SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ logo ધન્ય ધરા શોભે છે. ફેશન, શોખ કે મોભાને ખાતર સમાજસેવામાં ભાગ લેતી બહેનોના કાર્યકરછંદમાં શ્રી કુસુમબહેનનું સેવાને સમર્પિત જીવન અનોખા આત્મપ્રકાશે ઝળહળે છે. સેવા એ એમનો જીવનધર્મ છે. એમનું જીવન ગાંધીદર્શને રંગાયેલું ગીતાબોધ્યું કર્મયોગીજીવન છે. સેવાપરાયણ નારી જીવનનો આદર્શ અને તે પણ નાની મોટી બહેનો સાથે હળીમળીને રહેતાં જીવંત આદર્શ શિક્ષિકા બહેનનું જીવન એ કલ્યાણમૂર્તિ સ્ત્રી કેળવણીકાર અને સમાજસેવિકાનું જ્વલંત ઉદાહરણ છે. તેમની આ શિક્ષણસંસ્કાર સેવાની સાધના ૩પ વર્ષથી સમાજને અજવાળતી રહી છે તે આપણું પરમ સૌભાગ્ય છે. કુસુમબહેનને જોઈએ એટલે આપણને નીતિનિયમના સ્મૃતિસ્થંભનાં દર્શન થાય. ભારતીય સંસ્કૃતિની આર્યસંસ્કૃતિનાં પ્રતીક કુસુમબહેન ગાંધીયુગમાં ઘડાયેલાં છે અને ગાંધી ભાવનાને વરેલાં છે. એમની નૈતિક હિંમત માથું નમાવે એવી છે. આઝાદીની લડતમાંથી એમણે જે મેળવેલું તે રોજબરોજની કામગીરીમાં વ્યક્ત થાય છે. સત્યવિચાર-વાણી-આચારમાં એ પીછેહઠ કરે જ નહીં. ન તો એમને રૂઢિ-રિવાજ કે સમાજના દાબનો ભય, ન તો તત્કાલીન પરિસ્થિતિની બીક. આંતરિક કટોકટીના સમયમાં બેધડક પોતાના સ્વાતંત્ર્ય વિશેના વિચારોને અભિવ્યક્ત કરતાં હતાં. પરિસ્થિતિથી હારી જવાનું એ શીખ્યાં જ નથી. નિર્ભયતાથી સાચું ને સારું કાર્ય કરતાં યુવક-યુવતીઓને એમનો સાથ અવશ્ય મળી રહે. એમની સંસ્થા એક વિશિષ્ટ વિદ્યાલોક છે અને તે તેમાં કેન્દ્ર રૂપે છે. એમના આત્માની સુવાસ સમગ્ર વાતાવરણમાં પ્રસરી રહી છે. ગોવર્ધનરામની સૂક્ષ્મ પ્રીતિની ભાવનાને નૈષ્ઠિક બ્રહ્મચર્યની ભાવના તરીકે કવિ ન્હાનાલાલે વિકસાવી. હાનાલાલની જયા આ જગતમાં આદર્શ ગૃહિણીઓ તૈયાર કરવાનું કાર્ય સ્વીકારે છે. પોતે નૈષ્ઠિક બ્રહ્મચારિણી રહીને ગોવર્ધનરામે અને નાનાલાલે જે કલ્યાણમૂર્તિની કલ્પના કરી તે આદર્શને કુસુમબહેને ચરિતાર્થ કરી બતાવ્યો છે. ગાંધીજીની પ્રેરણાથી આ દેશમાં જે નારીરત્નો પાક્યાં તેમાં કુસુમબહેનનું સ્થાન છે, જો કે એમનામાં સ્થાન માટે ઉત્કટ મહત્ત્વાકાંક્ષા નથી. એથી એમના બુનિયાદી કાર્યનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય નહીં. મહિલા કાર્યકર મણિબહેન ઝ. પટેલ સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન જેવાં જ અમારાં મણિબહેન હતાં. સરદારશ્રી અને દરબાર ગોપાળદાસ બોરસદમાં રહેતા હતા. તેમના સાથી ઝવેરભાઈ દાજીભાઈ પણ એક કોંગ્રેસી કાર્યકર હતા. બોરસદ તાલુકા લોકલ બોર્ડના પ્રમુખ હતા. તે મૂળે નિસરાયાના વતની પણ બોરસદમાં રહે. સરદાર અને દરબારસાહેબના સહકાર્યકર. એમનાં દીકરી તે આ મણિબહેન પટેલ. હા, મણિબહેન એ વિસ્તારનાં મોટાં બહેન હતાં. સરદાર અને દરબારના પરિવાર સાથે ઊછરેલાં. દરબાર ગોપાળદાસનાં ધર્મપત્ની ભક્તિબા જાણે એમનાં બા! મણિબહેનના પિતા ઝવેરકાકા પણ આગેવાન. મણિબહેનને ધર્મજના ઊંચા પટેલ શાંતિલાલ સાથે પરણાવ્યાં હતાં. મણિબહેન વિધવા હતાં પણ એમનું વ્યક્તિત્વ જાજરમાન હતું. ઊંચાં, ભરાવદાર ને દેખાવડાં મણિબહેન મોટાં મહિલાને મોટીબહેન લાગે. એવાં સ્વચ્છ ને સુઘડ કે સૌને પ્રભાવિત કરે. મોટેભાગે સફેદ ખાદી જ પહેરે. કોઈ વાર બાકુટાની સાડી પહેરે. નીતિ-નિયમનાં આગ્રહી. એમની સાથે રહેનાર એવું કેળવાઈ જાય કે ક્યાંય પાછું ના પડે. પ્રાર્થના, સફાઈ, શ્રમયજ્ઞ, ભગિનીસેવા, સમાજસેવા એ જ એમના શોખ. એ શિષ્ટ ને સંસ્કારી હતાં. મન, હૃદય, વાણી ને વ્યવહારમાં ભારોભાર પરિપકવતા જોવા મળે. કોઈ એમની આગળ અસભ્ય વાણી-વર્તન ન કરી શકે. એ પ્રગતિશીલ સુધારાવાદી હતાં. સૌને હસીને આવકારે. આતિથ્ય તો એમનું જ. સ્વભાવમાં ઔદાર્ય ને સૌજન્ય. એમને આછકલાવેડાં ન ગમે. ગમે તેની અડધી રાતે સેવા કરવા તત્પર. અવારનવાર કાર્યક્રમો યોજે. છેલ્લે દીકરો બારીન્દ્ર “અભિયાન શરૂ કરવાનો હતો એટલે ઉતાવળે લંડન ગયાં, તે પછી પાછાં ન આવ્યાં. આ દેશ જ નહીં, દુનિયા છોડી ચાલ્યાં ગયાં. એમની ખોટ એમના પરિવારને તેમજ સમાજને ન પુરાય એવી પડી. એ હોત તો ભાઈઓના મિલ્કતના ઝઘડા ન થાત. એમના ગયા પછી વિશાળ પરિવારના ભાગલા પડી ગયા. બોરસદે એક મૂર્ધન્ય મહિલા કાર્યકર ગુમાવ્યાં. જિલ્લા ને રાજ્યકક્ષાએ એમનું સ્થાન હતું એ ગાંધીમાર્ગે સેવા કરી ગયાં. એમના ગયા પછી હવે બોરસદ જવાનું ગમતું નથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy