SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૧ સાથે વેર-વિરોધ નથી. એમ કહી શકે તે જૈન છે, એટલું જ નહીં આ મંત્ર જેના જીવનમાં ડગલે ને પગલે અનુભવવા મળે તે સાચો જૈન છે. આવા જ એક ભદ્ર સમાજના અગ્રણી એવા પ્રવીણભાઈ શાહ એક સારા તબીબ સુરેન્દ્રનગરને મળ્યા છે. વઢવાણ શહેરના જ ઝંઝા વેલસી કે જેઓ વર્ષો પહેલાં મહાજન અને અગ્રણી હતા. તેમના પૌત્ર છગનભાઈ અને પુત્ર ચંદુભાઈ કાલા-કપાસના વેપારી હતા. પિતા ચંદુભાઈ શાહ અને માતા લલિતાબહેનના આંગણે બે પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો. એક પ્રવીણભાઈ, બીજા મહેન્દ્રભાઈ અને ત્રીજા હસુમતીબહેન. તા. ૧૯ ડિસેમ્બર-૧૯૩૫ના દિવસે તેમનો જન્મ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણની દાજીરાજજી હાઇસ્કૂલમાં લીધું. અમદાવાદની ન્યુ હાઇસ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૫૨માં મેટ્રિક થયા. ગુજરાત કોલેજમાં ઇન્ટ૨ સાયન્સ થયા અને ૧૯૬૪માં બી. જે. મેડિકલ કોલેજમાંથી એમ.ડી. જનરલ મેડિસિન્સની ઉપાધિ મેળવી. ૧૯૬૭માં ડૉ. શકુન્તલાબહેન સાથે લગ્ન થયાં. તેઓ પણ શહેરના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર છે. વર્ષો સુધી આ તબીબ દંપતીએ હોસ્પિટલ અને પ્રસુતિગૃહમાં તબીબી સેવા બજાવી. તેમની બંને પુત્રીઓ પણ ડોક્ટર છે, જેમાં નેહલ (એમ.ડી. સ્કીન સ્પે.) ડૉક્ટર છે અને બીજી પુત્રી સેજલ અમેરિકા સ્થિત છે. માત્ર ૭ વર્ષની ઉંમર હતી ત્યારે માતા લલિતાબહેનનું અવસાન થયું, પરંતુ પિતાએ ક્યારેય માતાની ખોટ પડવા દીધી નહીં. પ્રવીણભાઈ બહોળા પરિવાર સાથે રહ્યા છે. મે, ૧૯૬૫માં તબીબી સેવા શરૂ કરેલી. ૪૦ વર્ષના અનુભવી અને નામાંકિત ડોક્ટર શ્રી પ્રવીણભાઈએ એક મહત્ત્વનો નિર્ણય–“બહુ જન હિતાય.....બહુજન સુખાય”ને પ્રબુદ્ધોએ બતાવેલા માર્ગે ચાલવાનો એવો એક નિર્ણય લીધો. “તા. ૨૧ જુલાઈ-૨૦૦પથી મેડિકલ-તબીબી સેવા ક્ષેત્રે અર્થોપાર્જન બંધ” અને આવા નિર્ણયની ભૂમિકા પર લઈ આવવા માટે પ્રેક્ટિસના પ્રથમ વર્ષથી જ પર્યુષણના ૮ દિવસ દર્દીઓને વિનામૂલ્ય તપાસ કરનાર પુત્રી ડૉ. નેહલ અને દર્દીઓ પ્રત્યે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખનારા જીવનસંગિની ડૉ. શકુન્તલાબહેન નિમિત્ત બન્યાનું કહે છે, તો પૂ. સુશાભાઈ મહાસતીજી, પૂ. ભાવનાબાઈ મહાસતીજી તથા ડૉ. સોનેજી- આત્માનંદજી-કોબા પ્રેરણારૂપ બન્યાં છે. સપ્તાહના સોમથી ગુરુ પોતે Prior Appointment વિનામૂલ્ય તપાસવા અને શુક્ર-શનિ-રવિ સ્વજનો માટે ફાળવ્યા.....ક્ષણોનો સરવાળો એના જીવનકેન્દ્રનો પરિઘ બસ......આમ કરવા એક કેલેન્ડર બનાવી.....એક નાનકડી જાહેરાત દ્વારા સમાજને આપ્યું. આજના યુગ માટે તો કોઈ ડોક્ટરનું આમ “વિચારવું' તે સમાજને બહુ મોટું તર્પણ ગણાય....! કદાચ તેમના સંવેદનશીલ હૃદયના એક ખૂણે આ વાત વર્ષોથી પડી હોય! INFIS INF– મારા માટે પૂરતું છે. આવા વિશુદ્ધ વિચાર ગળથુથીમાંથી મળેલી પ્રેમાળ પિતાની લાગણી..... વઢવાણના જ એક તબીબ કાંતિભાઈ માથુકિયા રૂા. ૨/- ફી લઈને સારવાર કરતા. આ તબીબના અવસાન વખતે લોટિયા-વ્હોરા કોમની બાઈઓ રડી હતી. પ્રેરક પ્રેરણાનાં બીજ અહીં પડ્યાં હોય: ડૉ. પી. સી. શાહમાત્ર તબીબી સેવા સાથે જ સંકળાયેલા છે એવું નથી. જે. સંસ્થામાં ૬ થી ૭ હજાર ટુડન્ટ અધ્યયન કરે છે એવી સી. એન. વિદ્યાલય-અમદાવાદમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. સગુણાબહેન મેડિકલ કોલેજમાં પણ સેવા આપેલી છે. ૧૯૭૨થી સતત “રેડક્રોસ'ના ઉપપ્રમુખ છે. રાષ્ટ્રીય શાળા અને હવે “ઘરશાળા'માં કારોબારી મેમ્બર્સ તરીકે છેલ્લાં ૧૦ વર્ષથી સેવા આપે છે. “જેન સિટીઝન્સમાં ટ્રસ્ટી છે. સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં ફ્રી મેડિકલ સેવા આપે છે. જી.આઈ.ડી.સી. વઢવાણ વચ્ચે સરસ મજાનો મેડિકલ હોલ બન્યો, જેનું નિર્માણ ખર્ચ પચાસ લાખનું અંદાજવામાં આવે છે, તેના કમિટી મેમ્બર્સ ગાંધીજીના વિચારો તેમના હૃદયમાં છે. તેમનું વાચન પણ વિશાળ છે. શબ્દલોક પ્રકાશન-સુરેન્દ્રનગરના ટ્રસ્ટી છે. ઇતિહાસ અને મેડિસિન્સનાં પુસ્તકોનું વાચન વધારે છે. આ વાચનગહનતાના અર્ક પરથી અનુભવી શકાય છે કે તેઓ કેટલા મુક્ત-ખેલદિલી ધરાવનાર મનના છે. “-મુસ્લિમ પણ એટલો જ સારો ધર્મ છે” તે અમસ્તુ તો ન જ કહી શકાય. “પરથી ખસ...સ્વમાં વસઅને “આટલું બસ” પારકાનું જોવું નહીં.. પણ વિનોબાજીએ કહેલ પારમાર્જિનની ક્રિયા જાતને જ અંદરથી ધોતાં રહેવી અને અનપેક્ષિત સાક્ષીભાવ......” આવા સલુણો વચ્ચે જીવવાવાળા તબીબની પાસે આવતો દર્દી હસતાં....... હસતાં જ પાછો વળતો હોય છે. એક તબીબ તરીકેનો રાજીપો કેવો હોઈ શકે? તેનું તેમના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy