SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કૉલેજશિક્ષણ માટે આ ‘વ્રજભૂમિ'માં B.R.S. College, M.R.S. College, B.Ed. College તેમ જ P.T.C. Collegeનાં શૈક્ષણિક ધામ છે, જ્યાં ૧૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ નિવાસી શિક્ષણ મેળવી દેશના ઉત્તમ નાગરિક બનવાની તાલીમ મેળવી રહ્યાં છે. B.R.S. Collegeના પ્રિન્સિપાલ તરીકે સુદીર્ધ સેવાઓ આપી તેઓ આ ૨૦૦૫ના ઑક્ટોબર માસની ૧૭ તારીખે નિવૃત્ત થયા છે. પાટીદાર સમાજનું ઝળહળતું બહુમુખી વ્યક્તિત્વ પ્રા. પ્રહ્લાદભાઈ પટેલ જન્મ : તા. ૨૩-૧-૧૯૪૨ ઉત્તમ ખેડૂત, વિદ્વાન અધ્યાપક, લેખક ને ‘સ્વપ્નસૃષ્ટિ'ના સર્જક તરીકે ખ્યાતનામ છે. એવા પ્રહ્લાદભાઈનો જન્મ ઈ.સ. ૧૯૪૨માં જાન્યુઆરી માસની ૨૩મીએ ગાંધીનગર જિલ્લાના નાનકડા દેલવાડામાં થયો. પિતા રેવાભાઈ મહેનતકશ ખેડૂત. નાની ઉંમરે પિતાજીનું અવસાન થતાં ખેતર અને ખોરડાની જવાબદારી પ્રહ્લાદભાઈ પર આવી પડી, પરંતુ સમયપારખુ માએ, ‘દીકરાને ભણાવવો જ છે' તેવા દૃઢ સંકલ્પ સાથે દીકરા પ્રહ્લાદને ભણવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. પ્રહ્લાદે પણ શાળા અને કૉલેજના અભ્યાસમાં છેક સુધી પ્રથમ હરોળ સાતત્યપૂર્ણ જાળવી રાખી, માએ તેનામાં મૂકેલા વિશ્વાસને ફળીભૂત કરી બતાવ્યો. પ્રા. પ્રહ્લાદભાઈએ ગુજરાતના ખેડૂતને પરંપરાગત ખેતીના ચીલાચાલુ ઢાંચામાંથી બહાર કાઢી આધુનિક ખેતી તરફ વાળવા પહેલ કરી. “હાઇબ્રિડ રસાયણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને સારી દેખભાળથી ખેતી વધુ સારી અને વધુ આર્થિક લાભ દેનારી બને છે.” તેવું પુરવાર કરીને તેમણે કેટલાય ખેડૂતોને સમૃદ્ધ કર્યા. પ્રહ્લાદભાઈએ લીંબુની ખેતીમાં આધુનિક જંતુનાશકોનો ઉપયોગ કરી તેમાં આવતા સુકારાના રોગને ભગાડ્યો એટલું જ નહીં, નવી ટેક્નોલોજી દ્વારા લીંબુ માત્ર ચોમાસામાં જ નહીં, ઉનાળામાં પકવી તેના મહત્તમ વેચાણનો લાભ લીધો અને અન્ય ખેડૂતને તે લાભ અપાવ્યો. એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી દર વર્ષે રૂા. ૧૦૦ કરોડની આવક અને દેશભરમાંથી રૂા. ૫૦૦ કરોડની આવકના હક્કદાર ખેડૂતો બન્યા હોય તો તેનું શ્રેય આપણા પ્રહ્લાદભાઈને ફાળે જાય છે!!....... ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિપદના એક Jain Education International ધન્ય ધરા વખતના દાવેદાર પ્રા. પ્રહ્લાદભાઈએ સાગની ખેતી પોતાના વૃંદાવન ફાર્મમાં સફળતાપૂર્વક કરી બતાવી, સાગ માત્ર જંગલમાં જ ઊગે તેવી માન્યતાને નવો આયામ આપ્યો. આમ કૃષિક્ષેત્રે સંશોધનાત્મક અભિગમ દ્વારા વૃક્ષોની ખેતી (પરમા ફાર્મિંગ) અને ટિસ્યુ કલ્ચરની લેટેસ્ટ ટેક્નૉલોજી વિકસાવી તેનો બહોળો પ્રચાર-પ્રસાર કરી માત્ર ગુજરાતના જ નહીં બલ્કે ભારતના ખેડૂતને સમૃદ્ધિ તરફ વાળવા પ્રહ્લાદભાઈ અગ્રેસર બન્યા. કૃષિ ક્ષેત્રે દેશને નવો રાહ ચીંધનાર પ્રા. પ્રહ્લાદભાઈએ અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી તરફથી યોજાયેલ ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં આધુનિક કૃષિ અંગેનું વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપી આપણા દેશનું ગૌરવ વધાર્યું હતું. એટલું જ નહીં, આ પ્રવચનના પ્રત્યાઘાતરૂપે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જિમી કાર્ટરે પ્રહ્લાદભાઈને અમેરિકન ટ્રી એસોસિએશન'નું માનદ્ સભ્યપદ આપી સમ્માન્યા. કૃષિક્ષેત્રે આવું અદકેરું બહુમાન મેળવનાર તેઓ કદાચ પહેલા એશિયન હશે! હાલમાં તેઓ ‘ગુજરાત એગ્રો ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર'ના ચેરમેન તરીકે સક્રિય છે. તેમણે તો સાબરમતી નદી–કાંઠાની પવિત્ર તપોભૂમિ પર પવિત્ર ‘અમરનાથ ધામ'નું નિર્માણ કરી આપણી આ મહાન સંસ્કૃતિને પ્રત્યેક માનવહૃદયમાં પ્રસ્થાપિત કરવાના પાવન અભિયાન તરફ પગરણ માંડ્યાં છે. અમરનાથ ધામમાં વિશિષ્ટ ટેક્નૉલોજીથી તૈયાર કરવામાં આવેલ ભવ્ય બરફના શિવલિંગનાં દર્શનની સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગની સંકલ્પનાનું તાર્દશ નિર્માણ તેમજ ભારતીય સંસ્કૃતિનું ભવ્યાતિભવ્ય હાઇટેક પ્રદર્શન, જોનારને શબ્દશઃ મંત્રમુગ્ધ કરી દે છે અને કદાચ એટલે જ તેમણે ધર્મ અને સામાજિકતાના વિષયનો સમન્વય કરી એક પૂર્ણ લંબાઈની હિન્દી ફિચર ફિલ્મ બેડા પાર કરતે બાબા અમરનાથ'નું નિર્માણ કર્યું છે. ન્યૂ દિલ્હી તરફથી કોલકત્તામાં યોજાયેલ એક નેશનલ સેમિનારમાં મા. ગવર્નરશ્રી દ્વારા પ્રા. પ્રહ્લાદભાઈને ‘ઉદ્યોગરત્ન’એવૉર્ડથી નવાજવામાં આવ્યા. સ્વપ્નસૃષ્ટિ વૉટરપાર્કના નવીનીકરણ માટે ભારતમાં આ ક્ષેત્રે સહુપ્રથમ ‘એક્સલન્સ એવૉર્ડ' એનાયત કરવામાં આવ્યો. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં ભારતને ગૌરવભર્યું સ્થાન અપાવવામાં પ્રહ્લાદભાઈ અગ્રેસર રહ્યા. તેવી જ રીતે ઇન્ટરનેશનલ સ્ટડી સર્કલ, દિલ્હી દ્વારા પ્રહ્લાદભાઈને ભારતીય સંસ્કૃતિના હાઇટેક પ્રદર્શનનું સફળતાપૂર્વક નિર્માણ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy