SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૦૮૩ જીવનમાં તેમનાં સ્વપ્નો સાકાર કરતાં જોઈને એમના આનંદમાં સહભાગી થવું એ જીવનસાફલ્ય. ૧૯૫૧માં અમારા પૂ. પિતાશ્રીએ નતાલિયા એલેઝેન્દ્રોવના ફ્લૌમર રશિયન મહિલાની આત્મકથાનો “મારો પરિવાર” નામે ગુજરાતીમાં અનુવાદ કરેલો. [૨૦૦૭માં અક્ષરભારતી ભુજ દ્વારા તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે.] તેમાં આવતી “મોસ્કો હસે છે.’ નામના ગીતની પંક્તિ અમે બન્ને બહેનો હું અને ઉષાબહેન હરતાં ફરતાં ગાતાં હતાં. જીવનના નિચોડરૂપે આજે પણ તે પંક્તિ વારંવાર હોઠે આવી જાય છે. ડાયરેક્ટર જનરલના પદે રહ્યા અને નિવૃત્ત થયા. આ બન્ને સહાધ્યાયી ભાઈઓ સાથે ૪૫ વર્ષથી આત્મીય સંબંધ જળવાઈ રહ્યો છે. એક્સલના કાર્યકાળ દરમ્યાન સંચાલક મંડળ તરફથી તેમની સિદ્ધિઓ બદલ સુધાબહેનને અનેકવાર સન્માનિત કરવામાં આવ્યાં. ૧૯૭૫થી ૧૯૯૬-૨૧ વર્ષ ટોચના વહીવટી અધિકારી અને ટેકનિકલ નિષ્ણાત તરીકે તેમણે એક્સલમાં સેવાઓ આપી. બન્ને પુત્રો (ચિ. મેહુલ વ્યવસાય અર્થે ચિ. મિહિર અભ્યાસ અર્થે) અમેરિકા જઈને વસ્યા. એક માતા તરીકે સુધાબહેને પણ પુત્રો માટે અમેરિકા જઈને વસવાનો નિર્ણય કર્યો. અમેરિકા સંતાનો પાસે જઈને નિવત્ત જીવન ગાળનારાં અન્ય પેરન્ટ્રસ જેવાં સુધાબહેન નહોતાં. તેમણે ત્યાં પણ પોતાને અનુકૂળ પ્રવૃત્તિ શોધી લીધી. ત્યાં પણ કંપનીમાં તેઓ કુશળ કાર્યશૈલી બદલ જુદા જુદા એવોર્ડ્ઝ મેળવતાં રહ્યાં છે. આજે ૬૬ વર્ષની ઉંમરે અઠવાડિયાના ૪૦ કલાક કામ કરે છે. સુધાબહેનના જીવનમાં પિતાએ ગળથુથીમાં રેડેલા દેશભાવના અને ધર્મપરાયણતાના ઉચ્ચ સંસ્કાર અને માતાએ સ્વમાન અને જાતમહેનતનાં સ્વતંત્ર વિચારસરણીના રોપેલાં બીજનો સૌથી વિશેષ પ્રભાવ રહ્યો છે. તો ભાઈ-ભાંડરું, આપ્તજનો, ગુરુજનો, સહકાર્યકર્તાઓની–સૌની અસર ઓછે વત્તે અંશે તેમના મનમાં ઝિલાઈ છે. કુદરત સાથે તેમને અપાર પ્રેમ રહ્યો છે. નદી, ઝરણાં, પહાડો, પક્ષીઓ, પાળતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ, જંગલો-ઝાડીઓ અને વેરાન રણપ્રદેશો-હર્યાભર્યા બાગબગીચાઓ આજેય તેમને મુગ્ધ બનાવે છે. સ્વતંત્ર વિચારસરણી ધરાવતાં સુધાબહેનના જીવનમાં ચાલક બળ ધર્મપરાયણતા, કૌટુંબિક ભાવના અને બીજાને ઉપયોગી થવાની વૃત્તિ રહ્યાં છે. હિસારમાં હતાં ત્યારથી પોતાની કમાણીમાં બીજાનો પણ ભાગ રહેલો છે તેમ ગણીને જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષણ અને દાક્તરી સારવાર માટે આર્થિક મદદ કરે છે. પતિ સાથે ખભેખભા મિલાવી અને પુત્રોના જીવનઘડતર માટે સર્વસ્વનું અર્પણ કર્યું છે. તેઓ માને છે કે “જીવનમાં વડીલોના આશીર્વાદ અને ઈશ્વરકૃપાથી જે કાંઈ મળ્યું છે તે સૌની વચ્ચે વહેંચવું અને તેમાંથી આનંદ મેળવવો એ જ આદર્શ. બાળકોને પરદેશનિવાસમાં પણ માના હાથનું ભોજન મળે–તે આનંદ માતાના જીવનની સફળતા છે. બાળકોની પ્રગતિ અને “....અને જે ચાલે હસતાં હસતાં જીવનપથ પર કદી ન ચૂકી જીવનમાગ. .." પ્રાપ્ત કર્તવ્યનું પાલન એજ પરમધર્મ માનનારા શ્રી રમેશચન્દ્ર મોહનલાલ વશી શ્રી રમેશભાઈના પરિચય વિના સુધાબહેનનો પરિચય અધૂરો ગણાય. મૂળ વતન તલંગપુર જિ. સુરત. અનાવિલ બ્રાહ્મણ જમાનદાર, જન્મ : ૨૬માં મે, ૧૯૩૮, પિતા મોહનલાલ વશી ગાંધી વિચારધારાથી રંગાયેલા આગળ પડતા ખેડૂત. ખાદી પહેરતા હતા. માતામહ નવસારી મીશન સ્કૂલમાં શિક્ષક હોવાથી ઇચ્છાબાને એ જમાનામાં મીશન સ્કૂલમાં ભણવા દાખલ કરેલાં. એ જમાનાના રિવાજ મુજબ મોહનબાપા ને ઇચ્છાબાના નાની ઉંમરે લગ્ન થયેલાં. સતત પરિશ્રમ અને પુરુષાર્થ સાથે ઇચ્છાબાની હૈયાઉકલતથી મોહનબાપાએ ખેતીવાડી, ઘરના વહેવારો અને સંતાનોના અભ્યાસની જવાબદારી નિભાવેલી. સંતાનોએ શિક્ષણક્ષેત્રે ઉચ્ચ પદવીઓ મેળવી. અભ્યાસ અર્થે પછી વ્યવસાય અર્થે પરદેશ જઈને વસ્યાં. ઇચ્છાબાએ સંતાનોને અનુકૂળ થઈને શતાયુ જીવનયાત્રા પસાર કરેલી. તેઓ હંમેશાં કહેતાં કે, “મેં કાંઈ કર્યું નથી, બધી ઉપરવાળાની મહેરબાની છે.” રમેશભાઈએ પ્રાથમિક શિક્ષણ તલંગપુરમાં લીધું. મોટાભાઈ અમરભાઈ વશી આણંદની ખેતીવાડી કૉલેજમાં પ્રોફેસર હતા. રમેશભાઈએ માધ્યમિક શિક્ષણ ડી.એન. હાઇસ્કૂલ આણંદમાં લીધું. ૧૯૫૫માં એસ.એસ.સી.ની પરીક્ષામાં શાળામાં અને સેન્ટરમાં પ્રથમ આવ્યા. આગળ અભ્યાસ માટે મુંબઈ ગયા. વિલ્સન કૉલેજમાંથી ગણિત મુખ્ય વિષય સાથે બી.એસસી. અને એમ.એસસી.ની ડીગ્રી મેળવી. એ પછી એલએલ.બી.નો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy