SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ સંયમિત સાત વર્ષ સહિત તેમની ૨૯ થી ૪૦ વર્ષની ઉંમરના ૧૨ વર્ષનો સમાવેશ થાય છે. આપણાં હિન્દુ શાસ્ત્રોમાં પણ ૧૨ વર્ષના સાધનાકાળને ‘એક તપ' કહ્યું છે. ગ્રામોદ્ધારના પાવન કાર્યમાં સાતત્યપૂર્ણ આવું ‘તપ’ કરનાર ઋષિતુલ્ય ચંદ્રવદનભાઈ તે સમયના યુવાનોના આદર્શ હતા. આર્થિક ઉપાર્જનની સાથે સાથે સમાજસેવા તો ખરી જ! દુષ્કાળ–રાહત કે રેલ–રાહતનાં કાર્યોમાં તેઓ પૂ. રવિશંકર મહારાજ સાથે નીકળી પડે. આમ જીવનપર્યંત તેઓ સમાજ– સેવા અને લોકહિતનાં કાર્યોમાં સમર્પિત રહ્યા. આવા સાચુકલા ગાંધીવાદી અને સમર્પિત સર્વોદયવાદી તથા હૃદયધર્મી લોકસેવક ચંદ્રવદનભાઈ ઈ.સ. ૧૯૭૬ના જુલાઈની ૮મી તારીખે ૫૪ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. લોકહિત કાજ બનેલ ‘ભવ્ય ભિખારી' તેની ભવ્યતા સમેટી પ્રભુના દરબારમાં હાજરી આપવા પહોંચી ગયો. સમાજના ગૌરવરૂપ આઈ.એ.એસ. અધિકારી શ્રી વાડીભાઈ જોઈતારામ પટેલ જન્મ : તા. ૨૫-૧-૧૯૨૫ શ્રી વાડીભાઈનો જન્મ સને ૧૯૨૫માં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અનારા ગામમાં થયો હતો. પિતા સ્વ. શ્રી જોઈતારામ ભગવાનદાસ પટેલ તાલુકાના આઝાદી પૂર્વેના એક રાજકીય અગ્રણી અને સ્વાતંત્ર્યસેનાની અને સમાજસેવક હતા. અભ્યાસાર્થે તેમના વતનના ગામની બહાર નીકળનાર શ્રી વાડીભાઈ તે જમાનામાં પહેલા હતા. કપડવંજ તાલુકાના કઠલાલ અને અમદાવાદમાં વિદ્યાભ્યાસ કરી સંસ્કૃત અને કાયદાના સ્નાતક બન્યા. વિદ્યાર્થી અવસ્થામાં સેવાદળ અને અછૂતોદ્ધાર જેવી પ્રવૃત્તિઓમાં તેમણે રસ દાખવ્યો અને શ્રી પરીક્ષિતલાલ મજમુદાર જેવા લોકસેવકના પ્રશંસાપાત્ર ઠર્યા. સને ૧૯૪૭ના અરસામાં શ્રી પ્રભાતકુમાર દેસાઈની રાહબરી હેઠળ પાટીદાર સમાજના કુરિવાજો સામે પ્રચારઝુંબેશ આદરી. આજના ધરતી’ માસિકના આદ્ય સહતંત્રી પણ તેઓ બન્યા હતા. સને ૧૯૫૮માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થઈ ગયું હતું. તે વખતે મુંબઈ રાજ્યના ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં ભારત સરકારે ત્રણ મલ્ટીપરપઝ ટ્રાયબલ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. સાવરકુંડલાના એક સફળ વિકાસઅધિકારી તરીકેની કામગીરીથી પ્રભાવિત થઈને સરકારે શ્રી વાડીભાઈને ત્રણ પ્રોજેક્ટ્સમાંથી એક પંચમહાલ જિલ્લાના Jain Education International ધન્ય ધરા સંતરામપુર-સુખપુર પ્રોજેક્ટ્સમાં નિમણૂક આપી હતી. આ તદ્દન નવીસવી કામગીરીમાં શ્રી વાડીભાઈએ વિકાસની એક આગવી તરાહ ઊભી કરી હતી. સરકારશ્રીની સેવા દરમિયાન દરેક તબક્કે અને સ્થળે નવા નવા કાર્યક્રમોમાં સંઘર્ષમૂલક પડકાર સ્વરૂપે પ્રાપ્ત કામગીરીમાં શ્રી વાડીભાઈ હમેશાં સફળ રહ્યા. વ્યાપક લોકચાહના સાંપડી. લોક-આગેવાનો તેમનાથી સંતુષ્ટ રહ્યા. સરકારે તેમની ઉચિત કદર પણ કરી. સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી મોહનલાલ પટેલ જન્મ : તા. ૩૦-૪-૧૯૨૭ શ્રી મોહનભાઈ પટેલનો જન્મ તા. ૩૦-૪-૧૯૨૭ના રોજ પાટણમાં થયો હતો. તેમના પિતાશ્રી શિક્ષક હતા અને માતુશ્રી વાત્સલ્યની મૂર્તિ સમાન હતાં. તેમના ઘડતરમાં માતાપિતાનું આદર્શ જીવન પ્રેરક પરિબળ હતું. તેમણે પાટણ, વડોદરા અને અમદાવાદમાં વિદ્યાભ્યાસ કર્યો હતો. તેમણે ઈ.સ. ૧૯૫૪માં ‘હવા, તુમ ધીરે બહો!' વાર્તાસંગ્રહથી સાહિત્યક્ષેત્રે લેખનકાર્ય શરૂ કર્યું. ૧૯ નવલકથાઓ, ૮ વાર્તાસંગ્રહો, ૪ ચરિત્રો, ૩ અંગ્રેજી પુસ્તકો, ૨ લઘુકથાઓ, ૨ નિબંધસંગ્રહો, શૈક્ષણિક, સામાન્યજ્ઞાન, વિવેચન, અનુવાદ, સંપાદન, પ્રવાસ ક્ષેત્રે તેમણે ૪૫ જેટલા ગ્રંથો સમાજને અર્પણ કરેલ છે. લાંછન અને ડેડ એન્ડ' નવલકથાઓ ‘પ્રત્યાલંબન’ વાર્તાસંગ્રહ, ‘ઝાકળમાં સૂરજ ઊગે' લઘુકથા પુસ્તકો રાજ્ય સરકાર–ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર થતાં પાઠ્યપુસ્તકોમાં ઘણાં ધોરણોમાં સંપાદક અને પરામર્શક તરીકે તેમણે કાર્ય કરેલ છે. સાહિત્યકાર તરીકે તેમને દસ ચંદ્રકો અને પારિતોષિકો મળ્યાં છે. તેઓશ્રીને પાટીદારરત્ન, શ્રેષ્ઠ શિક્ષક, ઉત્તમ કેળવણીકાર, સમાજસેવક, ઉત્તમ ગૃહપતિ અને સાહિત્યસર્જક તરીકે કુલ પાંચ એવોર્ડ્સ મળ્યા છે. શ્રી મોહનભાઈ સાહેબ છગનભાએ સ્થાપેલી સંસ્થાના છેલ્લાં ૯૦ વર્ષના ઇતિહાસમાં ગુરુકુળોની પરંપરાનું અનુસરણ કરનાર સૌ આચાર્યો પૈકીના એક છે. છગનભાએ સમાજમાં નિષ્કામ કર્મ વડે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો. શ્રી મોહનભાઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy