SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૩ તૂટ થાય તો રેલી બહાર. ટૂંકમાં પડકારરૂપ આ રમત છે, એટલી જ વિસ્મયતા જગાડતી રમત છે. નિશ્ચયસ્થાને પહોંચવું. ભાંગતૂટને ધીરજથી સંભાળીને ક્ષણોના સરવાળામાં કરવી અને ગાડી ચલાવવી ને એમાં જ ચાલકના દઢ મનોબળની રેખાઓ તેના ચહેરા પર દેખાઈ આવતી હોય છે. ભરત દવે આંકડાની (બેંક) આંટી-ઘૂંટી વચ્ચે બેસીને ભલે ફરજ નિભાવતા પણ એ જ લોખંડી તાકાતવાળા આ યુવાને એક ભારતીય તરીકે જે રેકોર્ડ' પ્રસ્થાપિત કર્યો છે ને ગુજરાતને વિશ્વના નકશામાં જે સ્થાન અપાવ્યું છે તે નજીકના ભવિષ્યમાં કોઈ તોડી શકે એમ નથી. તેમની આ સિદ્ધિને નજરઅંદાજ કરીને વિશ્વની નામાંકિત રોથમેન્સ કંપનીએ વિશ્વ ચેમ્પિયનશિપ માટે પસંદ કર્યા. ખરેખર તો વીર અર્જુનની જેમ ‘લક્ષ્યવેધી’ કામયાબીનો આ પુરાવો છે. રાષ્ટ્રીયકક્ષાએ પાંચ-પાંચ વખત ચેમ્પિયન અને બે વાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચેમ્પિયન એ ગરવા ગુજરાતની ગરિમા છે. ઘણીવાર સ્પોન્સરશિપ માટે રઝળપાટ વેઠવો પડે, ભટકવું પડે ત્યારે ભરત દવેને પ્રથમ કાર રેલીમાં ‘નિરમા કંપનીએ પછી “રિલાયન્સ' કંપનીએ સ્પોન્સર કરેલા. ૧૯૯૩માં વિશ્વ ચેમ્પિયનશિપ માટે મોરબીની “અજંતા ક્વાઝ' કંપનીએ જબરજસ્ત સ્પોન્સરશિપ આપીને ગુજરાત કમ નથી તે બતાવી આપેલું. આ પ્રસંગે ટી.વી. પર ઓસ્ટ્રેલિયાની ચેનલ-૯ તથા સ્ટાર ટી.વી. પ્રાઇમ સ્પોઝમાં ભરત દવેનો ઇન્ટરવ્યુ પણ પ્રદર્શિત કરાયેલો. ૧૫૦ મિલિયન લોકોએ આ રેલી નિહાળેલી. ફક્ત યુ.કે.માં જ ૨0,000 મિનિટ માટે પ્રસારણ થયેલું, છતાં રમત-જગતમાં અન્ય રમતોની જેમ કાર રેલીને સ્થાન ન હોઈ તેમને ખુદને વસવસો છે અને એકવાર આ રમતને સ્થાન મળશે જ! એવા પ્રયત્ન માટે કૃતનિશ્ચયી છે. તા. ૧૨-૪-૦૮ના રોજ સુરેન્દ્રનગર ખાતે સંતશ્રી મોરારિબાપુના હસ્તે “ગિરનાર એવોર્ડ” એનાયત થયો છે. ૧૯૯૩માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રોફી જીત્યા ત્યારે સ્વાગતની આગેવાની એડમંડ હિલેરીએ લીધેલી. તેમને ભેટમાં મળેલી કાર જોવી તે પણ એક લહાવો છે. મોટર સ્પોર્ટ્સ એસો. સાથે તેઓ જોડાયેલા છે. ભરતભાઈને જન્મદિવસની ખુશાલીના શુભેચ્છા કાર્ડ આવે છે તે લગભગ પચાસ દેશોના-પ્રમુખ દરજ્જાના મહાનુભાવોના હોય છે. ભરતભાઈનાં પત્ની માલતીબહેન પણ સઃગૌરવ સહયોગને બક્ષે છે. ચિંતન અને નિમિત્ત બે પુત્રો છે અને એક પુત્રી નિધિ છે. આંતરરાષ્ટ્રીય રમત-ક્રિકેટ સાથે જોડાયેલું એક નામ ભરત શાહ પૂરું નામ: ભરતકુમાર કાંતિલાલ શાહ. તા. ૧૪ ઓક્ટોબર, ૧૯૪૫માં (મોસાલીના) લખતર ગામે જન્મ. અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા શ્રી ભરતભાઈ છેલ્લાં દસ વર્ષથી “સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટના હોદ્દા પર છે. સુરેન્દ્રનગરના એક વરિષ્ઠ નાગરિક છે. એમના પિતાશ્રી કાંતિલાલ શાહ પણ જૈન અગ્રણી અને ઉદ્યોગપતિ હતા. કાંતિ કોટન મિલની ઓળખ તેમના નામ સાથે જોડાયેલી હતી. ૧૯૬૫માં રણજી ટ્રોફીના ખેલાડી હતા. ૧૯૭૨-૭૩થી કારોબારીમાં તથા તેમના વિવિધ પદ પર રહીને જવાબદારી નિભાવતાં તેમની સેવાનો લાભ મળ્યો છે. શ્રી ભરતભાઈ હાલ ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તરીકે “ઝાલાવાડ ક્લબ' સુરેન્દ્રનગરના પદ પર પોતાની સેવા આપે છે. છેલ્લાં ૨૫ વર્ષથી સ્પોર્ટ્સ એસોસિએશનના ટ્રસ્ટી છે–સેક્રેટરી છે. ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરમાં રમત-ગમત ક્ષેત્રે જોમ, જાગૃતિ અને સક્રિયતા અંગે પ્રથમથી જ અગ્રેસર. અભ્યાસ દરમ્યાન પણ તેમણે રમતોમાં ભાગ લઈને નામના મેળવેલી. હાલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી એડમિનિસ્ટ્રેશન ટ્રેઝરર તરીકે, વાઇસ પ્રેસિ. સિલેક્ટડ તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં સક્રિય સેવા આપે છે. હાલના તબક્કે ટેનિસના પણ એક અચ્છા ખેલાડી છે. ઝાલાવાડની સ્પોર્ટ્સ ક્લબ આજે અગ્રક્રમે છે. ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે–તે કાર્ય પાછળની પ્રેરણા અને યોગદાન ભરતભાઈની કાર્યશૈલીને આભારી છે. જરૂર લાગી ત્યાં ‘નાણાંકીય ખોટ' દેખાવા દીધી નથી. વર્ષ-૨૦૦૬માં વેસ્ટઈડિઝ-ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે મલેશિયા, કોલાલામ્બપુર ગયેલા. ક્રિકેટ બોર્ડ તરફથી તેમની પસંદગી થઈ હતી. સુરેન્દ્રનગરના શિક્ષણ-વર્તુળમાં જૈન સિટીઝન એજ્યુકેશન સોસાયટી એ નામ બહુ આગળ પડતું છે, જેના છત્ર નીચે સી. યુ. શાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ Jain Education Intemational Sain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy