SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એકઠાં કરી વાતો કરવી, રસ-રુચિ અનુસાર પ્રવૃત્તિઓ આપવી અને અભ્યાસ પ્રત્યે અભિમુખ કરવા એ પણ તેમની ગમતી પ્રવૃત્તિ હતી. જયંતભાઈથી નાનાં મૃદુલાબહેનને સૌ ‘મોટીબહેન’ કહેતા. તેમનાથી નાના સનતભાઈ, ઈન્દુબહેન, સરોજબહેન અને સુભાષભાઈ—બધાં જ ભાઈ-બહેનો ક્રમશઃ સેવાદળમાં જોડાયાં હતાં. P માતાપિતા સ્વરાજ્યની લડતોમાં જાય ત્યારે તેમનાં મોટાંભાભુ બાળકોને સાચવતાં. ક્યારેક મોટામામા આવીને વાલુકડ (મોસાળ) લઈ જાય તો ક્યારેક નર્મદામાસી (નર્મદાબહેન રા. પાઠક) તેમની સંભાળ લેતાં હતાં. પાલિતાણામાં ખાદી કાર્યકર્તા છેલભાઈએ સેવાદળની પ્રવૃત્તિ શરૂ કરેલી. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉલટભેર ભાગ લેતાં હતાં. જયંતભાઈ, બળવંતભાઈ શુકલ, મનુભાઈ શેઠ અને અન્ય યુવાનમિત્રો સૌને માર્ગદર્શન આપતા. પ્રભાતફેરીસાંધ્યફેરી કાઢતા. શિબિરોનું આયોજન કરતા. ગ્રીષ્મવર્ગોમાં શ્રી સનતભાઈ મહેતા, અરૂણાબહેન, જશુભાઈ મહેતા વગેરે હાજરી આપતા. સ્વરાજ્યનાં આંદોલનો અને આરઝી હકૂમત ઃ ૧૯૪૨ના ભારત છોડો આંદોલન વખતે પાલિતાણામાં તેઓએ આગળ પડતો ભાગ લીધેલો. રાષ્ટ્રધ્વજ સાથે સરઘસમાં સૌ નીકળતા હતા તે વખતે પોલીસે લાઠીચાર્જ કર્યો, જયંતભાઈ ખૂબ ઘવાયા પણ હાથમાંથી રાષ્ટ્રધ્વજ છોડ્યો નહોતો. ૧૯૪૪ની ભૂગર્ભ પ્રવૃત્તિ વખતે તેઓ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. એ વખતે લોકજાગૃતિ માટે છુપી રીતે બહાર પડતી પત્રિકાઓ વહેંચવા જતા અને પિતાને પણ મદદરૂપ થતા હતા. ૧૯૪૭માં સ્વરાજ્ય પ્રાપ્તિ પછી જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો મનસૂબો જાહેર કર્યો, ત્યારે નવાબના અનુચિત પગલા સામે લોકક્રાંતિની લડત શરૂ થઈ. મુંબઈથી શામળદાસ ગાંધીની આગેવાની નીચે આરઝી હકૂમત (સમાંતર સરકાર)ની રચના કરવામાં આવી. રાજકોટમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. જૂનાગઢના નવાબની ફોજ સામે લડવા માટે લોકસેના તૈયાર કરવામાં આવી. તેના સરસેનાપતિ હતા રતુભાઈ અદાણી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચુનંદા સૈનિકોની ટુકડીઓ આ લોકસેનામાં જોડાઈ હતી. પાલિતાણાની ટુકડીના નેતા હતા જોરસિંહભાઈ કવિ. જયંતભાઈએ પણ કલમ મૂકીને રાયફલ ઉઠાવી. પિતાની ટુકડીમાં સૈનિક તરીકે જોડાઈ ગયા. જૂનાગઢના Jain Education International tatoe દિલાવરગઢ ઉપરના આક્રમણ વખતે પાલિતાણાની ટુકડી મોખરે હતી. આરઝી હકુમતની વ્યૂહરચના અને પરાક્રમને પરિણામે લોકસેનાનો વિજય થયો. નવાબ જુનાગઢ છોડી પાકિસ્તાન નાસી ગયા. પાલિતાણાની ટુકડી વિજયી બનીને પરત ફરી ત્યારે પાલિતાણામાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ગુજરાત રાજ્ય તરફથી જૂનાગઢમાં આરઝી હકૂમતના સૈનિકોનું સમ્માન કરવામાં આવ્યું હતું. શ્રી જયંતભાઈ કવિ એ વખતે અમેરિકા હતા. ફેબ્રુઆરી ૨૦૦૬માં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે જૂનાગઢના કલેક્ટરશ્રીના હસ્તે શ્રી જયંતભાઈ કવિના પ્રતિનિધિઓ-નાનાભાઈ સનતભાઈ કવિ (સ્વામી અક્ષરાનંદજી) નાનાં બહેન સરોજબહેન ઇનામદાર અને તેમના પુત્ર એડવોકેટ જૈમિની ઇનામદારે જયંતભાઈ કવિ વતી સમ્માનપત્ર શાલ અને પંચધાતુના મેડલનો સ્વીકાર કર્યો હતો. તેની સાથે રૂા. ૨૧ હજારનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. અભ્યાસ : ૧૯૪૭માં પાલિતાણા હાઇસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી તેમની ઇચ્છા તો ડૉક્ટર થવાની હતી. આગળ અભ્યાસ માટે વર્ષા ગયા. પરંતુ સંજોગોવશાત્ ત્યાંથી પાછા આવ્યા અને ભાવનગરની શામળદાલ કૉલજમાં દાખલ થયા. ૧૯૫૨માં બી.એ.—ગ્રેજ્યુએટ થયા બાદ સ્વતંત્ર વ્યવસાય કરવાના વિચારે અમદાવાદ જઈને એલએલ.બી.નો અભ્યાસ કર્યો. કાયદા નિષ્ણાત બન્યા. ગુજરાત હાઇકોર્ટની સનદ મેળવી. જયંતભાઈનો મુખ્ય શોખ વાંચન અને લેખનનો. ઐતિહાસિક નવલકથાઓ અને ગાંધીસાહિત્ય પ્રિય વિષયો. હાઇસ્કૂલના અભ્યાસકાળ દરમ્યાન તેઓએ કૈરવ' નામનું હસ્તલિખિત સામયિક શરૂ કરેલું. તેમાં તેઓનાં સ્વરચિત કાવ્યો, લેખો, વાર્તાઓ પ્રસિદ્ધ થતાં હતાં. તેઓ કલાકાર અને કલામર્મજ્ઞ હતા. નાનપણમાં ચિત્રકામ કરેલું. પેન્સીલ વડે સુંદર સ્કેચીઝ દોરતા હતા. સ્વાતંત્ર્ય સેનાની અને રચનાત્મક કાર્યકર શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રીમતી અચરતબહેન તથા શ્રી જોરસિંહભાઈ કવિ અને શ્રીમતી કસ્તૂરબહેન સત્યાગ્રહની લડતોનાં સાથી મિત્રો-ચુસ્ત ગાંધીવાદી અને રાષ્ટ્રીય વિચારધારાને વરેલા આ બન્ને મિત્રોએ કૌટુંબિક સંબંધથી જોડાવાની ભાવનાથી જયંતભાઈ અને કમળાબહેનના લગ્ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy