SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ માડી હું તો રાનપંખીડું રે, માડી હું વેરાન પંખીડું, પ્રીતિને પીંજરે મારો જંપિયો નહોતો જીવ તોફાની રે. જે પત્ર વાંચીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકકવિ શ્રી દુલા ભાયા કાગ (ભગત બાપુ) જેવા મહાનુભાવો રડી પડેલા. સુધાબહેન ઇઝરાયેલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે રજાઓમાં ત્યાનાં ‘કિબુત્સ’માં જઈને રહેતાં. ત્યાં દ્રાક્ષ અને સફરજન ઉતારવા, ટ્રેક્ટરથી જમીન ખેડવી, વૃક્ષોનું વાવેતર કરવું, ગાયોના દૂધમાંથી પનીર–ચીઝ બનાવવા વગેરે દૈનિક કાર્યો બહુ જ શોખ અને ઉત્સાહથી કરતાં હતાં. ઇઝરાયેલમાં રહ્યાં તે દરમ્યાન ત્યાંના વયોવૃદ્ધ નેતા શ્રી યુસુફ બારાત્મને મળેલાં. અને તેમના પુસ્તક `A Village by the Jordan'નો દાનિયા' શીર્ષકથી ગુજરાતીમાં અનુવાદ કર્યો. એ દ્વારા ગુજરાતી પ્રજા સમક્ષ ઇઝરાયેલના જન્મની કથા મૂકી આપી. અંગ્રેજી ઉપરાંત હિબ્રૂ ભાષા પર પણ તેમણે કાબુ મેળવી લીધો હતો. તેથી વિદેશી પ્રવાસીઓના Guide-માર્ગદર્શક તરીકે પ્રથમ વિદેશી Hebrew Speaking Guideનું માન મેળવ્યું હતું. શાળા અને કોલેજના અભ્યાસકાળ દરમ્યાન વક્તૃત્વ સ્પર્ધાઓ અને નાટ્યસ્પર્ધાઓમાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતાં. નવયુગ વિદ્યાલયમાં પ્રભાત ફેરી, કીર્તિમંદિરમાં રેંટિયાકાંતણ, છાયા હરિજનવાસમાં સ્વચ્છતા અભિયાન, જેવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં હતાં. આશ્રમના નિવાસી તરીકે ગાંધી ગીતો, પ્રાર્થના વગેરે દૈનિક કાર્યક્રમમાં આવતાં હતાં. સુધાબહેનના શોખના વિષયો પણ જાતજાતના–વાંચન, લેખન, પ્રવાસ, ઘોડેસ્વારી, તરવું (નદીમાં) બગીચાઓ બનાવવા, વૃક્ષો ઉછેરવા, કોસ હાંકવો [જ્યારે એન્જિન–મોટર પંપ નહોતા ત્યારે તરવડાની વાડીમાં શોખથી કોસ હાંકતાં] હળ ચલાવવું, ગાયો દોહવી, પાણી વાળવું–જેવાં ખેતી વિષયક કામો ઉત્સાહથી કરતાં. સાથોસાથ ભરતગૂંથણ, રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવામાં પણ તેમને ખૂબ જ રસ છે. વ્યવસાય : ૧૯૬૫માં ઇઝરાયેલમાં અભ્યાસ પૂર્ણ કરીને તેઓ ભારત પાછા ફર્યાં. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હિસારમાં Plant Protection વિભાગમાં Assistant Professor તરીકે જોડાયાં. એગ્રીકલ્ચર કૉલેજમાં તેઓ સૌ Jain Education International ધન્ય ધરા પ્રથમ મહિલા પ્રોફેસર હતાં. અહીં તેમને શોખના વિષયો ભણાવવાનું ક્ષેત્ર મળ્યું. તેઓ કૉલેજમાં જોડાયાં પછી મહિલા વિદ્યાર્થિનીઓ દાખલ થવાનો પ્રારંભ થયો. ૧૯૬૭માં પસંદગીના જીવનસાથી શ્રી રમેશચન્દ્ર વશી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્રી રમેશભાઈ મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીમાં ઓફિસર હતા. ૧૯૬૯માં પ્રથમ પુત્ર ચિ. મેહુલના જન્મ પછી તેઓ હિસાર છોડીને મુંબઈ જઈને વસ્યાં. અહીં તેમના વ્યવસાયનું ક્ષેત્ર બદલાયું. જોકે તેમના અભ્યાસના જ્ઞાનનો અહીં વ્યવહારમાં ઉપયોગ થયો. પ્લાન્ટ પ્રોટેક્શન વિભાગનાં પંજાબ કૃષિ મહાવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસરમાંથી એક્સલ ઇન્ડસ્ટ્રીઝ લિ. મુંબઈમાં તેઓ માર્કેટીંગ ડીપાર્ટમેન્ટના સભ્ય તરીકે જોડાયાં. એક્સલ ઇન્ડસ્ટ્રીઝના આંગણામાં અને ટેરેસમાં સુધાબહેને બગીચાઓ બનાવ્યાં, એક્સેલની પ્રોડક્ટ્સના ટેસ્ટીંગમાં, લેબોરેટરીઝમાં, યુનિવર્સિટીના વિભાગોમાં, અને ખેડૂતોના સમૂહોમાં, વર્ષો સુધી ટેકનિકલ એક્સપર્ટ તરીકે કામ કર્યું. નવા ઉત્પાદનોના વિકાસમાં, વિસ્તારમાં, રજિસ્ટ્રેશનમાં, દેશ-વિદેશમાં તેના નિકાસમાં તેમનું પ્રદાન મહત્ત્વનું રહ્યું. એક્સલના કાર્યકારી વર્ષોમાં એક્સલનાં ખેતીવાડી વિષયક એગ્રોકેમીકલ્સના પ્રસાર અર્થે અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેંડ, ફ્રાન્સ, સ્પેઈન, ફીલીપાઈન્સ, શ્રીલંકા, પાકિસ્તાન, નેધરલેન્ડ, ડેન્માર્ક અને કેનેડાનો પ્રવાસ કર્યો અને એક્સલના એગ્રોકેમિકલ્સની ઉપયોગિતા અને વિશેષતા દેશ-પરદેશમાં પ્રસરાવી. એક્સલમાં કામ કરતાં હતાં ત્યારે જંગલોમાં વાવેતર, ખેડૂતોને પ્રશિક્ષણ, કૃષિવિષયક વ્યક્તિગત અને સામૂહિક તાલીમ વગેરે અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યાં હતાં. કાર્યનિષ્ઠા, વિષયનું તલસ્પર્શી જ્ઞાન અને મિલનસાર સ્વભાવને કારણે સુધાબહેને કંપનીના સંચાલકોનો સંતોષ, સહકાર્યકરોનો વિશ્વાસ અને સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિનો પ્રેમ સંપાદન કરેલો. ઇઝરાયેલ અભ્યાસઅર્થે ગયાં ત્યારે બીજા બે ભારતીય ખેતીવાડીના સ્નાતકો, નેશનલ સ્કોલર તરીકે ત્યાં અભ્યાસ કરતા હતા. જે બન્ને ભારતમાં આવ્યા પછી ખેતીવાડી સંશોધનોમાં– સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. ડૉ. સુરેશભાઈ મુદ્ગલ પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી (યુ.પી.)ના વાઈસ ચાન્સેલર પદેથી નિવૃત્ત થયા. બીજા ડૉ. ઇન્દ્રપાલ એબ્રોલ સોઈલ સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધનો કરતી સંસ્થાઓ :- કર્નાલ (પંજાબ) ICR (દિલ્હી) વગેરેમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy