________________
૮૦૦
આ ગીત બાબુભાઈના હૃદયમાં એવું તો પ્રીત કરી બેઠું કે વર્ષ-૧૯૮૫ના યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ફાંસ દેશના પેરિસ ખાતેના એફિલ ટાવર પરથી ગાયું. નહીં કોઈ સાજ–સાજીંદા, એક પડછંદ ભાવવાહી, લાખોની મેદની ડોલાવતો અવાજ! તેને ભાષાના સીમાડા પણ ન નડ્યા સાથે ડોલર ગઢવી પણ હતા. વન્સ મોર.....વન્સ મોર.......અને તાળીઓના ગડગડાટ વચ્ચે કાર્યક્રમના અંતે પણ આ ગીત ફરી ગાવાની ફરમાઇશ થઈ. ફ્રાન્સના પ્રમુખ મિતરા. વડાપ્રધાન રાજીવ ગાંધી, પપુલ જયકર, સીતા મોદિર સહિત લગભગ ચાલીસેક દેશના ચાહકો–સંગીતકારો ભેગા થયેલા. આ લોકસંગીતની તાકાત તો જુઓ! વિદેશની દરેક ભાષામાં ગવાતા ગીત સાથે અનુવાદ થયેલો. પછી તો મોસ્કો ખાતે યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા-૧૯૮૭નો પ્રારંભ પણ આ જ ગીતથી થયેલો. બસ, સુરેન્દ્રનગરની પતરાવાળી હોટલના ઓટલે જનજન વચ્ચે વસનાર એક અવધૂત અલગારીની, લોકસાહિત્ય મર્મજ્ઞની આ યાત્રા પેરિસની સીન નદીના કાંઠાથી શરૂ થઈ.
૧૯૬૭-૬૮ના વર્ષથી આકાશવાણી રાજકોટના લોકગીતના માન્ય કલાકાર, પરંતુ વિવિધતાથી રસ–વિષયો પર બોલી શકતા. ૧૯૯૦માં બ્રિટિશ સરકારના ખાસ નિમંત્રણથી ‘સ્પિરિટ ઓફ અર્થ' કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી. ૧૯૯૧માં વેલ્સ (બ્રિટન)ની એટલાન્ટિક કોલેજના નિમંત્રણથી યુરોપિયન લેખકોની કોન્ફરન્સમાં ખાસ વ્યાખ્યાન આપેલું. ૧૯૮૩માં લંડનમાં ગુજરાતી કવિઓ અને કલાકારોની સંસ્થાના ખાસ નિમંત્રણથી મુલાકાત લઈ ગીતો રજૂ કર્યાં હતાં. ૧૯૯૭માં સાઉદી અરેબિયા અને બહેરિનની મુલાકાત લીધી હતી. ૧૯૯૮માં ગુજરાત સરકારે ‘ગૌરવ પુરસ્કાર'થી નવાજ્યા. એજ વરસે ગુ. સાહિત્ય અકાદમીએ યોજેલ મેઘાણીજયંતી પ્રસંગે ભાગ લીધો.
બાબુભાઈએ કચકડાની દુનિયામાં કસબી તરીકે પણ નામના મેળવી છે. ‘રબારી ઓફ કચ્છ'ના દસ્તાવેજી ચિત્રમાં પાર્શ્વગાયન અને અભિનય આપ્યો છે. ‘મિર્ચ મસાલા’ હિન્દી ચલચિત્રમાં ગીતકાર, સંગીતકાર, પાર્શ્વગાયક અને અભિનય તેમજ નૃત્ય દિગ્દર્શનનાં ઓજસ પાથર્યાં છે. હિન્દી ચલચિત્ર ‘રિહાઇ'માં ગીતો લખ્યાં છે. એ જ રીતે ગુજરાતી ચલચિત્ર દેવલદેવરોમાં ગીતકાર અને પાર્શ્વગાયકની ભૂમિકા બજાવી છે. ગુજરાતી દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતના સંગીતકારો’ના ઉદ્ઘોષક, વાર્તાલેખક તરીકે પ્રદાન કર્યું છે, તો ‘ગુજરાતનાં લોકવાદ્યો'માં
Jain Education International
ઉદ્ઘોષક, કથા અને ગીતકારની કામગીરી કરી છે. ગુજરાતી ચચિત્ર ‘હું, હુંસી અને હુંસીલાલ'માં અભિનય-પાર્શ્વગાયકલાલલીલી ચૂંદડીમાં સંવાદ-ગીતકાર તરીકે. હિન્દી ચલચિત્ર બનારસ’માં ગીતલેખક અને પાર્શ્વગાયક તરીકે. ‘સરદાર’ હિન્દી ફિલ્મનાં અભિનેતા અને પાર્શ્વગાયક.
ધન્ય ધરા
આ ઉપરાંત ગ્રામોફોન ઝી-ટીવીના શોના પાર્શ્વગાયક. નૃત્ય દિગ્દર્શક તરીકે તથા પરેશ મહેતાની ‘ચિત્કાર'નાં સંવાદ, પટકથા અને ગીતો બાબુભાઈનાં છે. સોવિયેત રશિયાનો બાબુ ઓફ ગુજરાત’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. વિલ્સન લાઇબ્રેરીમાં કેસેટ અને ફોટોગ્રાફનો સંગ્રહ-દસ્તાવેજી ચિત્રનિર્માણમાં પ્રદાન. ભારત સરકાર તરફથી બ્રિટન અને જર્મનીમાં પરિસંવાદમાં ભાગ લેવા મોકલેલા. ગુજરાત યુનિવર્સિટીએ પરંપરાગત સાંસ્કૃતિક વિષયોના જ્ઞાતા તરીકે વરણી કરેલી. કવિ દુલા ભાયા કાગ એવોર્ડ મોરારિબાપુના હસ્તે એનાયત થયેલો.
ભજનવાણી પર તે કલાકો સુધી વક્તવ્ય આપી શકે છે. જયંતખત્રીની વાર્તા ધાડ'માં પણ અભિનય આપ્યો છે.
નાસા દ્વારા ટાઇમ કેપ્સ્યૂલમાં અલગઅલગ ભાષામાંથી અવાજ રેકોર્ડ કરાયા, તેમાં ભારતમાંથી બાબુભાઈનો અવાજ ગુજરાતી ભાષામાં મોકલાયો છે.
આ બધા પાછળ શ્રેય માટે પોતાનાં જીવનસંગિની ઇન્દુબહેનનો સહકાર અને ‘હોંકારા દિયે હાડ’ એવા સ્વ. ડોલર ગઢવી જેને મારો ઝીલણિયો' કહીને સંબોધતા તેને પણ યાદ કરે છે.
અને છેલ્લે ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીએ લોકસાહિત્યના સંવર્ધન માટે વર્ષ ૨૦૦૫-૦૬નો એવોર્ડ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના વરદ્ હસ્તે મળ્યો તે સૌના ગૌરવની વાત છે.
ઝાલાવાડનું આ મોરપીંછ ‘પ્રણવ’ હરિપ્રકાશ સોસાયટી, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર ખાતે રહે છે.
એક ઝિંદાદિલ ડોક્ટર શ્રી પી. સી. શાહ
ખામિમે સલ્વે જીવા ખમંતુ મે । મિત્તિ મે સવ્વ ભુએસ, વૈરું મજ્જ ન કેણઈ ’
હું સર્વ“જીવોને ક્ષમા આપું છું. આ બધા જીવો સાથે મારે મૈત્રી છે. મારે કોઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org