SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વિધા, વ્યવસાય અને પરમાર્થનું સહિતત્વ ડૉ. ઉષા રા. પાઠક વિદેશમાં–અમેરિકામાં જઈને ગુજરાતીઓ વસ્યાં છે. અભ્યાસઅર્થે ગયા હોય અને ત્યાં જ વ્યવસાયમાં સ્થિર થઈ ગયા હોય તેમ બન્યું છે તો કેટલાક વ્યવસાયઅર્થે ત્યાં જઈને સ્થિર થયા છે. તેજસ્વી બુદ્ધિપ્રતિભા, ખંતીલા અને મહેનતુ સ્વભાવને કારણે અભ્યાસમાં પારંગત થઈને વ્યવસાયમાં સફળતા અને સમ્માન મેળવતાં ગયાં છે. ગૌરવપ્રદ એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. વ્યવસાયમાં ધન ઉપાર્જન એ તેમનો પ્રાપ્ત ધર્મ ખરો, પણ પોતાની કમાણીનો અમુક અંશ અન્યને માટે પણ યત્કિંચિત્ વાપરવો જોઈએ એવી સહજ ભાવના તેઓ ધરાવે છે. તો વિદેશમાં ભણવા આવનારા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થતાં રહે છે. જુદાં જુદાં ક્ષેત્રોની વિદેશમાં વસતી કેટલીક વ્યક્તિઓનો અહીં સંક્ષેપમાં પરિચય આપ્યો છે. ગુજરાતીઓમાં પરગજુપણું એક પ્રદેશગત વિશેષતા ગણી શકાય. ગુજરાતીઓએ ત્યાં પોતાનું અલગ વ્યક્તિત્વ અને વાતાવરણ રચ્યું છે. એ જ રીતે જુદા જુદા પ્રાંતના લોકો સાથે ભારતીય તરીકે અને અમેરિકાના સર્વ પ્રજાજનો સાથે સ્નેહભર્યો સંબંધ બાંધી જાણ્યો છે. tetu આ લેખમાળા રજૂ કરનાર ડૉ. ઉષાબહેન પાઠકનો પણ પ્રેરક પરિચય મેળવીએ પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ. પીએચ.ડી.) ૧૯૬૩થી ૧૯૮૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કૉલેજમાં, ગુજરાતી ભાષા સાહિત્યનાં એક સફળ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં, પરંતુ એક વ્યક્તિ તરીકે તેઓ જે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી સાધના છે. સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રીમ સેનાની માતાપિતા પાસેથી જે કેટલાંક આદર્શો-જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય. તેઓ જીવનભર સતત જાગ્રતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે, તેના આજે તો ઘણા સાક્ષીઓ છે. વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો અને ‘સ્વાધ્યાયાત્ મા પ્રમઃ એ સૂત્ર દ્વારા સ્વાધ્યાયનો વારસો મળ્યો. કૉલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે, તેઓ ઉત્તમ વક્તા છે તો યથાવકાશ નિજાનંદ અર્થે ચિત્રો દોરતાં રહે છે. ‘રામભાઈની બાલવાર્તાઓ’, ‘સ્મરણોની પાંખે (રામનારાયણ ના. પાઠક સ્મૃતિગ્રંથ)”, “મહામના મનુભાઈ બક્ષી સ્મૃતિગ્રંથ’ અને ‘સમર્પિત જીવનની ઝાંખી’ શ્રી રતુભાઈ અદાણીનાં જીવનસ્મરણોનો ગ્રંથ-આ સંપાદનો તેમણે કર્યાં છે. તેમનાં મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો અને પ્રવાસવર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ કરવો તેમની પ્રિય પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણવિષયક લેખોના તેમણે અનુવાદો કર્યાં છે. આકાશવાણી રાજકોટ પરથી તેમનાં પુસ્તકપરિચય, સમીક્ષાઓ, પ્રસંગકથાઓ, હળવી શૈલીના વાર્તાલાપ, સાહિત્ય અને કલાવિષયક વાર્તાલાપ પ્રસારિત થતાં રહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy