SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૫ પોર્ટુગલ, બેલ્જિયમ, મસ્કત અને દુબઈ જેવા દેશોમાં પ્રવાસો કરીને દરેકને ગુજરાતી કલા-સાહિત્ય અને હાસ્યનો પરિચય કરાવ્યો છે. દૂરદર્શનથી શરૂ કરી આકાશવાણી પરથી પ્રસારિત થતા હાસ્યના કાર્યક્રમોમાં, ગુજરાતી ટી.વી.-ચેનલો, ઈ.ટી.વી., ઝીગુજરાતી તથા કાર-૧ ચેનલ પર અસંખ્યવાર આ કલાકારને જોવા-સાંભળવા મળતા હોય એવા આ કલાકાર છે. તેમણે વ્યક્તિગત મુલાકાતમાં હળવા હાસ્ય વચ્ચે જ કહ્યું કે “પત્ની નીતા અને પુત્ર મૌલિક બંને એક રાખેલ છે” જેવું લખ્યું તેવું જ જીવન જીવી જાણનાર આ હાસ્યકલાકાર છે પોતે દહેજદૂષણ અંગે લખાણો લખ્યાં તો પોતાનાં જ લગ્ન યોજાય ત્યારે દહેજ કેમ લઈ શકે? ૧૯૯૩માં એકાદ લાખ જેવી માતબર રકમને તિલાંજલિ આપીને ફક્ત રૂા. ૭00/- ના ખર્ચે કોર્ટ–મેરેજ કર્યા ત્યારે આ પગલું પ્રેરણાદાયી હતું તેની નોબત' નોબત' (જામનગરનું દૈનિક)માં વગાડી હતી. તે વર્ષ ૨૦૦૭-૨૦૦૮માં લોકકલા ફાઉન્ડેશનનો ગુજરાત લોકકલા રાષ્ટ્રીય પુરસ્કાર' મળ્યો છે. તેમનું હાસ્ય ગુજરાતની લોક-સંસ્કૃતિને ઉજાગર કરતું હાસ્ય છે. જીવનમાંથી જડેલું હાસ્ય છે.....સ્થૂળ હાસ્ય નથી. હાલ સુરેન્દ્રનગર-૨૦ શારદા સોસાયટી, જીનતાન રોડ તેમનું નિવાસસ્થાન છે. દાનવીર શ્રેષ્ઠી શ્રી સી. યુ. શાહ શ્રી ચીમનલાલ ઊજમશી શાહ, ૧૪ મે, ૧૯૧૮ લીંબડી(મોસાળ) મુકામે જન્મ. પિતા ઊજમશીભાઈ પરશોત્તમદાસ શાહનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ લખતર, સોએક વર્ષ પહેલાં હાર્ડવેરના એક વેપારીને ત્યાં નોકરી પછીથી ભાગીદારીમાં વેપારધંધામાં જોડાયા અને થતાં વેપારધંધાથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. - ચીમનભાઈએ મેટ્રિક્યુલેશન અમદાવાદથી કર્યું. પૂના-લો કોલેજમાં અને યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમાંકે ૧૯૪૨ના વર્ષમાં કાયદાના સ્નાતક થયા, પરંતુ વેપારમાં મન ઝંખતુ હોઈ આજ અરસામાં તેમને એક સંબંધીને ત્યાં (સૌરાષ્ટ્ર-ગુજરાતના દાનવીર એવા) શેઠ મેઘજીભાઈ પેથરાજજીનો ભેટો થયો. ભાવિ-કારકિર્દીનું સ્વપ્ન સાકાર થવાનું હોય તેમ ઘણી ચર્ચા થઈ. અગાધ પરિશ્રમ અને શૂન્યમાંથી સર્જન કરનારા મેઘજીભાઈ ‘અચ્છા રનપારખુ હતા. ૧૯૪૨માં એકના એક પુત્રની વિદેશની ધરતી પર ડગ માંડવાની મક્કમતા જોઈ માતાપિતા અનિચ્છાએ પણ સંમત થતાં, મેઘજીભાઈના પરિવાર સાથે નૈરોબી ગયા. આફ્રિકાની અજાણી ધરતી પર પ્રબળ પુરુષાર્થ ધૈર્ય શ્રદ્ધા અને પરિવારવત્સલ મેઘજીભાઈની છત્રછાયામાં પાંગરતી પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાએ....પાંચ પાંચ દાયકા પસાર થયા છતાં મેઘજીભાઈ સાથેનો સ્વજન તરીકેનો નાતો આજે પણ ચીમનભાઈએ અકબંધ જાળવીને નિરપેક્ષ અને નિર્ભેળ વફાદારીને અવિચળ રાખી છે. पश લગભગ અઢી વર્ષની અથાગ મહેનત બાદ વ્યવસાયમાં સ્થિરતાની વેળા હતી. ત્યાં પિતાનું સ્વાથ્ય કથળ્યાના સમાચાર સ્ટીમરોની વિશ્વયુદ્ધની લશ્કરી હેરાફેરી વચ્ચે જોખમી પ્રવાસ ખેડીને પણ વતન પહોંચ્યા. પિતાનું સ્વાથ્ય સુધરવા લાગ્યું. આફ્રિકા જવાની અવઢવ વચ્ચે (૧૯૪૪) મુંબઈમાં જ આં.રા. વેપારથી પોતાની વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. સ્વબળે–પુરુષાર્થના પ્રાબલ્યથી આગળ વધેલા ચીમનભાઈ એટલે કે સી. યુ. શાહશ્રીએ માદરેવતન પણ ઓળંગીને સમગ્ર ભારતમાં દાનની સરવાણી વહાવી છે. સદેવ દાન લેનારની આંખ સામે પછી જોયું છે. પ્રથમ તો તેમણે દાન લેનારના હૃદયને વાંચ્યું, જોયું ને પ્રમાયું છે. પછી તે શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ....પણ દાનની સરવાણી મુંબઈ, દિલ્હી, મદ્રાસ, ધોળકા, વાઘોડિયા, બોટાદ, રાજકોટ, અમદાવાદ, વઢવાણ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વહાવી છે. આરોગ્યક્ષેત્રની સુવિધા અર્થે લગભગ વીસેક સંસ્થાઓ શ્રી સી. યુ. શાહ સ્મૃતિ સાથે જોડાયેલી છે, તો પચ્ચીસથી પણ વધારે શૈક્ષણિક–સંસ્થાઓમાં સખાવતની સરવાણી વહાવી છે. દાન અને યોગદાન બંનેનો સમાલાપ તેમની સેવામાંથી મળે છે પરંતુ જ્યાં જે વસ્તુની આવશ્યકતાઅર્થે હાથ લંબાવ્યો હોય ત્યાં ત્યાં તેમણે દાન આપવા અર્થેનો હાથ લંબાવ્યો છે. પછી તે મદ્રાસમાં ભવન કે સભાગૃહની વાત હોય! ગેસ્ટ હાઉસની વાત હોય! ચિલ્ડ્રન મલ્ટીલેંગ્વજ લાઇબ્રેરીની વાત હોય! કે દિલ્હીમાં ઓડિટોરિયમ ઊભું કરવાની વાત હોય! Jain Education Intemational Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy