગામના પહેલા સરપંચ કરમશીભાઈ થયા. પછી તો ભીમોરાં, નાવા, ચોરવિરા, ડોળિયા, વાંગધ્રા અને મોરથળામાં આ પુરુષાર્થનો પરિ–પાક ફૂલ્યો-ફાલ્યો અને સંસ્થાઓ ઊભી થઈ. ધજાળા ગામને “આદર્શ ગામનો ખિતાબ મળ્યો. સદીઓથી સામંતશાહીના પગતળે કચડાતી પ્રજાની પુષ્ટિ કરતો એક કાયદો “ખેડે તેની જમીન' તે વખતના મુખ્યમંત્રી ઢેબરભાઈ અને ગૃહમંત્રી રસિકભાઈ લાવ્યા. બંને ભાઈઓ વિરોધના સૂર વચ્ચે ગામેગામ ફરીને માલિકી હક્કનાં ફોર્મ ભરાવ્યાં. સવશીભાઈને તો સાયલા તાલુકા કોંગ્રેસના મંત્રી બનાવ્યા. રાજકારણ અને લોકસેવાની ચક્રધરી પર સમતુલા જાળવીને ભાવિ પેઢીને એક આદર્શ આપનાર આ બંધુબેલડી. એક સામાન્ય મજૂરમાંથી મંત્રી બન્યા તે કરમશીભાઈ અને સરપંચમાંથી સાંસદ બનનાર તે સવશીભાઈ મકવાણા, જે સુરેન્દ્રનગર જિલ્લાનું નજરાણું છે. પદ કે સંપત્તિને ગૌણ ગણી સર્વોદય માટે ઝઝૂમનારા મૂલ્યનિષ્ઠ લોકપ્રતિનિધિત્વની પારદર્શિતાને પામવી હોય તો કરમશીભાઈ અને સવશીભાઈની જાહેર જનસેવા સામે એક નજર માંડવી પડે. પોતાને મળનાર અનુદાન-રાશિનો પાઈએ પાઈનો હિસાબ લોક-સમર્પિત કરવો અને તેનો જવાબ માંગવો-આવી સચ્ચાઈપૂર્વકની વાત આમ જનતા વચ્ચે કરનારા કોઈ લોકપ્રતિનિધિને જોયા નથી, કેટલાક અપવાદ બાદ કરતાં. વર્ષ ૨૦૦૩માં સ્વ. વજુભાઈની પુણ્યતિથિ નિમિત્તે ગ્રામ સ્વરાજમંડળ સેવા ટ્રસ્ટ તરફથી રૂા. ૨૧૦૦૦ અને સીતારામ સેવા ટ્રસ્ટ-મહુવા તરફથી રૂા. ૮૦,૦૦૦ ઉમેરીને રૂ. ૧ લાખ એક હજાર સામ્રત ચેતના સમાં મોરારિબાપુને હસ્તે આ સમ્માન–એવોર્ડ સવશીભાઈને અર્પણ થયો હતો. નેકી-ટેકીને સાદાઈ વચ્ચે જીવતા કરમશીભાઈનું અવસાન ૧૯૯૭માં થયું અને તે પછીથી પોતાના એક પ્રતિભાવંત કાર્યશીલ પુત્ર નામદેવનું વીજ-અકસ્માતે અવસાન થયું. આ બંને આઘાતને જીરવી જાણનારા સવશીભાઈ અને તેમના આ સેવા-યજ્ઞમાં સદાયનો સાથ દેનારાં પત્ની ગંગાબહેન આજે પણ ગામમાં એક નાનકડી હાટડી ચલાવીને ખપ પૂરતી રોજી મેળવી લે છે. બીજા બે નાનાબંધુઓ વિનોદભાઈ અને લવજીભાઈએ પણ જ્યેષ્ઠબંધુઓના સ્વપ્નને મૂર્તિમંત રાખવા પુરુષાર્થની પાવન ગંગાને વહેતી રાખી છે. સવશીભાઈ એક આમ જનતાના માણસ છે. “વગડાની Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy