SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૦૪ કમ્પ્યૂટર એજ્યુકેશન, સી. યુ. શાહ હાઇસ્કૂલ (અંગ્રેજીગુજરાતી બન્ને માધ્યમ)-ઉચ્ચત્તર પ્રાથમિક, સી. યુ. શાહ નર્સરી-કે. જી. પ્રાથમિક કક્ષા ચાલે છે. હાલ ૨૫૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણે છે. આ બધી સંસ્થાઓના સેક્રેટરી તરીકે ભરતભાઈ સેવા આપે છે. બાળક કે.જી.માં ભણતું હોય કે કોઈ તરુણ કોલેજમાં હોય, પણ વ્યક્તિગતપણે ચિત્ત-પરિચિત રહેતા હોય એવા ખેલદિલ ભરત શાહ છે. ગુજરાતી હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી ગુજરાતી ભાષામાં હાસ્યલેખકોમાં જ્યોતીન્દ્રભાઈ દવે હાસ્યસમ્રાટ કહેવાય છે અને પછી તો વિનોદ ભટ્ટ, તારક મહેતા, બકુલ ત્રિપાઠી, અશોક દવે, નિરંજન ત્રિવેદી, રતિલાલ બોરીસાગર જેવા હાસ્યતારકોએ ગુજરાત અને ગુજરાત બહાર હાસ્યની છોળો ઊડાડી છે. એ જ પરંપરામાં શાહબુદ્દીનભાઈ જેવા કલાકાર જેઓએ પ્રથમ સ્ટેજ કલાકાર અને પછીથી ‘ફૂલછાબ'માં કોલમ ચલાવીને અનેક પુસ્તકો લખ્યાં. હાસ્યક્ષેત્રે ઊભરતું એવું એક નામ ડૉ. જગદીશ ત્રિવેદી છે. હાલના ફૂલછાબ’ દૈનિકમાં રમૂજની રેલગાડી હપ્તાવાર પ્રગટ થઈ રહી છે અને ટી.વી.ના પડદે સતત ચમકતું, દમકતું નામ અને કવિ કલાકાર જેવી વ્યવસ્થિત દાઢીમાં જે ચહેરો લગભગ જોવા મળે તે ડૉ. જગદીશ ત્રિવેદી છે. હાસ્ય-કલાકાર શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ પર ‘ભાવાંજલિ’રૂપે પીએચ.ડી. કરી રહ્યા છે. આ પદવી તેઓ બીજીવાર હાંસલ કરવા જઈ રહ્યા છે. પ્રથમ પીએચ.ડી.ની ઉપાધિ પોતાના નાનાશ્રી દેવશંકર મહેતાના વાર્તા-સાહિત્ય પર મેળવી છે. ડબલ ડોક્ટરેટની પદવી મેળવનાર ગુજરાતમાં એકલ-દોકલ જગદીશ ત્રિવેદી જેવા કોઈક જ મળશે અને તે પણ ઉમદા શોખ અને ભાવાંજલિરૂપે થયા હોય! જગદીશ ત્રિવેદીનો જન્મ વઢવાણ મુકામે, તા. ૧૨ ઓક્ટોબર–૧૯૬૭ના રોજ થયો હતો. માતાનું નામ ઊર્મિલાબહેન અને પિતા લાભશંકરભાઈ. જગદીશભાઈનું મોસાળ-ગુજરવદીમાં. પાંચ જ વર્ષની ઉંમરે (અવેતન) કલાકાર તરીકે આ ક્ષેત્રમાં પ્રવેશ થયેલો. માત્ર ૧૭ વર્ષની યુવાનીના Jain Education International ધન્ય ધરા ઉંબરે પગ મૂકતા જગદીશ ત્રિવેદીએ હાથમાં કલમ લઈ પ્રથમ એકાંકી ‘ઝંખના’ લખ્યું અને ૨૩મે વર્ષે એટલે કે ૧૯૯૦માં એક નાટ્યસંગ્રહ ‘સાત સફળ એકાંકી' પ્રગટ કર્યો, જેને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો શ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો. પછી તો નાટ્યલેખન પર તેમની અવિરત લેખનસરવાણી ચાલુ રહી. તેમણે અગિયાર પુસ્તકો નાટકોનાં લખ્યાં અને તેર તો હાસ્યરસનાં છે. વર્ષ ૨૦૦૩માંહેના ચાર ‘જગદીશની જમાવટ’, જગદીશના જલસા', ‘રમૂજની રંગોળી’, ‘રમૂજના રસગુલ્લા’ પુસ્તકો છે અને દરેકમાં દસ દસ કેસેટો જે દૈનિક અખબારમાં પ્રગટ થતી કોલમ આધારિત છે તે પણ પ્રગટ કરી છે. આમેય લેખન સાથે શ્રાવ્ય અને દૃશ્ય, જેને જે રસ હોય અને જે ટેક્નિકની પદ્ધતિએ અનુકૂળ હોય તેમ તે દિશામાં લાભ લઈ શકે તે દિશામાં કામ કર્યું છે. ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ફૂલછાબ’માં રમૂજની રેલગાડી૩ વર્ષથી વાચકોની લાગણીના ડિઝલથી અવિરત દોડી રહી છે. ‘ગુજરાત સમાચાર’માં ‘શતદલ’માં ૧ વર્ષ ‘ક’ને કંઈ નહીં. ‘ક’ થી હાસ્યલેખમાળા પ્રગટ થયેલી. જગદીશભાઈ પ્રથમથી જ સ્ટેજના કલાકાર. નાટક લખ્યાં અને ભજવ્યાં. યુવકમહોત્સવમાં છેક રાજ્યકક્ષા સુધી અવારનવાર ઇનામો પણ મેળવ્યાં છે, પરંતુ પછીથી આ પ્રવૃત્તિ પડી ભાંગવાથી ગુરુ શાહબુદ્દીનભાઈનો સંપર્ક કર્યો. શિષ્યત્વને ગુરુ તેજકરણોના વલયો મળ્યાં અને ફળ્યા. ૧૯૯૪ના વર્ષ પછી નાટકો બંધ અને હાસ્યકલાકાર તરીકે રજૂ થવા માંડ્યા. તેમનો પ્રથમ હાસ્યરસનો કાર્યક્રમ ૩૧ ડિસેમ્બર૧૯૯૪માં ‘રંગ જમાવો', જે રાજકોટ દૂરદૂર્શન પર આપ્યો. તા. ૨૮-૧-૧૯૯૫ના રોજ મુંબઈની વિશ્વવિખ્યાત ઓબેરોય હોટલ (સ્વ. હર્ષદ મહેતા શેરબજારવાળા)ના આમંત્રણથી યોજાયેલ આ કાર્યક્રમમાં શાહબુદ્દીનભાઈ રાઠોડની સાથે આપ્યો. રજૂઆતની મહામૂલી તક મળી, જેમાં રૂા. ૫૦૦ પુરસ્કાર મળેલો જેમાંથી મુંબઈનું ભાડુ રૂા. ૨૪૦ બાદ કરવાનું હતું, પરંતુ પછી તો જગદીશ ત્રિવેદી હાસ્યકલાકાર અને કલાકારો વચ્ચે છવાઈ ગયા હતા. માત્ર ૧૩ વર્ષની ટૂંકી કારકિર્દીમાં જોક્સની પોણોસો કેસેટો, વી.સી.ડી., ડી.વી.ડી. વગેરે. ૧૭ વિદેશયાત્રા કરી છે અને ૧૩૬૬ કરતાં પણ વધારે જાહેર કાર્યક્રમો આપ્યા છે. વિદેશની ધરતી પણ એવા જ સફળ કાર્યક્રમો આપેલા છે. ૧૯૯૭માં વસંત પરેશ તથા ગિરીશ શર્મા સાથે અમેરિકાની યાત્રા કરેલી. પછી તો કેનેડા, કેનિયા, ઇંગ્લેન્ડ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy