SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ : વઢવાણ * વર્ધમાનભારતી ટ્રસ્ટ * સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી * શ્રી સદ્વિચાર પરિવાર * સાથે આ બાંધવબેલડીનાં નામ જોડાયેલાં છે. આ પ્રમુખ પછી......પહેલાં પિતાનો પ્રેમ અંધબાળાઓને મળવો જોઈએ”—એમ માનનાર આ બંધુઓ અંધબાળાઓને પરણાવીને સાસરે મોકલ્યા પછી તેના ઘરની પણ મુલાકાત લે છે. સેવા–કુંજના દરવાજામાં પ્રવેશતાં નવીનભાઈને પપ્પા......પપ્પા.....કહીને વળગી પડતી અંધબાળાઓનો વાત્સલ્યવિહોણી બાળાઓનો ખાલીપો કે ખોટ પૂરવા ધીરે રહીને પૂછે-“કેમ છે બેટા!” ત્યારે સર્જાતું હૃદયંગમ દેશ્ય જોવા જેવું હોય છે. એવં સંસ્થાના કર્મચારીઓ કે અંતેવાસીઓને પણ પ્રમુખપદનું અહં ક્યારેય દેખાયો નથી. ખરા ખંતથી હાથમાં લીધેલી પ્રવૃત્તિઓ સાંગોપાંગ પાર ઉતારનાર આ મણિયાર બંધુઓ છે. છેલ્લે ૨૮ ઓક્ટોબર-૨૦૦૭ના અખબારોનાં પાનાં આ માનવસુખ વાંછુઓના સમાચાર છાપે છે. સુરેન્દ્રનગરમાં સ્વામિ. મંદિર પાસે એક બિલ્ડિંગમાં ૧૨ બ્લોકના ૭૨ ફ્લેટ નિર્માણ કર્યા. કુંભારવાડા, વણકરવાસ અને સધાર્મિક જૈન પરિવારને ફાળવાયા. ‘આ મંગળ-અમૃત મણિયાર નગર સંકુલ'ના નિર્માણમાં રૂા. ૨૫ લાખની માતબર રકમનું દાન રસિકલાલ મણિયારે આપ્યું છે. મુંબઈમાં ઝાલાવાડ ફાઉન્ડેશન ચાલે છે, જેમાં ૫૧ લાખ આ મ.બંધુઓએ આપેલા છે. આવા શ્રેષ્ઠીઓથી ઝાલાવાડની ભૂમિ ગૌરવ અનુભવે છે. ગરવા ગુજરાતના શ્રેષ્ઠ હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ ગુજરાતમાં અને ગુજરાત બહાર જાહેર કાર્યક્રમોમાં સંતવાણી, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, લોકવાર્તાઓ કે ડાયરાઓમાં ગંભીરવાતો લઈ હસીને હળવાં કરનાર અને હળવાશથી વાત કહીને તત્ત્વજ્ઞાનની પૂર્ણતા સુધી શ્રોતાને લઈ જનાર હોય, અરે, શરૂઆત કરનાર હોય તો તે શાહબુદ્દીનભાઈ રાઠોડ છે. વનેચંદભાઈના પાત્રમાં શાહબુદ્દીનભાઈ, જેમને લખવાની પ્રેરણા આપેલી જ્યોતીન્દ્રભાઈએ. પિતા સીદીકભાઈ અબ્બાસભાઈ અને માતા હસીનાબહેન. કચ્છમાંથી થાનગઢ સિરેમિક ઉદ્યોગના ધંધાર્થે આવેલા. માદરે વતન થાનગઢ બન્યું. Jain Education International ધન્ય ધરા પ્રાથમિક ચાર ધોરણ થાનગઢમાં, માધ્યમિક મિડલ સ્કૂલમાં અને આલ્ફેડ હાઇ. ભાવનગરમાં. કોલેજના એક્સટર્નલ વિદ્યાર્થી બી.એ., બી.એડ્. થયેલા. અનુસ્નાતકની પરીક્ષા ન આપી શક્યા. ૧૯૫૮ મ્યુનિસિપાલિટી હાઇસ્કૂલમાં દાખલ થયા. શિક્ષક તરીકે ત્યાંથી જ આચાર્ય બન્યા અને ૧૯૮૯માં નિવૃત્ત થયા. છેક બચપણથી જ કલાનાં બીજ રોપાયેલાં. થાનમાં ગણેશોત્સવની ઉજવણી વખતે નાટકો ભજવતા. એટલું જ નહીં ‘મુસાફિર’ અને ‘કરમની કઠણાઈ' તો લખીને ભજવતા. ‘આજ અને કાલ’, ‘સૂરજ દાદાનો ગોખ' જેવાં નાટકો રાજ્યની સ્પર્ધામાં પ્રથમ આવેલાં, પણ આ બધામાં મુખ્યરસ હાસ્યરસ. નાટકો ભજવાવાં બંધ રહ્યાં પણ હાસ્યમઢ્યો વાર્તાવિનોદ શાહબુદ્દીનભાઈમાં અકબંધ રહ્યો. પ્રથમ હાસ્યરસનો જાહેર કાર્યક્રમ ૧૪ નવે. ૧૯૬૯માં લીંબડી મુકામે. શાહબુદ્દીનભાઈને સાંભળવા ગમે છે, કારણ કે જીવનમાંથી જડેલું હાસ્ય રજૂ કરે છે. મર્યાદા અને માવજત જાણે છે. સહકુટુંબ સાથે બેસી સાંભળી શકે એવા હાસ્યને રજૂ કરવું, કટુવાણીના કટાક્ષ કે કોઈને ઉતારી પાડવાની વાત ન આવે. જગતભરના લગભગ ૨૦ થી ૨૨ દેશોના પ્રવાસ ખેડેલા છે. ઇંગ્લેન્ડ, અમેરિકા તો ત્રણથી ચાર વાર જઈ આવ્યા છે. જ્યાં જાય ત્યાં ભાર વગરની ભાષા-લોકભાષાની અસલિયત અને એમાં રહેલી મર્મવેધી મીઠાશ-બહુ બળુકી છે. પોતે શિક્ષક તરીકે રહ્યા પણ સંઘર્ષ વચ્ચે શ્રદ્ધાથી જીવનારા શાહબુદ્દીનભાઈ ખરેખર વિદ્યાર્થી તરીકે જ જીવ્યા. તેનો લાભ શિક્ષણને પણ મળ્યો. શાહબુદ્દીનભાઈ જે રજૂ કરે છે તેમાં વાસ્તવિકતા હોય છે. ‘શિક્ષકનું બહારવટું' એ પ્રસંગ ઉદાહરણ છે. પ્રધાન લક્ષણ ભાષાલાઘવ, જે કહેવું છે તે ચોટદાર એવું, પાત્રો પણ જીવતાજાગતાં, પહેલા ધોરણથી જ સાથે હતા એવા વનેચંદ, શોભણ, રતિલાલ, સુલેમાન, જશવંત, કનક, શશિકાન્ત આ બધા મિત્રો વાડીએ જઈને જમણવારનો કાર્યક્રમ ગોઠવે છે. આ ક્રમ છેલ્લાં ૫૧ વર્ષથી જાળવ્યો છે, જેમાંના થોભણ, સુલેમાન, જશવંત જેવાએ કાયમી ગેરહાજરી પુરાવી છે. જેટલી ઉત્કટતા એમના હાસ્યરસમાં છે એટલી જ વેધકતા કરુણ૨સમાં પણ છે. કોઈ ગર્ભશ્રીમંતની દીકરીનો પ્રસંગ કહેતા હોય કે વતનથી દૂર દેશોમાં વસતા વતનપ્રેમીને જ્યારે બે ચાર શબ્દોમાં જ ઘૂંટે ત્યારે સાંભળનાર ખરેખર રડતો હોય છે. ગઝલ-શેર-શાયરી પ્રસંગોચિત, જે કાબિલેદાદ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy