SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ tetod કેન્દ્ર શરૂ થયું ત્યારે ત્યાં પણ મદદ માટે થોડો સમય ગયેલા. ત્યાં પૂ. બાળકોબાજી અને મણિભાઈ દેસાઈ સાથે કામ કર્યું હતું. શ્રી નવનીતભાઈને મનમાં એક ઇચ્છા હતી કે દરિયાકિનારે કે કુદરતી સ્થળે જઈને નિવાસ કરવો, આશ્રમ બનાવવો. સંજોગવશાત્ એમણે પોતે આશ્રમ ન બનાવ્યો પણ આશ્રમ જેવી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને કામ કર્યું. શ્રી નવનીતભાઈ અને તેમનાં સંતાનોએ પોતાની કમાણીનો અમુક હિસ્સો જનહિતાર્થે વાપરવો જોઈએ એ ભાવનાથી ૧૯૮૫-૮૬માં ‘ચંચળબહેન ટ્રસ્ટ' સ્થાપ્યું એ જ રીતે પછી ગાંધી-મેઘાણી વોરા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી. જુદી જુદી સંસ્થાઓને આર્થિક સહાય કરવા લાગ્યા. ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ‘નવનીતરાય અ. વોરા’–‘બાલ પમરાટ' નામે વિશાળ સ્ટેજ બંધાવી આપ્યું છે. સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત અને શ્રીમતી હસુમતીબહેન પુરોહિત અમરેલી જિલ્લાના નાનકડા એવા બાબાપુર ગામે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરે છે. મહિલાઓ અને અનાથ બાળકોના ઉત્કર્ષ માટે તેઓ પ્રવૃત્ત છે. તેમની સંસ્થા–સર્વોદય આશ્રમ, બાબાપુરમાં શ્રી નવનીતભાઈ અને કુટુંબીજનોએ સમયાંતરે ૧૭ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. બાળકોના નિવાસ માટે બાલઘરના છ ખંડ બંધાવી આપ્યા. ભૂકંપ વખતે સહાયરૂપ થયા. હાલમાં-જાન્યુઆરી ૨૦૦૮માં નવનિર્મિત, શ્રી નવનીતલાલ અમૃતલાલ વોરા–પરમ સમીપે’પ્રાર્થના મંદિર અને નિત્યવિકાસ કોમ્પ્યુટર ભવનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર-દ્વારકા, સત્ય સાંઈબાબા ટ્રસ્ટ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક સહાય કરતા રહે છે. શ્રી નવનીતભાઈનાં નાનાં પુત્રી જ્યોતિબહેન મેઘાણી અને તેમના પતિ શ્રી અબુલભાઈ મેઘાણી વર્ષો સુધી અમેરિકા રહ્યાં– ત્યાં વ્યવસાય કર્યો. હવે પાછા વલસાડ (ગુજરાત)માં આવીને વસ્યાં છે. તેઓ બન્ને પછાત અને આદિવાસી વિસ્તારમાં સેવા કરે છે. શ્રીમતી જ્યોતિબહેન ગાંધી-મેઘાણી-વોરા' ફાઉન્ડેશન દ્વારા સામાજિક પ્રવૃત્તિઓની જવાબદારી વહન કરે છે. શ્રી નવનીતભાઈ અને શ્રીમતી શારદાબહેન પરહિત Jain Education International ધન્ય ધરા રિસ ધરમ નહીં ભાઈ' એ સૂત્રને સંપૂર્ણપણે આચરનારાં છે. શ્રી નવનીતભાઈ કહે છે : “એક સ્થળે બેસી ઓછામાં ઓછો સત્સંગ અને અંદર નજર નાખીને જોવાનો પ્રયત્ન કરવો એ જ આંતરિક સાધના.' અત્યારે ૯૪ વર્ષની ઉંમરે તેઓ સ્ફૂર્તિથી હરેફરે છે. અમેરિકાથી અનુકૂળતા પ્રમાણે ભાવનગર આવીને રહે છે. એ વખતે બાબાપુર સંસ્થાના પરિવારને મળવા જાય છે. દેશમાં આવીને સ્નેહીજનોને ભાવથી મળવું તે તેમને મન જીવનનો ાવો છે. સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને કુશળ વહીવટકર્તા જયંતભાઈ જોરસિંહ કવિ ગૌરવર્ણ, તેજસ્વી પારદર્શક આંખો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા જયંતભાઈ તેમની આત્મવિશ્વાસથી ભરપૂર મધુર વાણીથી અપરિચિતને પરિચિત બનાવી દેનારા રહ્યા છે. જન્મસ્થળ પાલિતાણા, ૧૭ ફેબ્રુઆરી ૧૯૨૬. પિતા જોરસિંહ કવિ અને માતા કસ્તૂરબહેન કવિ બન્ને સ્વાતંત્ર્ય સેનાનીઓ શ્રી ફૂલચંદભાઈ શાહના ક્રાંતિદળના ખડા સૈનિકો. ૧૯૨૮–બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦-૩૨ નમક સત્યાગ્રહ-વીરમગામ છાવણી-મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચના ચુનંદા સૈનિકોમાં જોરસિંહભાઈ પણ હતા. ૧૯૩૪ ધ્રાંગધ્રા સત્યાગ્રહ, ૧૯૪૦ રાજકોટ સત્યાગ્રહ, ૧૯૪૨ કરેંગે યા મરેંગે હિન્દ છોડોની લડત અને ભૂગર્ભ પ્રવૃત્તિ, ૧૯૪૭ આરઝી હકુમત—આ બધી જ લડતોમાં માતા-પિતાએ સક્રિયપણે ભાગ લીધેલો, સખ્ત માર ખાધેલો અને જેલવાસ વેઠેલો. ૧૯૨૬માં જન્મેલા જયંતભાઈનું બાળપણ, કિશોરકાળ અને યુવાનીનો પ્રારંભકાળ સ્વરાજ્યનાં આંદોલનોનાં વાતાવરણમાં વીત્યાં. તેમના જીવનઘડતરનો એ સમય. યે સર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે’દેશભક્તિ અને ફનાગીરીની ભાવના ગળથૂથીમાં મળ્યાં. કવિ કુટુંબમાં અને મામા-માસીના કુટુંબનાં સંતાનોમાં જયંતભાઈ સૌથી મોટા હોવાને કારણે સૌ તેમને મોટાભાઈ' કહેતાં અને તેઓ પણ કુટુંબનાં નાનાં ભાઈ–બહેનોના અભ્યાસ– વિકાસમાં જવાબદારીપૂર્વક માર્ગદર્શન આપતા. નાનપણથી તેમને વાંચવા અને લખવાનો શોખ હતો. કુટુંબનાં નાનાં ભાઈ-બહેનોને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy