SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ કરવાનું નક્કી કર્યું. કમળાબહેન વલ્લભ કન્યા વિદ્યાલય, રાજકોટ અને પછી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કરી સ્નાતક થયેલાં. એ જમાનામાં આંતરજ્ઞાતીય લગ્ન ક્રાંતિકારી ઘટના હતી. ખેડૂત સંઘનો પ્રબળ વિરોધ ઊભો થયો. પરંતુ જયંતભાઈના માસા રામનારાયણ ના. પાઠકની હિંમત અને કુનેહભરી સમજાવટથી ખેડૂત આગેવાનો શાંત થયા અને લગ્નપ્રસંગ સુપેરે પાર પડ્યો. વ્યવસાય : એલએલ.બી. થયા પછી જયંતભાઈએ પાલિતાણામાં વકીલાત શરૂ કરી. પરંતુ વકીલાતમાં ખોટું કરવા તરફ સૌની દૃષ્ટિ અને વૃત્તિ રહેલાં છે એવું જણાતા તેમણે એ કાર્યક્ષેત્ર છોડી દીધું. ત્યારપછી થોડો વખત પિતાની સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરવા તરફ વળ્યા. શિક્ષિત અને લોક કલ્યાણની ભાવનાવાળા ચુનંદા યુવાનોનું જુથ તૈયાર કર્યું. નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. કમનસીબે અભણ અને ટૂંકી દૃષ્ટિવાળા લોકો સામે તેમનો પરાજય થયો. નિરાશ થયા. પાલિતાણા છોડીને બહાર જવાનો તેમણે નિર્ણય કર્યો. ભવિષ્યના કાર્યક્ષેત્રની પસંદગી અંગેની વિચારણા અને માર્ગદર્શન મેળવવા માટે પિતાની સંમતિ લઈને તેઓ શ્રી ઉછરંગરાય ઢેબર-એ વખતના સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીને મળવા ગયા. શ્રી ઢેબરભાઈએ તેમને સહકારી પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવ્યું અને ભવિષ્યમાં આપણા દેશમાં સહકારી ક્ષેત્રના વિકાસની ઘણી મોટી તકો ઊભી થશે એમ જણાવ્યું. એ માટે પરદેશ જઈને સહકારી પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ પરિચય મેળવી લેવા કહ્યું. તેમણે ઉમેર્યું કે જેનાથી બે લાભ થશે : પહેલું એ કે તમને જિંદગીમાં સેવા કરવાનું ઉત્તમ ક્ષેત્ર મળશે અને બીજું એ કે તમારા જ્ઞાન, અનુભવ, અભ્યાસ અને શક્તિનો લાભ આપણા દેશની પ્રજાને મળશે.’’ વિદેશ પ્રવાસ : જયંતભાઈએ શ્રી ઢેબરભાઈની સલાહ અનુસાર પરદેશ જવાની તૈયારી કરી. સૌ પ્રથમ સ્વીડન ગયા. સ્વીડનના બંદર ગોથમબર્ગમાં એ વખતના યુનોના અધ્યક્ષ દાગ હેમરશીલ્ડ સાથે તેમની મુલાકાત ગોઠવાઈ હતી. એ મુલાકાત લાંબો સમય ચાલેલી. એ પછી ડેન્માર્ક, જર્મની, ફ્રાન્સ, ઇટલી, બેલ્જિયમ, નેધરલેન્ડ, ઇંગ્લેંડ વગેરે દેશોમાં ફર્યા. શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ, સરકારી નિગમો, સહકારી મંડળીઓની કામગીરીનો પ્રત્યક્ષ બહોળો અનુભવ મેળવ્યો. સીરિયા, તુર્કસ્તાન અને Jain Education International ધન્ય ધરા ઇરાકના પ્રવાસ દરમ્યાન એ દેશોના વડાઓ સાથે મુલાકાત થઈ હતી. જયંતભાઈ પરદેશ ગયા, એ અરસામાં કમળાબહેને પાલિતાણા તાલુકામાં સમાજકલ્યાણ ખાતામાં મુખ્ય સેવિકા તરીકે ત્રણ વર્ષ કામગીરી કરેલી. ભારત પાછા ફર્યા પછી જયંતભાઈ ‘ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ'માં · લાયઝન ઓફિસર તરીકે જોડાયા. આ સમયગાળામાં તેમની કામગીરીના મુખ્ય મથકો હતાં જયપુર (રાજસ્થાન), દિલ્હી અને મુંબઈ. ભારતના જુદા જુદા પ્રાંતમાં ફરીને તેઓ ખાદી અને ગ્રામોદ્યોગની-હસ્તકલાની વસ્તુઓના ઉત્તમ નમૂનાઓ એકત્ર કરતા હતા. કુશળ કારીગરોને પ્રોત્સાહન આપતા. તેમને યોગ્ય વળતર મળી રહે તે માટે પ્રયત્નશીલ રહેતા. હસ્તકલાના વિકાસ અને પ્રસાર માટે આયોજન કરતા. તેમની પાસે કલાની પરખ હતી. ભારતભરમાંથી કલાકારીગરીની વસ્તુઓ એકત્ર કરીને પરદેશ પણ મોકલતા હતા. યુવાનવયે પિતાની સાથે રાષ્ટ્રીય અને રાજકીય નેતાઓને મળવાનું બનેલું. લાયઝન ઓફિસર તરીકે દેશભરમાં ફરવાની તક મળી. નેતાઓ, સાહિત્યકારો, કલાકારો સાથેની તેમની મુલાકાતો યાદગાર બની રહી છે. લેખનપ્રવૃત્તિ : નાનપણથી તેમની લેખિની ચાલતી હતી. તેમના માસા રામનારાયણ ના. પાઠક જાણીતા સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની. તેમના પ્રભાવ અને પ્રેરણાથી જયંતભાઈની લેખનપ્રવૃત્તિને પ્રોત્સાહક માર્ગદર્શન મળ્યું હતું. વિદેશ પ્રવાસેથી આવ્યા પછી જનસત્તાના મેગેઝીન વિભાગમાં ‘ફરતાં ફરતાં' શીર્ષક નીચે તેમની લેખમાળા શરૂ થયેલી. તેમાં દેશ-વિદેશના પ્રવાસના અનુભવો અને મુલાકાતો વર્ણવાયાં હતાં. તદુપરાંત જનસત્તામાં ‘દુનિયા માગે છે દોસ્તી'ની લેખમાળા પણ શરૂ કરેલી. (૧૯૫૯ થી ૧૯૭૯) અમેરિકા જઈને વસ્યા પછી પણ યથાવકાશ લેખનકાર્ય ચાલુ છે. ૧૯૭૦માં તેઓ પરિવાર સાથે ન્યૂયોર્ક-અમેરિકા ગયા. ત્યાં સ્થાયી થયા. ન્યૂયોર્કમાં તેમના બે સ્ટોર્સ છે. જેમાં સોનાહીરાના આભૂષણો, વિવિધ પ્રકારના પત્થરો-સ્ટોન્સના અલંકારોનો મોટા પાયે ઉદ્યોગ ચાલે છે. જેમાં ભારતના કુશળ કારીગરો કામ કરે છે. હાલમાં સ્ટોર્સની વ્યવસ્થા તેમના પુત્રો કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy