SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૭પ૦ પ્રવૃત્તિઓ થકી સમાજોત્થાન અને શૈક્ષણિક ક્ષેત્રે તેમનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું. વિદ્યાભ્યાસમાં તેજસ્વી એવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે તેમની ભૂમિકા માર્ગદર્શક બની રહી. માત્ર પાટીદારસમાજ નહીં પરંતુ રાજ્યના જરૂરિયાતમંદો માટે પ્રવૃત્તિશીલ રહી મંગળભાઈએ તેઓની સમસ્યા અને પ્રશ્નોના નિકાલ માટે કરેલા પ્રયત્નો સફળ રહ્યા. વિધાનસભાને રાજ્યની સર્વોચ્ચ સંસ્થા માનવાવાળા મંગળભાઈએ વિધાનસભાના ઉમેદવાર તરીકે દસમી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી સફળતા પ્રાપ્ત કરી. સરકારશ્રીમાં શાસક પક્ષના મુખ્ય દંડક તરીકે ઈ.સ. ૨૦૦૧ થી ૨૦૦૨ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવનાર મંગળભાઈ અગિયારમી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા. આ. ૨૭-૧૨-૨૦૦૨થી તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેની સેવાઓમાં સાતત્યપૂર્ણ કાર્યરત હતા. વિધાનસભા અધ્યક્ષના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રા. મંગળભાઈ સમગ્ર ભારતનાં તમામ રાજ્યોના અધ્યક્ષશ્રીઓની કૉન્ફરન્સીસમાં તેમજ કોમનવેલ્થ પાર્લામેન્ટરી કૉરન્સીસમાં ભાગ લેવા શ્રીલંકા, બાંગ્લાદેશ જાપાન ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફીજી જેવા દેશોની મુલાકાતો લઈને સંસદીય ક્ષેત્રે શક્ય તેટલું પ્રભાવી પ્રદાન કરવાના તેમના પ્રયત્નો વંદનીય છે. વૈશ્વિક ક્ષેત્રે ગરીબાઈ, એઇડ્રેસ અને મેલેરિયા જેવાં દૂષણો દૂર કરવા તેમની નકાર રજૂઆતો પરિણામદાયક રહી છે. લોકશાહીને મજબૂત કરવાના અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દે પણ તેમની રજૂઆતો ફળદાયી રહી. રાજકીય, શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે પ્રતિભાવાન, પૂર્વ-શિક્ષણમંત્રી શ્રી બળવંતભાઈ મનવર જન્મ : તા. ૧૭-૧૦-૧૯૪૩ એક કેળવણીકાર, એક અણીશુદ્ધ રાજકારણી અને એક સમાજસેવક એવા શ્રી બળવંત મનવર એક અનોખા માનવી છે. સૌરાષ્ટ્રના સમૃદ્ધ એવા ગોંડલ સ્ટેટના મહાલ તરીકે ઓળખાતા નાનકડા એવા ભાયાવદરના બચુભાઈ મનવરના ગરીબ ખોરડે વ્રજકુંવરની કુખે બળવંતનો જન્મ. તારીખ હતી ઈ.સ. ૧૯૪૩ના ઓક્ટોબર માસની સત્તર. પિતાશ્રી બચુભાઈનું આકસ્મિક અવસાન થયું ત્યારે બે દીકરી અને ત્રણ દીકરાના બહોળા કુટુંબની જવાબદારી મા વ્રજકુંવરના નાજુક ખભે આવી પડી, પરંતુ બાળકોના ભવિષ્ય સામે જોઈ વ્રજકુંવરે કાળી મજૂરી કરી, આવી પડેલી પરિસ્થિતિનો દઢ મનોબળ સાથે સામનો કર્યો. સૌથી મોટા પુત્ર બળવંતે નાની ઉંમરે “છાપાં’ વેચી માના આ મનોબળને ટકાવી રાખવાના પ્રયત્નોમાં સાથ આપ્યો. બળવંતભાઈ શરૂથી જ વિચારવંત વ્યક્તિત્વ ધરાવતા. લોકોના પ્રાણપ્રશ્નો માટે ઉદાસીન સત્તાવાળાઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરવા, ગરીબ પ્રજાને પોતાના હક્કો માટે જાગ્રત કરવી, પ્રજાકીય કાર્યોના અમલ માટે સતત પ્રવૃત્તિમય અને સક્રિય રહેવું. આ સર્વે હવે તેમના જીવનનો એક ભાગ બની બેઠા હતા. તેથી જ તેઓ કોંગ્રેસની ગરીબલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈ ઈ.સ. ૧૯૭૨-૭૩માં ઇન્દિરા કોંગ્રેસમાં એક અદના કાર્યકરની હેસિયતથી જોડાયા. બે-ત્રણ વર્ષમાં જ લોકહિતના કાર્યમાં તેમની સક્રિયતાએ લોકોએ તેમને રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટી મોકલ્યા. આમ શ્રી બળવંત મનવરની રાજકીય યાત્રાના શ્રીગણેશ થયા. આ વર્ષ હતું. ઈ.સ. ૧૯૭૫નું. ત્યારબાદ ઘણાં વિઘ્ન વીંધીને બળવંતભાઈ સૌરાષ્ટ્ર પંથકમાં એક કુશળ અને બાહોશ રાજકારણી તરીકે પ્રસ્થાપિત થયા. ધારાસભાની ચૂંટણીમાં ઉપલેટા બેઠક પરથી જીત્યા. બળવંતભાઈનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો. તેમને મહત્ત્વના એવા શિક્ષણખાતાના નાયબ મંત્રી બનાવવામાં આવ્યા. તેમના નાયબ શિક્ષણમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણક્ષેત્રે કાર્ય કરવા ઇચ્છતી કડવા પાટીદાર સમાજની ઘણી સંસ્થાઓને શાળા, મહાશાળા કે કોલેજ શરૂ કરવા મંજૂરી મળી. આમ, પાટીદારસમાજના શૈક્ષણિક સ્તરને ઊચું લાવવાના પ્રયત્નોમાં બળવંતભાઈએ યક્ષભૂમિકા ભજવી. બળવંતભાઈ ઉપલેટા પંથકના શિક્ષણ અને કેળવણીના માળખાથી સંતુષ્ટ ન હતા. કન્યા-કેળવણી ક્ષેત્રે ઉપલેટા પછાતની કક્ષામાં હતું. ઉપલેટા ભૂભાગનું સમગ્રતયા શિક્ષણનું સ્તર કાંઈ એટલું પ્રોત્સાહક ન હતું. બળવંતભાઈએ પોતે જ અહીં શૈક્ષણિક સંકુલ સ્થાપવાનો સંકલ્પ કર્યો...આ શૈક્ષણિક બીજારોપણનો સમયગાળો હતો ઈ.સ. ૧૯૮૧ની આસપાસનો અને આજે ૨૫ વર્ષે સખત અને સતત પ્રયત્નોને અંતે તેઓએ ઉપલેટાના નાનકડા એવા ડુમિયાણીને ગુજરાતના શૈક્ષણિક નકશા પર મૂકી દીધું. આજે અહીં K.G. થી P.G. સુધીની શિક્ષણસુવિધા ઉપલબ્ધ છે! !.. Jain Education Intemational ducation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy