________________
શાશ્વત સૌરભ ભાગ-૨
મોહનભાઈની સેવા મૂક પશુઓ માટે મૂક બની રહી છે. છેલ્લાં ૯ વર્ષથી દ્વારકા-ગૌશાળાની ૫૦ ગાયોની નીરણ તેમના દ્વારા પહોંચે છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં તબીબો સાથે ઊભા રહીને બ્લડકેમ્પ, નેત્ર-શિબિર, દવા-સારવાર આ બધી તન– મન અને ધનની સાંગોપાંગ સેવામાં તો ખરા જ. શારદાપીઠાધીશ્વર મઠના જગતગુરુ શંકરાચાર્યજી સ્વરૂપાનંદજી જ્યારે ઝાલાવાડમાં પધાર્યા હોય ત્યારે ગુરુનાં પાવન પગલાં મોહનભાઈને આંગણે જ હોય! જરૂરિયાતમંદને આર્થિક રીતે પણ, રૂગ્ણને પથારીનો તમામ ખર્ચ આપીને પોતાની જાતને ધન્ય માની છે. આ ધન્યતા માટે ક્યારેય જાહેરમાં ઢોલની દાંડી પીટતા નથી. ૧૯૮૬થી માળોદ સહકારી મં.ના પ્રમુખ, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં, ૧૯૯૭થી દૂધ સહકારી મંડળીના ડાયરેક્ટર, ૧૯૮૮થી માળોદ કે.મં. પ્રમુખ, ૧૯૯૦સ્વામિનારાયણ સંસ્કૃત વિદ્યાલયના ટ્રસ્ટી, અભિનવ ભારત ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે.
૧૯૮૯માં સરદાર પટેલ સામાજિક સંસ્થાના પ્રમુખ છે. ૧૯૯૨-(સમાજ સેવાને વરેલી સંસ્થા) ભારત આધ્યાત્મિક ઉત્થાન મંડળીના સભ્ય તરીકે છે.
૧૯૯૩–ઝાલાવાડ લે.પા.ના પ્રમુખ તરીકે. ૧૯૯૯-સુરેન્દ્રનગર જિલ્લા મોટર એસો.ના સભ્ય છે. ૧૯૯૬-જગદ્ગુરુ શંકરાચાર્યજી દ્વારા સમાજ સેવા શિરોમણિ'નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
૧૯૯૭-જિલ્લા હરિજન સેવકસંઘના પ્રમુખ. ૧૯૯૭-ઝાલાવાડ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ. અત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે. લીંબડી-શ્રી રામકૃષ્ણ મિશન-કમિટીમાં સભ્ય છે.
મોહનભાઈની સેવાનો વ્યાપ ઘણો મોટો છે, પણ માનવસેવાને વરેલા એમના મિશનમાં કોઈ મર્યાદા નથી. પક્ષાપક્ષીથી પર સાહિત્યિક-સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમો માટે પોતાની માલિકીના આલીશાન મકાનનાં બારણાં ખુલ્લાં મૂકી દેનાર ઝાલાવાડી ધરતીનું એક પાણીદાર મોતી છે. હિમાલયન કાર રેલીવાળા ભરત દવે વિશ્વવિજેતા બન્યા, કારચાલક ભરતભાઈને હળવો ધક્કો લગાવવાનું પ્રથમ શ્રેય કદાચ મોહનભાઈને છે.
-
Jain Education International
લોકવાણીના આરાધક બાબુભાઈ રાણપુરા
૪ ફેબ્રુઆરી-૧૯૪૩માં મહેસાણા જિલ્લાના ઝકાસણા ગામે માતા-સંતોકબહેન (જેમણે પછીથી નિરંજન અખાડાનાં સાધ્વી તરીકેની દીક્ષા અંગીકાર કરી અને સદાનંદ સરસ્વતી તરીકે ઓળખાતાં હતાં)ની કુંખે જન્મ લીધો. પિતા ગિરધરભાઈ સુંદરજીભાઈ રાણપુરા મોરબી પાસેના ઘાંટીલા ગામના વતની
હતા.
GGG
શૈશવાવસ્થાની પગલી પાડતાં હતા ત્યાં બાબુભાઈના પિતાશ્રીનું અવસાન થયું. વેરાન વચ્ચે રઝળપાટ શરૂ થયો. માંડલ ગામના જૈનુદ્દીન વોરા જે સારું વાયોલિન વગાડતા અને બાબુભાઈ મીઠા સૂરથી ગાતા. મોહન વિનયમંદિર અવાજના જાદુએ પણ કામણ કર્યું. આમ કિશોરાવસ્થા સાધુ-સંતોફકીરો–માલધારીઓ વચ્ચે જ પસાર થઈ. સાયલા મહંત મયારામજી સાથે પણ ભજનમંડળીઓમાં ગામેગામ ફરતા.
ગરવા ગિરનારની કંદરાઓએ આ પહાડી અવાજને હોકારો દીધો. બાબુભાઈ મૂળે મહેફિલના માણસ. બાબુભાઈ હાજર હોય ત્યાં ‘મેળો' થઈ જાય. ડાયરાની રંગતું જામે. માત્ર ૧૦ ધોરણનો અભ્યાસ પણ લોકસાહિત્ય-લોકસંગીત-એમના કાળજે ચૂંટાયેલું છે. ત્યારે ચમારજમાં રહેતા. અવારનવાર સુરેન્દ્રનગર ચાલીને આવવાનું બને. તાજા ખીલેલા ડોલતા છોડવાનાં નર્તન જાણે કે અનોખી સૂરાવલીઓ છેડતાં! આ હરિયાળી વીંધતો રસ્તો. બે ત્રણ બાઈઓ અલકમલકની વાતો કરતી ચાલી આવે છે.
એક કલાકારનું હૃદય આ ધરતીની ધૂળ સાથે કેવું તો જડાયેલું છે તેની આ વાત છે. એક બાઈએ રસ્તો જરા ખૂટે, એટલે બાબુભાઈને ગાવાનું કહ્યું પણ બાબુભાઈએ કચ્છના ટિકર ગામની તાજી પરણેતર બાઈને જ ગાવાનું કહ્યું. આજ તો બોન તમે જ ગાવ.....અને સરવા સાદે કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમજીને કહેજો અમે રે સામાકાંઠાનાં પંખીડાં.....આટલું તો માંડ ગાયું ત્યાં બાઈનું હૃદય ભરાઈ ગયું. કહે હવે હું નહીં ગાઈ શકું અને પછી બાબુભાઈએ બે–ચાર પંક્તિ.....
“આપણા મલકના માયાળુ માનવી.... માયા મેલીને વયાં જાવું મારા મે’રબાન હાલોને આપણા મલકમાં....''
For Private & Personal Use Only
www.jainelibrary.org