SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૦૫૩ સાહેબે એ કર્તવ્ય કર્મને શબ્દોથી કંડારી, “પ્રજ્ઞાદીપ છગનભા’ પુસ્તકરૂપે પ્રગટ કર્યું. શ્રી મોહનલાલ પટેલ ગુજરાતી સાહિત્યના એક જાણીતા સર્જક તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. તેમણે ગુજરાતી ટૂંકી વાર્તા, નવલકથા, લઘુકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે. ગુજરાતી લઘુકથાના તો તેઓ પ્રવર્તક-જનક તરીકે પણ ઓળખાય છે. ટૂંકી વાર્તાકળા ઉપરનો તેમનો વિવેચન ગ્રંથ “ટૂંકી વાર્તા : મીમાંસા' આ ક્ષેત્રનો એક પ્રમુખ આધાર ગ્રંથ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કડીમાં સાહિત્યવર્તુળની સ્થાપના કરી ઘણા વિદ્યાર્થીઓને સાહિત્યનું ઘેલું લગાડ્યું. પરમાર્થની પારિવારિક પરંપરાના પ્રહરી શેઠશ્રી લક્ષ્મીકાંત ભગુભાઈ જન્મ : તા. ૧૮-૮-૧૯૨૭ અમદાવાદના પ્રતિષ્ઠિત પાટીદાર શ્રેષ્ઠી અને જ્ઞાતિરત્ન સ્વ. ચંદુલાલ માધવલાલના કુળમાં પિતા ભગુભાઈના ખોરડે, માતા શારદાબાની કૂખે જન્મ લેનાર લક્ષ્મીકાંતભાઈ શેઠ સમાજમાં શ્રેષ્ઠી દાતા અને કાર્યકર તરીકે લબ્ધપ્રતિષ્ઠ છે. લક્ષ્મીકાંતભાઈ તેમનું શાળાકીય શિક્ષણ પૂરું કરી કૌટુંબિક પેઢીમાં જોડાયા ત્યારબાદ ઈ.સ. ૧૯૫૯માં નાના ભાઈ નવનીતભાઈ ભગુભાઈ કે જેઓ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી આવ્યો હતા, તેમના સહયોગથી “સેલ્યુલોઝ પ્રોડક્ટ ઑફ ઇન્ડિયા લિ.'ની સ્થાપના કરી, જેમાં ઊંચી ગુણવત્તા ધરાવતાં સોડિયમ સી.એસ.સી., સોડિયમ એલિગ્નેટ, સેલ્યુલોઝ પાઉડર, ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ તેમજ એસિટિક એસિડ જેવાં ઉત્પાદનો તૈયાર કરવામાં આવતાં. માત્ર ઉદ્યોગજગત સુધી સીમિત ન રહેતાં લક્ષ્મીકાંતભાઈ ગુજરાતની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં પણ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિશીલ રહ્યા, જેમાં “ધરતી વિકાસ મંડળ”ના પ્રમુખ તરીકે સતત ૨૫ વર્ષ કાર્યરત રહી સંસ્થાને ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક બનાવી. આજે પણ તેમણે શરૂ કરેલી મંડળની ઘણી પ્રવૃત્તિઓ સમાજ માટે માર્ગદર્શક બની રહી છે. આજે વિશ્વભરમાં જેનો ડંકો વાગે છે તેવા હિંદુત્વરક્ષક સંગઠન “વિશ્વ હિંદુ પરિષદના ૨૦ વર્ષ સુધી પ્રમુખ રહી લક્ષ્મીકાંતભાઈ પરિષદના રાહબર બની રહ્યા. માતા શારદાબાએ ગળથૂથીમાં જ પાયેલ ધાર્મિક સંસ્કારોનું પયપાન તેમને ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે આજદિન સુધી કાર્યરત રહેવા પ્રેરણા આપી રહ્યું છે. ગુજરાતના મુંજાલ તરીકે દેશભરમાં નામના પ્રાપ્ત શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસના સહયોગ થકી ગાંધીનગરના પંચદેવ મંદિરના નિર્માણકાળથી આજદિન સુધી લક્ષ્મીકાંતભાઈ સંકળાયેલા રહ્યા છે. આવી જ રીતે “ઉત્કંઠેશ્વર મહાદેવ” પરિસરમાં નિર્માણ પામેલ “શેઠ શ્રી સી. એમ. વાનપ્રસ્થાશ્રમ'ના પાયામાં પણ લક્ષ્મીકાંતભાઈના પરિવારનો આર્થિક સહયોગ રહ્યો છે. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે પણ લક્ષ્મીકાંતભાઈનું પ્રદાન મહત્ત્વનું રહ્યું. ગાંધીનગરના “સર્વ વિદ્યાલય કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં જનતકુમાર ભગુભાઈ બાલમંદિર અને પ્રાથમિક શાળા તેમજ ઉમિયા મહિલા આર્ટ્સ કૉલેજમાં તેમણે કરેલ દાન તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા વ્યક્ત કરે છે. આવી જ રીતે ઊંઝા કન્યા કેળવણી મંડળને તેમની ટ્રસ્ટી તરીકેની માર્ગદર્શક સેવાઓ સતત મળતી રહી છે. અમદાવાદના શ્રી પી. જે. અમીન કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન'માં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેમની પ્રમુખ તરીકેની સેવાઓ ઉલ્લેખનીય રહી. એટલું જ નહીં, ગુજરાત યુનિ. સંચાલિત પોસ્ટ ગ્રેજ્યુએટ ફેકલ્ટી ઓફ એનાલિટિકલ કેમેસ્ટ્રી માટે પણ લક્ષ્મીકાંતભાઈનું આર્થિક યોગદાન તેમના વ્યવસાયલક્ષી શૈક્ષણિક અભિગમને ઉજાગર કરે છે. | ગુજરાતની આમ જનતાનો પ્રેમ સંપાદિત કરી નીતિ અને નિષ્ઠાને સથવારે જાહેરજીવનમાં પદાર્પણ કરનાર શેઠશ્રી લક્ષ્મીકાંત ભગુભાઈ આજે ૮૧ વર્ષની પાકટ વયે પાટીદાર સમાજના પ્રેરક અને માર્ગદર્શક બની રહ્યા છે. વિવિધ પાટીદાર સમાજને પ્રગતિના પંથે ગતિવંત રાખતું આગવું વ્યક્તિત્વ શ્રી મોહનભાઈ એન. કાલરિયા જન્મ : તા. ૧૧-૫-૧૯૨૯ સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના મોટી મારડ ગામે આવેલું નાનકડું એવું નાગલખડા મોહનભાઈનું વતન, પરંતુ નાની ઉંમરે અમદાવાદ આવી વસ્યા. અહીં જ શૈક્ષણિક કારકિર્દી સંપન્ન કરી ધંધા-રોજગાર તરફ વળ્યા. કિશોરવયથી જ મોહનભાઈની અવલોકનશક્તિ તીક્ષ્ણ. કોઈપણ વિષયના મૂળ સુધી પહોંચી તેને પોતાની ક્ષમતાનુસાર પૂર્ણ ન કરે ત્યાં સુધી જંપે નહીં, એટલે Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy