SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ oce પીટીને નહીં જ. આ પ્રસંગ ‘નવનીત'માં પ્રગટ થયેલો. ૧૯૮૦ના ડિસેમ્બરમાં મોરબી બાર એસો.ના પ્રમુખ તરીકે પણ ચૂંટાયેલા. કોઈ કહે કે વકીલ એટલે−(!) પણ નહીં. આ જટિલ વ્યવસાયમાં પણ ચરિત્ર અને ખાનદાની જો ચૂકે તો ડોક્ટર પાટડિયા નહીં. કેસ લડતાં પહેલાં એની એક ઊજળી બાજુ પહેલાં જ જોઈ લે. સિદ્ધાંત સ્વમાન અને ખુમારીનાં તેજવલય તેમના ચહેરા પર જોઈને કોઈ કડક માણસ' હોવાની છાપ પ્રથમ દૃષ્ટિએ લાગે પણ એટલું જ વિશાળ દિલ છે. આજે ૮૪મું વર્ષ ચાલે છે. સંપત્તિ છે–સંપત્તિને ‘સહયોગ બક્ષનારી લક્ષ્મી’—પ્રભાવતીબહેન નથી. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો. નિર્માણ કરેલું ઘર' પડી ગયું. ફરી ઊભું કર્યું. કુદરતના કરિશ્મા સામે બાથ ભીડવાની શક્તિ આ સાધકમાં છે. મિત્ર માર્ગદર્શક અને ફિલસૂફનો સધિયારો કૈંકના ખૂટતા જીવનમાં સરવાણી બન્યો છે, પરંતુ આજે કાનની ઓછું સંભળાવાની ફરિયાદ સાથે જસલોકના ડોક્ટરને મળે છે ત્યારે આશ્ચર્ય સાથે, અકાળે વૃદ્ધ બનેલા ડોક્ટર પૂછી બેસે છેઃ “આ ઉંમરે આવું શરીર જાળવી રાખવા અમારે શું કરવું જોઈએ?” બંનેનું એક આશ્ચર્ય! પ્રત્યુત્તરમાં સાહેબ કહે છે કે “સવારમાં ચાર-પાંચ કિ.મી. દોડું છું. ધ્યાનમાં બેસું છું. એક સમય જમું છું. સંજોગો ભલે બંદીવાન બનાવે પણ અર્જુનની જેમ પડકાર ફેંકું છું—“તું તારા ભાથામાં હોય એટલાં તીર છોડ્યું.....હું તૈયાર છું.” આ આસ્થા સાથે આજે આદિનાથ સોસાયટી, સનાળા રોડ, મોરબીમાં આવા વિરલ વિદ્વાન માણસ શ્વસે છેવસે છે. મોરબી-વાંકાનેરનું જ નહીં પણ ઝાલાવાડી ધરાનું ગૌરવ છે. સંનિષ્ઠ લોકસેવક શ્રી મોહનભાઈ ડાયાભાઈ પટેલ સમગ્ર ઝાલાવાડ ખેડૂતસમાજના લોકપ્રિય આગેવાન, આમ જનતાના હામી એવા મોહનભાઈ પટેલ. મોહનભાઈ પટેલ એટલે સ્વરાજ ટ્રેક્ટર્સ અને હીરોહોન્ડા કંપનીના માન્ય વિક્રેતા જેના વેચાણનું વાર્ષિક ટર્ન ઓવર ૩૦ કરોડથી પણ વધારે છે. આ કહેતી વખતે તેમના મોં પરની હળવાશ નમ્રતાભાવ અને મને સાંભળીને તે પ્રત્યે થયેલો અચંબો! પરંતુ આ પરિચય લખતી વખતે મને કે તેમને આ વાત કોઈ રીતે મહત્ત્વની ન Jain Education International લાગી, હા. આવા અને આટલી સમૃદ્ધિના સાગર વચ્ચે હિલોળા લેતા માનવીનું હૈયું ઝાલાવાડની શુષ્કધરાનાં પાણીદાર મોતી જેવા માનવીઓ પ્રત્યે કેટલું દ્રવે છે! તેના પ્રત્યુત્તરમાં જ્યારે કહ્યું ત્યારે લાગ્યું કે સપનાં વાવી જાણનાર આ માણસનાં સપનાં જરૂર ઊગશે, એમની એક ઇચ્છા છે કે આ વિસ્તારના ધારાસભ્યપદે ચૂંટાઈને આવું અને લોકોની કંઈક સેવા કરું. સેવા તો આ પદ પર પસંદગી ન થઇ તો પણ ચાલુ જ રહી છે. ' ધન્ય ધરા આ રહ્યો તેમની સેવાનો વ્યાપ અને તેની ફલશ્રુતિરૂપે (I.A.E.W.P.-U.S.A.)નો એડ્યુકેટર્સ સોશ્યલ ઓર્ગેનેશન ફોર હેલ્થ હ્યુમન—એક્ટિવિટીઝ મેનેજમેન્ટ સોહમ્ (લાઇફ ટાઇમ એચિવમેંટ એવોર્ડ) જે એક્સ ઇન એગ્રિકલ્ચર સોશ્યલ ડેવલપમેન્ટ' માટે મળ્યો છે. મોહનભાઈ પટેલનું માદરેવતન વઢવાણ તાલુકાનું માળોદ ગામ. છઠ્ઠી ડિસેમ્બર-૧૯૫૨માં તેમનો જન્મ. વારસાઈ પરંપરા મુજબ ખેતીવાડીનો વ્યવસાય. કોમર્સ શાખાના ગ્રેજ્યુએટ મોહનભાઈ એક આદર્શવાદી સંનિષ્ઠ લોક આગેવાન છે, પરંતુ એક કાળે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા. ટ્રકના ક્લિનર તરીકેની ફરજ બજાવતા, તે આજે ૧૯૭૦થી શારદાપીઠ દ્વારકાના ટ્રસ્ટી સુધી પહોંચી શક્યા છે અને તે માટે પરમકૃપાળુ પરમેશ્વર અને આ જનતાજનાર્દનનો જ આભાર માને છે. હીરોહોન્ડા અને સ્વરાજ ટ્રેક્ટરની એજન્સી મળી' અને ‘ફરજ બજાવવી' એમાં મોહનભાઈ ખખડી ગયેલા હાડપિંજરમાં રક્તસંચાર કરીને પ્રાણચેતના પ્રગટાવવાનો પ્રબળ પુરુષાર્થ કરે છે. ગ્રાહક પરમ દેવતા! એક વ્યક્તિ તરીકે સામી વ્યક્તિને કઈ રીતે પૂરક બનવું–પ્રેરક બનવું તે મોહનભાઈની વિશેષતા છે. વર્ષ-૨૦૦૧માં ભૂકંપની ભયાનકતાએ ઝાલાવાડને ધમરોળ્યું ત્યારે ખંડેર બનેલી પ્રાથમિક શાળાઓના ભવ્ય નિર્માણમાં ભાગ લઈ પુનઃ સરકારને સોંપી. આ માટેના દોઢ કરોડ રૂપિયા જેવી માતબર રકમ કંપની પાસેથી મેળવી. For Private & Personal Use Only તેમના આશાસ્પદ પુત્ર પ્રહલાદનું અકસ્માતમાં અવસાન થતાં તેના પુણ્ય સ્મરણાર્થે સુરેન્દ્રનગરમાં કન્યા છાત્રાલય બનાવ્યું. મોહનભાઈ કૃષિકાર છે, સાથે નર્સરીના એટલા જ શોખીન છે. ધ્રાગંધ્રા રોડ પરના રાયગઢ ગામે ૯૭ એકરમાં માલિકીની જમીનમાં બગીચો બનાવ્યો છે. મહાત્મા ગાંધીના વિચારોમાં શ્રદ્ધા ધરાવતા www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy